ભિલોડા નજીક ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રનું કમકમાટીભર્યું મોત

Bhiloda Accident Incident : ગઈ કાલે મંગળવારે રાત્રે સાબરકાંઠાના જિલ્લાના ઈડરના ભિલોડા ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનાને લઈને ઈડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં માતા-પુત્રનું મોતઈડર તાલુકાના ભિલોડા ત્રણ રસ્તા પાસે પૂરઝડપે આવતા ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મેળામાંથી પરત ફરી રહેલા ધીરજભાઈ સોલંકીના પત્ની નેહલબહેન અને તેમના પાંચ વર્ષના પુત્ર મોક્ષને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ધીરજભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. આ પણ વાંચો : યુરોપના 6 દેશોમાં આફત વરસી, 22થી વધુનાં મોતથી હાહાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીપોલીસે વધુ તપાસ હાથ ધરી ટ્રક અને બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતને અંજામ આપી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. તેવામાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઈડર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભિલોડા નજીક ટ્રક-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રનું કમકમાટીભર્યું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Bhiloda Accident Incident : ગઈ કાલે મંગળવારે રાત્રે સાબરકાંઠાના જિલ્લાના ઈડરના ભિલોડા ત્રણ રસ્તા પર ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માતમાં માતા અને પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રકચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનાને લઈને ઈડર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

અકસ્માતમાં માતા-પુત્રનું મોત

ઈડર તાલુકાના ભિલોડા ત્રણ રસ્તા પાસે પૂરઝડપે આવતા ટ્રકચાલકે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મેળામાંથી પરત ફરી રહેલા ધીરજભાઈ સોલંકીના પત્ની નેહલબહેન અને તેમના પાંચ વર્ષના પુત્ર મોક્ષને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ધીરજભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. 

આ પણ વાંચો : યુરોપના 6 દેશોમાં આફત વરસી, 22થી વધુનાં મોતથી હાહાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

પોલીસે વધુ તપાસ હાથ ધરી 

ટ્રક અને બાઈક વચ્ચેના ગમખ્વાર અકસ્માતને અંજામ આપી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. તેવામાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને મૃતદેહને પીએમ માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઈડર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.