Ahmedabad એરપોર્ટના ટર્મિનલ-2 પર નવું આકર્ષણ ઉમેરાયું, હવે ‘વાઇબ્રન્ટ હાર્ટ’ અનુભવાશે

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. એરપોર્ટમાં મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે. જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે.. ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી હલચલ વોલ અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેની અનુપમ ડિઝાઇન આમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે. અમદાવાદનું અભિન્ન અંગ શિલ્પની પાછળ, ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે. 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવમાં આવી છે. તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે. અમદાવાદના વારસા અને વર્તમાનની તે ગાથા વર્ણવે છે. ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં તકનીકી નવીનતામાં SVPIA મોખરે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌ પ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે. કનેક્ટિવિટી અને મુસાફરોના અનુભવમાં અભિવૃદ્ધિ અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI) ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો. SVPI એરપોર્ટ પર સૌ પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL (અદાણી ટોટલ ગેસ લિમિટેડ) દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે. ગ્રાહકોની બહેતર સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે.

Ahmedabad એરપોર્ટના ટર્મિનલ-2 પર નવું આકર્ષણ ઉમેરાયું, હવે ‘વાઇબ્રન્ટ હાર્ટ’ અનુભવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના T-2 એરાઇવલ્સ ખાતે એક નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવ્યું છે. એરપોર્ટમાં મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો અનુભવ કરાવવા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે. હલચલ વોલ ધાતુની એક અદભૂત શિલ્પ છે. જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે..

ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી

હલચલ વોલ અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેની અનુપમ ડિઝાઇન આમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે.


અમદાવાદનું અભિન્ન અંગ

શિલ્પની પાછળ, ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે. 15મી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે. પરંપરાગત ડાબુ આર્ટનો ઉપયોગ કરીને તેને બનાવવમાં આવી છે. તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે. અમદાવાદના વારસા અને વર્તમાનની તે ગાથા વર્ણવે છે.

ભારતીય ઉડ્ડયન ઉદ્યોગમાં તકનીકી નવીનતામાં SVPIA મોખરે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) મુસાફરોની સુવિધાઓ સતત અપગ્રેડ કરતું રહ્યું છે. સુવિધાઓમાં વૃદ્ધિનો ક્રમ યથાવત રાખતા SVPI એરપોર્ટ પર સૌ પ્રથમવાર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. હવે એરપોર્ટ ટર્મિનલ પર મુસાફરોને વધુ સ્વચ્છ અને સુઘડ વાતાવરણ મળી રહે તેની રોબોટ્સ ખાતરી કરશે.

કનેક્ટિવિટી અને મુસાફરોના અનુભવમાં અભિવૃદ્ધિ

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI) ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.

SVPI એરપોર્ટ પર સૌ પ્રથમ EV ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL (અદાણી ટોટલ ગેસ લિમિટેડ) દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે. ગ્રાહકોની બહેતર સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે.