Surendranagar: મેથાણની 100થી વધુ સ્ત્રીએ પોન્ઝી સ્કીમમાં કરોડો ગુમાવ્યા
હાલ સમગ્ર રાજયમાં બીઝેડ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે પણ મૂળ ઉત્તર ગુજરાતમાં હેડ ઓફીસ ધરાવતી કંપની દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓને બચતના નામે છેતરીને કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસ મથકે ભોગ બનનાર દ્વારા અરજી કરાઈ છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ભોળા અને અભણ લોકોને છેતરી લેવાના અનેક બનાવો બને છે. અગાઉ સોની વેપારી દ્વારા ટીકીટના નામે ફુલેકુ ફેરવાયુ હતુ. જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. બીજી તરફ હાલ સમગ્ર રાજયમાં BZ નામની પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારના 6 હજાર કરોડ રૂપિયા ધોવાયા હોવાનું ઠેરઠેર ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ, સોલડી સહિતના ગામોમાં 5-7 વર્ષ પુર્વે પાલનપુર હેડ ઓફીસ ધરાવતી પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી લી.ની ધ્રાંગધ્રામાં ઓફિસ ખુલી હતી. આ ઓફીસ દ્વારા મહિલાઓને એજન્ટો બનાવાઈ હતી. અને આ મહિલાઓ ગરીબ અને મધ્યમ વર્ગીયની ઓછુ ભણેલી અને ભોળી મહિલાઓને ટારગેટ કરતી હતી. જેમાં દર માસે રૂપીયા 500 ભરો તો પ વર્ષ પછી રૂપિયા 48 હજાર અને દર માસે રૂપિયા 1 હજાર ભરો તો 5 વર્ષ પછી રૂપીયા 98 હજાર પરત મળશે તેવી લોભામણી સ્કીમ દેખાડાતી હતી. જેમાં મહિલાઓ ભવિષ્યમાં આ રૂપીયા દિકરીના લગ્ન કે, સંતાનોના અભ્યાસમાં કામ લાગશે તેમ વિચારી નાણા રોકતા થયા હતા. પરંતુ પાકતી મુદતે કંપનીની ઓફિસને તાળા લાગી ગયા હતા અને કંપની દ્વારા રૂપીયા દેવામાં હાથ ઉંચા કરી દેવાયા હતા. આથી ભોગ બનનાર મહિલાઓ એજન્ટો પાસે દોડી ગઈ હતી. પરંતુ આ બનાવમાં એજન્ટો પોતે પણ છેતરાયા હોવાનું સામે આવ્યુ હતુ. આથી જયેશભાઈ ભીખાભાઈ પટેલ, તારાબેન મનસુખભાઈ ભલગામા, મયુરભાઈ જગદીશભાઈ પનારા, વિનોદભાઈ નાનજીભાઈ વાણીયા સહિતનાઓએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે અરજી કરી હતી. જેમાં ઉત્તર ગુજરાતના તેજલ નાઈ, રમણભાઈ નાઈ અને મોતીસંગ દરબાર સામે મેથાણના 100થી વધુ લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી કરી હોવાનું જણાવાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમમાં અરજદારોના કરોડો સલવાયા હોવાની વાતે ફરી ચકચાર જગાવી છે. સમય પૂરો થયા બાદ પહોંચ પણ પાછી લઈ ગયા કંપનીના એજન્ટો દર માસે રૂપીયા લઈ જતા હતા. અને તેની સામે રૂપીયા ભર્યાની પહોંચ આપતા હતા. જયારે સમય મર્યાદા પુરી થયા બાદ હવે તમને પૈસા મળશે, કાર્યવાહી કરવા માટે બધી પહોંચો લાવો તેમ કહી નાણા ભર્યાની પહોંચો પણ પાછી લઈ ગયા હતા. પતિએ ના પાડી તોય મહિલાઓએ બચત કરી મેથાણ ગામની મહિલાઓ પાસે બચતની વાત આવતા તેઓએ ઘરે પોતાના પતિને આ બચત કરવા વિશે જણાવ્યુ હતુ. પરંતુ પતિએ આવી રીતે નાણા રોકવાની સ્પષ્ટ ના પાડી હતી. તેમ છતાં મહિલાઓને ભોળવીને કંપનીના એજન્ટો દ્વારા રૂપીયા પડાવાયા હતા. બેંક કરતા વધુ વ્યાજની લાલચ આપી કંપનીની મહિલા એજન્ટો દ્વારા મેથાણ ગામની મહિલાઓએ હાલ બચત કરતો તો સારા નાણા મળશે તેવી લાલચ આપી હતી. જેમાં મહિલાઓએ બેંકમાં રૂપીયા મુકતા હોવાનું જણાવતા એજન્ટોએ બેંક કરતા વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી. કંપની સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ છે આ અંગે ધ્રાંગધ્રા સીટી પીઆઈ એમ.