Ahmedabad: સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાએ વિરોધ કર્યો

અમદાવાદના ગોતા ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ક્ષત્રિય સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમાં પદ્મિનીબાને સ્ટેજ પર સ્થાન ન મળતા વિરોધ કર્યો હતો. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે અમારું સન્માન કેમ જાળવવામાં આવતું નથી. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપુત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો હતો. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. ક્ષત્રિય સંમેલનમાં અર્જુનસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે શંકરસિંહ વાઘેલાની હાજરી મુદ્દે નિવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે સંમેલનમાં એકપણ નેતાને સ્ટેજ પર સ્થાન ન અપાયું. સમાજના નેતા નહીં સમાજના વ્યક્તિ થઈ આવ્યા છે. સ્ટેજ પર સમાજના રાજાઓએ સ્પીચ આપી, નેતાઓએ નહીં. ક્ષત્રિય સંમેલનમાં પ્રમુખ વિજયરાજસિંહનું નિવેદન સામે આવ્યું ક્ષત્રિય સંમેલનમાં પ્રમુખ વિજયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કૃષ્ણકુમારસિંહજી માટે ભારત રત્નની માંગ છે. ઘણા સમયથી આ માંગ છે. રાજનીતિથી અમને કોઈ લેવાદેવા નથી. રાજકારણીથી અમને કોઈ તકલીફ નથી પણ સંગઠનમાં રાજકારણની વાતો નહીં. આજે ક્ષત્રિય સમાજ એક થયો છે. ક્ષત્રિય સમાજ શિક્ષણ તરફ આગળ આવે તેવા પ્રયત્ન કરીશું. તેમજ ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવિણસિંહ જાડેજાનું નિવેદન છે કે સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નહીં. સમાજને રાજકારણથી દૂર ના કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી છે. ક્ષત્રિય સમાજની 19 ટકા વસ્તી છે. છતા માત્ર બે જ મુખ્યમંત્રી મળ્યા છે. ક્ષત્રિય સમાજ એક થવો ખુબ જ જરૂરી છે. સમાજ નૈતિકતા વાળું રાજકારણ કરે એ જરૂરી છે.ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરાઇ ગુજરાતના ક્ષત્રિય સમાજ માટે સામાજીક પ્રવૃત્તિઓ અને રાજ્યના રજવાડાઓની અસ્મિતા માટે આજે અમદાવાદના ગોતા ખાતે આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવી છે. રજવાડાના મહાસંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી કરવામાં આવી છે. અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યુ હતું કે, સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનુ મહાસંમેલન સવારે શરૂ થયુ છે. સમાજના કલ્યાણના હેતુથી મંચની રચના કરવામાં આવી છે. સરદાર સાહેબને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરાઇ છે.

Ahmedabad: સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાએ વિરોધ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના ગોતા ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમ યોજાયો છે. જેમાં ક્ષત્રિય સંમેલનમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તેમાં પદ્મિનીબાને સ્ટેજ પર સ્થાન ન મળતા વિરોધ કર્યો હતો. જેમાં પદ્મિનીબાએ જણાવ્યું છે કે અમારું સન્માન કેમ જાળવવામાં આવતું નથી. પુરુષોતમ રૂપાલાના બફાટ બાદ રાજપુત સંમેલન દરમિયાન પણ પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો હતો.

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો

સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળા દ્વારા વિરોધ કરાયો છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પદ્મિનીબા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો હતો. પદ્મિનીબાએ કહ્યું કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી. ક્ષત્રિય સંમેલનમાં અર્જુનસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે શંકરસિંહ વાઘેલાની હાજરી મુદ્દે નિવેદન આપ્યું છે. તેમાં જણાવ્યું છે કે સંમેલનમાં એકપણ નેતાને સ્ટેજ પર સ્થાન ન અપાયું. સમાજના નેતા નહીં સમાજના વ્યક્તિ થઈ આવ્યા છે. સ્ટેજ પર સમાજના રાજાઓએ સ્પીચ આપી, નેતાઓએ નહીં.

ક્ષત્રિય સંમેલનમાં પ્રમુખ વિજયરાજસિંહનું નિવેદન સામે આવ્યું

ક્ષત્રિય સંમેલનમાં પ્રમુખ વિજયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. જેમાં કૃષ્ણકુમારસિંહજી માટે ભારત રત્નની માંગ છે. ઘણા સમયથી આ માંગ છે. રાજનીતિથી અમને કોઈ લેવાદેવા નથી. રાજકારણીથી અમને કોઈ તકલીફ નથી પણ સંગઠનમાં રાજકારણની વાતો નહીં. આજે ક્ષત્રિય સમાજ એક થયો છે. ક્ષત્રિય સમાજ શિક્ષણ તરફ આગળ આવે તેવા પ્રયત્ન કરીશું. તેમજ ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવિણસિંહ જાડેજાનું નિવેદન છે કે સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નહીં. સમાજને રાજકારણથી દૂર ના કરી શકાય. સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી છે. ક્ષત્રિય સમાજની 19 ટકા વસ્તી છે. છતા માત્ર બે જ મુખ્યમંત્રી મળ્યા છે. ક્ષત્રિય સમાજ એક થવો ખુબ જ જરૂરી છે. સમાજ નૈતિકતા વાળું રાજકારણ કરે એ જરૂરી છે.

ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરાઇ

ગુજરાતના ક્ષત્રિય સમાજ માટે સામાજીક પ્રવૃત્તિઓ અને રાજ્યના રજવાડાઓની અસ્મિતા માટે આજે અમદાવાદના ગોતા ખાતે આવેલા હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચના કરવામાં આવી છે. રજવાડાના મહાસંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી કરવામાં આવી છે. અશ્વિનસિંહ હરેન્દ્રસિંહ સરવૈયાએ જણાવ્યુ હતું કે, સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનુ મહાસંમેલન સવારે શરૂ થયુ છે. સમાજના કલ્યાણના હેતુથી મંચની રચના કરવામાં આવી છે. સરદાર સાહેબને પ્રથમ રજવાડુ અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના વર્તમાન મહારાજા વિજયરાજસિંહ ગોહિલની તાજપોશી કરાઇ છે.