Vadodara: માંજલપુરમાં પતિએ પત્નીને મારી ગોળી, 3 લોકો થયા ઈજાગ્રસ્ત
સંસ્કારીનગરી વડોદરામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં પતિએ પત્નીને ગોળી મારી છે. પતિ હરમીંદર અને પત્ની નીલમબેન વચ્ચે વર્ષોથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પત્ની નીલમબેન આજે જબરજસ્તી પતિના ઘરમાં ઘૂસવા જતા ઉશ્કેરાયેલા પતિએ ફાયરિંગ કર્યું છે. સિંગલ બોરની રાઈફલમાંથી ફાયરિંગ થતાં ત્રણ લોકો ઘાયલ થયા છે.ગોળીબારમાં પત્ની સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત આ સમગ્ર મામલે હવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે, 30થી 35 વર્ષ જૂના હથિયાર દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. આરોપી હરમિંદર નિવૃત્ત એરફોર્સનો ઓફિસર છે, ફાયરિંગની આ ઘટનામાં હરમીંદરની પત્ની નીલમબેન, નીલમબેનનો સિક્યુરિટી ગાર્ડ અને તાળું તોડવા વાળો વ્યક્તિ ત્રણેય લોકો ઘાયલ થયા છે. હાલમાં આ ત્રણેય વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આરોપી હરમિંદરની કરી ધરપકડ ફાયરિંગની ઘટના વિશેની જાણકારી મળતા જ એસીપી પ્રણવ કટારીયા ઉપરાંત માંજલપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટના મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસે હાલ આરોપી હરમીંદરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંસ્કારીનગરી વડોદરામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં પતિએ પત્નીને ગોળી મારી છે. પતિ હરમીંદર અને પત્ની નીલમબેન વચ્ચે વર્ષોથી મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પત્ની નીલમબેન આજે જબરજસ્તી પતિના ઘરમાં ઘૂસવા જતા ઉશ્કેરાયેલા પતિએ ફાયરિંગ કર્યું છે. સિંગલ બોરની રાઈફલમાંથી ફાયરિંગ થતાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
ગોળીબારમાં પત્ની સહિત 3 લોકો થયા ઇજાગ્રસ્ત
આ સમગ્ર મામલે હવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી છે, 30થી 35 વર્ષ જૂના હથિયાર દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું પોલીસનું અનુમાન છે. આરોપી હરમિંદર નિવૃત્ત એરફોર્સનો ઓફિસર છે, ફાયરિંગની આ ઘટનામાં હરમીંદરની પત્ની નીલમબેન, નીલમબેનનો સિક્યુરિટી ગાર્ડ અને તાળું તોડવા વાળો વ્યક્તિ ત્રણેય લોકો ઘાયલ થયા છે. હાલમાં આ ત્રણેય વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસે આરોપી હરમિંદરની કરી ધરપકડ
ફાયરિંગની ઘટના વિશેની જાણકારી મળતા જ એસીપી પ્રણવ કટારીયા ઉપરાંત માંજલપુર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર ઘટના મામલે એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસે હાલ આરોપી હરમીંદરની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.