યુ.મશીએ જણાવ્યુ કે, પ્રસીધ્ધી નીર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી સામે સીઆઈડી ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આથી મેથાણના બનાવની અલગથી ફરિયાદ ન થાય. સીઆઈડી ક્રાઈમની ટીમ આ અંગે પણ તપાસ કરશે. જે અંગે વડી કચેરી ખાતે જાણ કરી દેવાઈ છે. વર્ષ 2015થી કંપનીની શરૂઆત થઈ હતી ભોગ બનનાર અરજદારોએ પોલીસ મથકે અરજી આપતા પોલીસે પ્રાથમીક તપાસ કરી હતી. જેમાં પ્રસીધ્ધી નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટીની શરૂઆત વર્ષ 2015થી થઈ હતી. કંપનીની મુખ્ય ઓફિસ પાલનપુરમાં આવેલી છે. જયારે ધ્રાંગધ્રામાં પણ તેઓની બ્રાંચ હતી. પરંતુ તે લાંબા સમયથી બંધ હાલતમાં છે. કંપનીના કોઈ અધીકારીઓ ધ્રાંગધ્રામાં રહેતા ન હતા. જયારે બીજા જિલ્લાઓમાં પણ આ રીતે છેતરપિંડીના બનાવો સામે આવતા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદો થયેલી હોવાનું સામે આવ્યુ હતુ. મહિલાઓને જ એજન્ટો બનાવી ચીટ કંપની પ્રસીધ્ધી નીર્માણ દ્વારા ધ્રાંગધ્રા પંથકમાં મહિલાઓને જ એજન્ટો બનાવી હતી. આ મહિલાઓ કોઈ પ્રોફેશનલ ન હતી. પરંતુ મહિલા એજન્ટ હોય તો અન્ય ભોળી મહિલાઓ તેમની વાતોમાં આવી જાય અને બચતના નામે રૂપીયા ખંખેરી શકાય તેવો કંપનીના સંચાલકોનો પ્લાન હતો. કંપનીની મહિલા એજન્ટો કંપનીના રજીસ્ટ્રેશન લેટર સહિતની વિગતો મહિલાઓને દર્શાવતા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ સમગ્ર રાજયમાં બીઝેડ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડીની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે પણ મૂળ ઉત્તર ગુજરાતમાં હેડ ઓફીસ ધરાવતી કંપની દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય મહિલાઓને બચતના નામે છેતરીને કરોડો રૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસ મથકે ભોગ બનનાર દ્વારા અરજી કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ભોળા અને અભણ લોકોને છેતરી લેવાના અનેક બનાવો બને છે. અગાઉ સોની વેપારી દ્વારા ટીકીટના નામે ફુલેકુ ફેરવાયુ હતુ. જેમાં પોલીસ ફરિયાદ પણ થઈ હતી. બીજી તરફ હાલ સમગ્ર રાજયમાં BZ નામની પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારના 6 હજાર કરોડ રૂપિયા ધોવાયા હોવાનું ઠેરઠેર ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે ધ્રાંગધ્રા પંથકમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ, સોલડી સહિતના ગામોમાં 5-7 વર્ષ પુર્વે પાલનપુર હેડ ઓફીસ ધરાવતી પ્રસિદ્ધિ નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી લી.