Ahmedabadમાં ભારતી આશ્રમ વિવાદમાં ઋષિભારતી બાપુ અને હરિહરાનંદ બાપુના સમર્થકો સામસામે આવ્યા

હરિહરાનંદ ભારતી બાપુનો કાર્યાલયમાં પ્રવેશ કરવા પ્રયાસ હરિહરાનંદના સમર્થકોએ તાળું તોડવાનો કર્યો પ્રયત્ન પોલીસે હરિહરાનંદના સમર્થકોને અટકાવ્યા અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમમાં ફરી વિવાદના વાદળો ઘેરાયા છે,આજે સવારથી પોલીસનો બંદોબસ્ત આશ્રમની બહાર લાગી ગયો છે,ત્યારે આજે આશ્રમમાં ઋષિભારતી બાપુ અને હરિહરાનંદ બાપુના સમર્થકો સામસામે આવી જતા ઉગ્રબોલાચાલી તઈ હતી,તો ભારતી આશ્રમને હરિહરાનંદ ભારતી બાપુના સમર્થકોએ બાનમાં લીધું હતુ,પોલીસે હરિહરાનંદ ભારતી બાપુ સમર્થકોને પોલીસે કાઢ્યા બહાર. ભારતી આશ્રમનાં ગાદીનો વિવાદ વધુ વકર્યો ગઈકાલ સાંજથી ફરી ભારતી આશ્રમમાં વિવાદ વકર્યો છે.હરિહરાનંદ બાપુએ સરખેજ આવીને દાવો કર્યો છે કે,આ આશ્રમ બાપુએ મને સોંપ્યો હતો તો આ આશ્રમનો ગાદીપતિ હું રહીશ,ત્યારે આ આશ્રમમાં હાલ ઋષીભારતી બાપુ બેસે છે.ગત સાંજના રોજ હરિહરાનંદ બાપુ તેમના સમર્થકો સાથે આશ્રમ પહોંચ્યા હતા અને ગાદીએ બેસી ગયા હતા તો ઋષીભારતી બાપુ બહાર નિકળી ગયા હતા.હરિહરાનંદ ભારતી બાપુએ કાર્યાલયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.તો બીજી તરફ હરિહરાનંદ ભારતી બાપુના સમર્થકોએ તાળું તોડવાનો પ્રયત્ન કર્યો છે. જૂનાગઢથી હરિહરાનંદ બાપુ આવ્યા સરખેજ સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે,જગતગુરૂ 1008 જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો.પોલીસને લઈ અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા,બીજી તરફ અત્યારસુધી આશ્રમનો વહીવટ કરતા ઋષિભારતી બાપુ ગઈકાલથી બહાર નિકળી ગયા છે. પહેલા પણ વિવાદ વકર્યો જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો.

Ahmedabadમાં ભારતી આશ્રમ વિવાદમાં ઋષિભારતી બાપુ અને હરિહરાનંદ બાપુના સમર્થકો સામસામે આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હરિહરાનંદ ભારતી બાપુનો કાર્યાલયમાં પ્રવેશ કરવા પ્રયાસ
  • હરિહરાનંદના સમર્થકોએ તાળું તોડવાનો કર્યો પ્રયત્ન
  • પોલીસે હરિહરાનંદના સમર્થકોને અટકાવ્યા

અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમમાં ફરી વિવાદના વાદળો ઘેરાયા છે,આજે સવારથી પોલીસનો બંદોબસ્ત આશ્રમની બહાર લાગી ગયો છે,ત્યારે આજે આશ્રમમાં ઋષિભારતી બાપુ અને હરિહરાનંદ બાપુના સમર્થકો સામસામે આવી જતા ઉગ્રબોલાચાલી તઈ હતી,તો ભારતી આશ્રમને હરિહરાનંદ ભારતી બાપુના સમર્થકોએ બાનમાં લીધું હતુ,પોલીસે હરિહરાનંદ ભારતી બાપુ સમર્થકોને પોલીસે કાઢ્યા બહાર.

ભારતી આશ્રમનાં ગાદીનો વિવાદ વધુ વકર્યો

ગઈકાલ સાંજથી ફરી ભારતી આશ્રમમાં વિવાદ વકર્યો છે.હરિહરાનંદ બાપુએ સરખેજ આવીને દાવો કર્યો છે કે,આ આશ્રમ બાપુએ મને સોંપ્યો હતો તો આ આશ્રમનો ગાદીપતિ હું રહીશ,ત્યારે આ આશ્રમમાં હાલ ઋષીભારતી બાપુ બેસે છે.ગત સાંજના રોજ હરિહરાનંદ બાપુ તેમના સમર્થકો સાથે આશ્રમ પહોંચ્યા હતા અને ગાદીએ બેસી ગયા હતા તો ઋષીભારતી બાપુ બહાર નિકળી ગયા હતા.હરિહરાનંદ ભારતી બાપુએ કાર્યાલયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે.તો બીજી તરફ હરિહરાનંદ ભારતી બાપુના સમર્થકોએ તાળું તોડવાનો પ્રયત્ન કર્યો છે.


જૂનાગઢથી હરિહરાનંદ બાપુ આવ્યા સરખેજ

સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે,જગતગુરૂ 1008 જગતગુરુ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો.પોલીસને લઈ અને કોર્ટના ઓર્ડર સાથે તેઓ પોતાના સમર્થકોની હાજરીમાં મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા,બીજી તરફ અત્યારસુધી આશ્રમનો વહીવટ કરતા ઋષિભારતી બાપુ ગઈકાલથી બહાર નિકળી ગયા છે.

પહેલા પણ વિવાદ વકર્યો

જગતગુરુ મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ સરખેજના ભારતી આશ્રમ પર સંચાલનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ સ્થાપેલા ચાર આશ્રમો પૈકી ત્રણ આશ્રમનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે, પરંતુ સરખેજ આશ્રમનો વહીવટ ઋષિ ભારતી દ્વારા કરવામાં આવતો હતો. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસિયત નામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હોવાથી સમગ્ર વિવાદ વધુ વકર્યો હતો.