Surendranagar: જ્ઞાન સાધના, નમો લક્ષ્મી સ્કોલરશિપ દેવામાં સરકારના અખાડા

રાજય સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ્ઞાન સાધના અને નમો લક્ષ્મી યોજના અમલી બનાવી હતી. જેમાં જ્ઞાન સાધના યોજના મુજબ તો પરીક્ષા પણ લેવાઈ હતી. પરંતુ બન્ને યોજનામાં સ્કોલરશિપ આપવામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. આથી વિદ્યાર્થીઓના ખાતામાં ઝડપથી સ્કોલરશિપ જમા થાય તેવી લોકમાંગ ઉઠી છે.ખાસ કરીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રાથમીક અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે માટે સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ્ઞાન સાધના અને નમો લક્ષ્મી યોજના અમલમાં મુકી હતી. જેમાં જ્ઞાન સાધના યોજના માટે તો પરીક્ષા પણ લેવાઈ હતી. આ પરીક્ષા ધો. 1 થી 8માં સરકારી શાળાઓમાં અભ્યાસ કર્યો હોય કે ખાનગી શાળામાં ધો. 1 થી 8 આરટીઈ મુજબ અભ્યાસ કર્યો હોય તેવા ધો. 8ના વિદ્યાર્થીઓ આપી શકે તેમ હતા. આ પરીક્ષામાં મેરિટમાં આવેલા ધો. 8ના છાત્રોને ધો. 9 થી 12 સુધીની સ્કોલરશિપ મળે છે. બીજી તરફ નમો લક્ષ્મી યોજના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી યોજના છે. જેમાં ધો. 1 થી 8 સુધી અભ્યાસ કરતી દરેક દિકરીને માસિક રૂપીયા 500 શીષ્યવૃત્તી તરીકે આપે છે. પરંતુ આ યોજના અમલમાં મુકાયા બાદ અને એક સત્ર પુરૂ થઈ ગયા સુધી હજુ સુધી જ્ઞાન સાધનામાં વિદ્યાર્થીઓને એક ફદીયુ ય સ્કોલરશિપનું મળ્યુ નથી. જયારે નમો લક્ષ્મી યોજનામાં સત્રની શરૂઆત સમયે જુન માસમાં 500 રૂપીયા આવ્યા પછી એકપણ મહીનો પૈસા જમા થયા નથી. આથી સરકારનો આ યોજનાનો હેતુ સીધ્ધ થતો નથી. જિલ્લામાં બન્ને યોજનાના લાભાર્થી છાત્રોને તાત્કાલીક શિષ્યવૃત્તિની રકમ મળે તેવી કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

Surendranagar: જ્ઞાન સાધના, નમો લક્ષ્મી સ્કોલરશિપ દેવામાં સરકારના અખાડા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજય સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ્ઞાન સાધના અને નમો લક્ષ્મી યોજના અમલી બનાવી હતી. જેમાં જ્ઞાન સાધના યોજના મુજબ તો પરીક્ષા પણ લેવાઈ હતી. પરંતુ બન્ને યોજનામાં સ્કોલરશિપ આપવામાં સરકાર ઠાગાઠૈયા કરી રહી છે. આથી વિદ્યાર્થીઓના ખાતામાં ઝડપથી સ્કોલરશિપ જમા થાય તેવી લોકમાંગ ઉઠી છે.

ખાસ કરીને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રાથમીક અભ્યાસ બાદ વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશીયો ઘટે તે માટે સરકારે વર્તમાન શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ્ઞાન સાધના અને નમો લક્ષ્મી યોજના અમલમાં મુકી હતી. જેમાં જ્ઞાન સાધના યોજના માટે તો પરીક્ષા પણ લેવાઈ હતી. આ પરીક્ષા ધો. 1 થી 8માં સરકારી શાળાઓમાં અભ્યાસ કર્યો હોય કે ખાનગી શાળામાં ધો. 1 થી 8 આરટીઈ મુજબ અભ્યાસ કર્યો હોય તેવા ધો. 8ના વિદ્યાર્થીઓ આપી શકે તેમ હતા. આ પરીક્ષામાં મેરિટમાં આવેલા ધો. 8ના છાત્રોને ધો. 9 થી 12 સુધીની સ્કોલરશિપ મળે છે. બીજી તરફ નમો લક્ષ્મી યોજના કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી યોજના છે. જેમાં ધો. 1 થી 8 સુધી અભ્યાસ કરતી દરેક દિકરીને માસિક રૂપીયા 500 શીષ્યવૃત્તી તરીકે આપે છે. પરંતુ આ યોજના અમલમાં મુકાયા બાદ અને એક સત્ર પુરૂ થઈ ગયા સુધી હજુ સુધી જ્ઞાન સાધનામાં વિદ્યાર્થીઓને એક ફદીયુ ય સ્કોલરશિપનું મળ્યુ નથી. જયારે નમો લક્ષ્મી યોજનામાં સત્રની શરૂઆત સમયે જુન માસમાં 500 રૂપીયા આવ્યા પછી એકપણ મહીનો પૈસા જમા થયા નથી. આથી સરકારનો આ યોજનાનો હેતુ સીધ્ધ થતો નથી. જિલ્લામાં બન્ને યોજનાના લાભાર્થી છાત્રોને તાત્કાલીક શિષ્યવૃત્તિની રકમ મળે તેવી કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.