Lakhtar વરસાદથી નિર્માણાધીન રોડ જોખમી બન્યો

લખતર એસટી રોડ નવા બનતા રોડનું કામ ગુણવતા વગરનું થવાની વ્યાપક ફ્રિયાદ ઉઠી છે. ત્યારે હાલ સામાન્ય વરસાદ થતાની સાથે જ કિચડ થતા અનેક વાહનો ફ્સાયા હતા.આમ બન્ને સાઈડ કામ ચાલુ રાખી કોન્ટ્રાકટર -અધિકારીઓ મનમાની ચલાવતા હોવાથી મહિલા ચેરમેને મુખ્યમત્રી સુધી રજૂઆત કરી ટેન્ડર મુજબ રોડ બનાવડાવવાનું બીડું ઝડપ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના લખતર એસ.ટી.સ્ટેન્ડ મેઈન રોડનું કામ વર્ષો બાદ મંજૂર થતા ટેન્ડર મુજબ ગુણવતા વાળું કામ થાય એવી લોકોની માંગ છે.પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી કામ કરી રહ્યા છે.મેઈન રોડ હોવાના કારણે 24 કલાક વાહનવ્યહવાર ચાલુ રહેતો હોવાથી એક સાઈડ રોડનું કામ ચાલુ રાખે બીજી સાઈડ વાહન વ્યવહાર ચાલુ રાખે અને ટેન્ડર મુજબનું કામ થાય એવી માંગ કરવામાં આવી હતી. રોડનું આડેધડ રીતે કામ કરવામાં આવી રહ્યું છે જિલ્લા પંચાયતના આઈસીડીએસ મહિલા ચેરમેન નંદુબેન વાઘેલાએ જણાવેલ કે રોડની બન્ને સાઈડ એક સાથે કામ ચાલુ રાખી કોરીવોશ નાખી કામ કરવાના કારણે અને ટેન્ડર મુજબ કામ ના કરવાના કારને રોડનું કામ ગુણવતા વગરનું થતું હોવા છતાંય અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી મનફવે એમ રોડનું આડેધડ કામ થાય છે. આ બાબતની ઝ્રસ્ સુધી રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગણી કરાશે. ધારાસભ્ય અધિકારીઓનું પણ નથી સાંભળતા લખતરના નવા બનતા રોડ ઉપર અનેક વાહનો ફ્સાય છે. મોટા ખાડા પડી જાય છે. એમ છતાંય રોડનું બન્ને સાઈડ કામ ચાલુ રખાયું છે. આવી જ રીતે આડેધડ કામ થશે તો ગુણવતા વાળો રોડ કેવી રીતે બનશે ? ભાજપના ધારાસભ્ય, નેતાઓ, ચેરમેન સહિતના સત્તા પક્ષના નેતાઓ દ્વારા રજૂઆત કરવા છતાંય અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાથી શાસક પક્ષની છબી પણ ખરડાઈ રહી છે.

Lakhtar વરસાદથી નિર્માણાધીન રોડ જોખમી બન્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર એસટી રોડ નવા બનતા રોડનું કામ ગુણવતા વગરનું થવાની વ્યાપક ફ્રિયાદ ઉઠી છે. ત્યારે હાલ સામાન્ય વરસાદ થતાની સાથે જ કિચડ થતા અનેક વાહનો ફ્સાયા હતા.

આમ બન્ને સાઈડ કામ ચાલુ રાખી કોન્ટ્રાકટર -અધિકારીઓ મનમાની ચલાવતા હોવાથી મહિલા ચેરમેને મુખ્યમત્રી સુધી રજૂઆત કરી ટેન્ડર મુજબ રોડ બનાવડાવવાનું બીડું ઝડપ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના લખતર એસ.ટી.સ્ટેન્ડ મેઈન રોડનું કામ વર્ષો બાદ મંજૂર થતા ટેન્ડર મુજબ ગુણવતા વાળું કામ થાય એવી લોકોની માંગ છે.પરંતુ કોન્ટ્રાકટર અને અધિકારીઓ પોતાની મનમાની ચલાવી કામ કરી રહ્યા છે.મેઈન રોડ હોવાના કારણે 24 કલાક વાહનવ્યહવાર ચાલુ રહેતો હોવાથી એક સાઈડ રોડનું કામ ચાલુ રાખે બીજી સાઈડ વાહન વ્યવહાર ચાલુ રાખે અને ટેન્ડર મુજબનું કામ થાય એવી માંગ કરવામાં આવી હતી.

રોડનું આડેધડ રીતે કામ કરવામાં આવી રહ્યું છે

જિલ્લા પંચાયતના આઈસીડીએસ મહિલા ચેરમેન નંદુબેન વાઘેલાએ જણાવેલ કે રોડની બન્ને સાઈડ એક સાથે કામ ચાલુ રાખી કોરીવોશ નાખી કામ કરવાના કારણે અને ટેન્ડર મુજબ કામ ના કરવાના કારને રોડનું કામ ગુણવતા વગરનું થતું હોવા છતાંય અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી મનફવે એમ રોડનું આડેધડ કામ થાય છે. આ બાબતની ઝ્રસ્ સુધી રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગણી કરાશે.

ધારાસભ્ય અધિકારીઓનું પણ નથી સાંભળતા

લખતરના નવા બનતા રોડ ઉપર અનેક વાહનો ફ્સાય છે. મોટા ખાડા પડી જાય છે. એમ છતાંય રોડનું બન્ને સાઈડ કામ ચાલુ રખાયું છે. આવી જ રીતે આડેધડ કામ થશે તો ગુણવતા વાળો રોડ કેવી રીતે બનશે ? ભાજપના ધારાસભ્ય, નેતાઓ, ચેરમેન સહિતના સત્તા પક્ષના નેતાઓ દ્વારા રજૂઆત કરવા છતાંય અધિકારીઓ પોતાની મનમાની ચલાવતા હોવાથી શાસક પક્ષની છબી પણ ખરડાઈ રહી છે.