Kutchમાં બોટ પલટતા GHCL કંપનીના કર્મચારીઓ સંપર્કવિહોણા બન્યા, BSFએ કર્યુ રેસ્ક્યૂ
કચ્છમાં GHCLના કંપનીના કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું છે. કચ્છના હરામીનાળાના ઈસ્ટ વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ગઈ હતી અને તેમાં સવાર ખાનગી કંપનીના 3 કર્મચારીઓ મોડી રાત્રે સંપર્કવિહોણા બન્યા હતા. ત્યારબાદ બીએસએફ, પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી.વોટર લેવલના સરવે માટે કંપનીના કર્મચારીઓ ગયા હતા GHCL કંપનીના ત્રણ કર્મચારીઓ જમીન સર્વે માટે ગયા હતા અને અચાનક જ બોટ પલટી ગઈ હતી. જે દરમિયાન ખાનગી કંપનીના 3 કર્મચારીઓ સંપર્કવિહોણા બન્યા હતા. જો કે ત્યારબાદ BSFએ ત્રણેય કર્મચારીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. તમને જણાવી દઈએ કે હરામીનાળાના ઈસ્ટ વિસ્તારમાં બોટ પલટી હતી. તમને જણાવી દઈએ કે કચ્છના લખપત તાલુકાના મુધાન નજીકના ક્રીક વિસ્તારમાં પાણીનું લેવલ માપવા માટે ગયેલા GHCL નામની કંપનીના 3 કર્મચારીઓની ગત મોડી રાત્રે બોટ પલટી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે ત્યારબાદ BSFની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને 3 કર્મચારીઓને બચાવી લીધા હતા. ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત મળી આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બચાવ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી કર્મચારીઓની બોટ પલટી ગયા બાદ લાંબા સમય સુધી ત્રણેય કર્મચારીઓની ભાળ ન મળતાં કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક બીએસએફ, નરા પોલીસ તેમજ જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં એક સાથે 3 લોકો લાપતા બનતા વિવિધ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી અને શનિવારે વહેલી સવારથી જ આ 3 કર્મચારીઓની શોધખોળ માટે હરામીનાળામાં થઈને સીમા દળની બોટમાં ડ્રોન અને GPSથી સજ્જ બચાવ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં GHCLના કંપનીના કર્મચારીઓનું રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું છે. કચ્છના હરામીનાળાના ઈસ્ટ વિસ્તારમાં વોટર લેવલ સર્વે માટે ગયેલી બોટ પલટી ગઈ હતી અને તેમાં સવાર ખાનગી કંપનીના 3 કર્મચારીઓ મોડી રાત્રે સંપર્કવિહોણા બન્યા હતા. ત્યારબાદ બીએસએફ, પોલીસ અને અન્ય એજન્સીઓ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
વોટર લેવલના સરવે માટે કંપનીના કર્મચારીઓ ગયા હતા
GHCL કંપનીના ત્રણ કર્મચારીઓ જમીન સર્વે માટે ગયા હતા અને અચાનક જ બોટ પલટી ગઈ હતી. જે દરમિયાન ખાનગી કંપનીના 3 કર્મચારીઓ સંપર્કવિહોણા બન્યા હતા. જો કે ત્યારબાદ BSFએ ત્રણેય કર્મચારીઓનું રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા. તમને જણાવી દઈએ કે હરામીનાળાના ઈસ્ટ વિસ્તારમાં બોટ પલટી હતી. તમને જણાવી દઈએ કે કચ્છના લખપત તાલુકાના મુધાન નજીકના ક્રીક વિસ્તારમાં પાણીનું લેવલ માપવા માટે ગયેલા GHCL નામની કંપનીના 3 કર્મચારીઓની ગત મોડી રાત્રે બોટ પલટી જતા ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે ત્યારબાદ BSFની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરીને 3 કર્મચારીઓને બચાવી લીધા હતા. ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત મળી આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
બચાવ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી
કર્મચારીઓની બોટ પલટી ગયા બાદ લાંબા સમય સુધી ત્રણેય કર્મચારીઓની ભાળ ન મળતાં કંપનીના અધિકારીઓ દ્વારા તાત્કાલિક બીએસએફ, નરા પોલીસ તેમજ જિલ્લા કલેકટરને જાણ કરવામાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં એક સાથે 3 લોકો લાપતા બનતા વિવિધ એજન્સીઓ પણ હરકતમાં આવી ગઈ હતી અને શનિવારે વહેલી સવારથી જ આ 3 કર્મચારીઓની શોધખોળ માટે હરામીનાળામાં થઈને સીમા દળની બોટમાં ડ્રોન અને GPSથી સજ્જ બચાવ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.