Surendranagar: રાજસ્થાનથી મોરબી લઈ જવાતા દારૂ ભરેલી ટ્રક ચોટીલા હાઈવેથી ઝડપી લેવાઈ

સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચોટીલા હાઈવે પરથી દારૂ અને બીયર ભરેલ ટ્રક સહિત રૂપીયા 41,42,536ની મત્તા સાથે ચાલકને ઝડપી લીધો હતો. જેમાં ઝડપાયેલ શખ્સની દારૂ મોકલનાર શખ્સ સાથે જેલમાં મુલાકાત થઈ હોવાનું બહાર આવ્યુ હતુ. જયારે ઝડપાયેલ આરોપી અગાઉ પણ એક વાર દારૂની ખેપ કરી ચુકયો હતો.સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફને ચોટીલાથી વાંકાનેર બાઉન્ડ્રી થઈને મોરબી તરફ દારૂ ભરેલ ટ્રક જતી હોવાની બાતમી મળતા ચોટીલા હાઈવે પર મહાવીરપુરમ તીર્થ પાસે વોચ રખાઈ હતી. જેમાં ટ્રક ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના દોલારામ અમરારામ જાટને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ દારૂ રાજસ્થાનના સાંચોરના બલવીરસીંગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટના કહેવાથી તેનો માણસ ટ્રક ભરીને આપી ગયો હતો. દોલારામ જાટે વધુમાં પોલીસને જણાવ્યુ કે, તે વર્ષ 2019મા ડોડો ચુરાના કેસમાં પકડાયા બાદ જેલમાં હતો. ત્યારે દારૂના કેસમાં જેલમાં આવેલા બલવીરસીંગ જાટ સાથે મુલાકાત થઈ હતી. અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. જેલમાંથી જામીન પર છુટયા બાદ બલવીરસીંગે ગુજરાત દારૂની ટ્રીપ મારવાની ઓફર કરી હતી. અને દોલારામને કોઈ કામધંધો ન હોય તેણે દારૂની ટ્રીપ મારવાની વાત સ્વીકારી હતી. અગાઉ પણ આ જ રીતે તે દારૂની ટ્રીપ મારી ગયો હતો. જેમાં મોરબી પહોંચતા ર માણસો બાઈક લઈને આવ્યા હતા. તેમાંથી એક શખ્સ દારૂ ભરેલી ટ્રક હંકારીને જતો રહ્યો હતો. અને એકાદ કલાક પછી ટ્રક ખાલી કરીને આપી ગયો હતો. ત્યારે બીજીવાર ટ્રીપ મારતા તે પોલીસના હાથે પકડાયો હતો. પોલીસે દારૂની 864 બોટલ કિંમત રૂપીયા 6,38,496, બીયરના વીવીધ કંપનીના 23,160 ટીન કિંમત રૂપીયા 24,89,040, રૂપીયા 10 લાખનો ટ્રક, રૂપીયા હજારનો મોબાઈલ, રૂપીયા 10 હજાર રોકડા મળી કુલ રૂપીયા 41,42,536ની મત્તા જપ્ત કરી હતી.

Surendranagar: રાજસ્થાનથી મોરબી લઈ જવાતા દારૂ ભરેલી ટ્રક ચોટીલા હાઈવેથી ઝડપી લેવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર એલસીબી ટીમે ચોટીલા હાઈવે પરથી દારૂ અને બીયર ભરેલ ટ્રક સહિત રૂપીયા 41,42,536ની મત્તા સાથે ચાલકને ઝડપી લીધો હતો. જેમાં ઝડપાયેલ શખ્સની દારૂ મોકલનાર શખ્સ સાથે જેલમાં મુલાકાત થઈ હોવાનું બહાર આવ્યુ હતુ. જયારે ઝડપાયેલ આરોપી અગાઉ પણ એક વાર દારૂની ખેપ કરી ચુકયો હતો.

સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફને ચોટીલાથી વાંકાનેર બાઉન્ડ્રી થઈને મોરબી તરફ દારૂ ભરેલ ટ્રક જતી હોવાની બાતમી મળતા ચોટીલા હાઈવે પર મહાવીરપુરમ તીર્થ પાસે વોચ રખાઈ હતી. જેમાં ટ્રક ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના દોલારામ અમરારામ જાટને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછ કરતા આ દારૂ રાજસ્થાનના સાંચોરના બલવીરસીંગ ઉર્ફે બજરંગ રાજુરામ જાટના કહેવાથી તેનો માણસ ટ્રક ભરીને આપી ગયો હતો. દોલારામ જાટે વધુમાં પોલીસને જણાવ્યુ કે, તે વર્ષ 2019મા ડોડો ચુરાના કેસમાં પકડાયા બાદ જેલમાં હતો. ત્યારે દારૂના કેસમાં જેલમાં આવેલા બલવીરસીંગ જાટ સાથે મુલાકાત થઈ હતી. અને મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. જેલમાંથી જામીન પર છુટયા બાદ બલવીરસીંગે ગુજરાત દારૂની ટ્રીપ મારવાની ઓફર કરી હતી. અને દોલારામને કોઈ કામધંધો ન હોય તેણે દારૂની ટ્રીપ મારવાની વાત સ્વીકારી હતી. અગાઉ પણ આ જ રીતે તે દારૂની ટ્રીપ મારી ગયો હતો. જેમાં મોરબી પહોંચતા ર માણસો બાઈક લઈને આવ્યા હતા. તેમાંથી એક શખ્સ દારૂ ભરેલી ટ્રક હંકારીને જતો રહ્યો હતો. અને એકાદ કલાક પછી ટ્રક ખાલી કરીને આપી ગયો હતો. ત્યારે બીજીવાર ટ્રીપ મારતા તે પોલીસના હાથે પકડાયો હતો. પોલીસે દારૂની 864 બોટલ કિંમત રૂપીયા 6,38,496, બીયરના વીવીધ કંપનીના 23,160 ટીન કિંમત રૂપીયા 24,89,040, રૂપીયા 10 લાખનો ટ્રક, રૂપીયા હજારનો મોબાઈલ, રૂપીયા 10 હજાર રોકડા મળી કુલ રૂપીયા 41,42,536ની મત્તા જપ્ત કરી હતી.