ની ધ્રાંગધ્રામાં ઓફિસ ખુલી હતી. આ ઓફીસ દ્વારા મહિલાઓને એજન્ટો બનાવાઈ હતી. અને આ મહિલાઓ ગરીબ અને મધ્યમ વર્ગીયની ઓછુ ભણેલી અને ભોળી મહિલાઓને ટારગેટ કરતી હતી. જેમાં દર માસે રૂપીયા 500 ભરો તો પ વર્ષ પછી રૂપિયા 48 હજાર અને દર માસે રૂપિયા 1 હજાર ભરો તો 5 વર્ષ પછી રૂપીયા 98 હજાર પરત મળશે તેવી લોભામણી સ્કીમ દેખાડાતી હતી. જેમાં મહિલાઓ ભવિષ્યમાં આ રૂપીયા દિકરીના લગ્ન કે, સંતાનોના અભ્યાસમાં કામ લાગશે તેમ વિચારી નાણા રોકતા થયા હતા. પરંતુ પાકતી મુદતે કંપનીની ઓફિસને તાળા લાગી ગયા હતા અને કંપની દ્વારા રૂપીયા દેવામાં હાથ ઉંચા કરી દેવાયા હતા. આથી ભોગ બનનાર મહિલાઓ એજન્ટો પાસે દોડી ગઈ હતી. પરંતુ આ બનાવમાં એજન્ટો પોતે પણ છેતરાયા હોવાનું સામે આવ્યુ હતુ. આથી જયેશભાઈ ભીખાભાઈ પટેલ, તારાબેન મનસુખભાઈ ભલગામા, મયુરભાઈ જગદીશભાઈ પનારા, વિનોદભાઈ નાનજીભાઈ વાણીયા સહિતનાઓએ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે અરજી કરી હતી. જેમાં ઉત્તર ગુજરાતના તેજલ નાઈ, રમણભાઈ નાઈ અને મોતીસંગ દરબાર સામે મેથાણના 100થી વધુ લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી કરી હોવાનું જણાવાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમમાં અરજદારોના કરોડો સલવાયા હોવાની વાતે ફરી ચકચાર જગાવી છે.
સમય પૂરો થયા બાદ પહોંચ પણ પાછી લઈ ગયા
કંપનીના એજન્ટો દર માસે રૂપીયા લઈ જતા હતા. અને તેની સામે રૂપીયા ભર્યાની પહોંચ આપતા હતા. જયારે સમય મર્યાદા પુરી થયા બાદ હવે તમને પૈસા મળશે, કાર્યવાહી કરવા માટે બધી પહોંચો લાવો તેમ કહી નાણા ભર્યાની પહોંચો પણ પાછી લઈ ગયા હતા.
પતિએ ના પાડી તોય મહિલાઓએ બચત કરી
મેથાણ ગામની મહિલાઓ પાસે બચતની વાત આવતા તેઓએ ઘરે પોતાના પતિને આ બચત કરવા વિશે જણાવ્યુ હતુ. પરંતુ પતિએ આવી રીતે નાણા રોકવાની સ્પષ્ટ ના પાડી હતી. તેમ છતાં મહિલાઓને ભોળવીને કંપનીના એજન્ટો દ્વારા રૂપીયા પડાવાયા હતા.
બેંક કરતા વધુ વ્યાજની લાલચ આપી
કંપનીની મહિલા એજન્ટો દ્વારા મેથાણ ગામની મહિલાઓએ હાલ બચત કરતો તો સારા નાણા મળશે તેવી લાલચ આપી હતી. જેમાં મહિલાઓએ બેંકમાં રૂપીયા મુકતા હોવાનું જણાવતા એજન્ટોએ બેંક કરતા વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી.
કંપની સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ છે
આ અંગે ધ્રાંગધ્રા સીટી પીઆઈ એમ.યુ.મશીએ જણાવ્યુ કે, પ્રસીધ્ધી નીર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટી સામે સીઆઈડી ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આથી મેથાણના બનાવની અલગથી ફરિયાદ ન થાય. સીઆઈડી ક્રાઈમની ટીમ આ અંગે પણ તપાસ કરશે. જે અંગે વડી કચેરી ખાતે જાણ કરી દેવાઈ છે.
વર્ષ 2015થી કંપનીની શરૂઆત થઈ હતી
ભોગ બનનાર અરજદારોએ પોલીસ મથકે અરજી આપતા પોલીસે પ્રાથમીક તપાસ કરી હતી. જેમાં પ્રસીધ્ધી નિર્માણ મલ્ટી સ્ટેટ ગ્રુપ હાઉસીંગ કો-ઓપરેટીવ સોસાયટીની શરૂઆત વર્ષ 2015થી થઈ હતી. કંપનીની મુખ્ય ઓફિસ પાલનપુરમાં આવેલી છે. જયારે ધ્રાંગધ્રામાં પણ તેઓની બ્રાંચ હતી. પરંતુ તે લાંબા સમયથી બંધ હાલતમાં છે. કંપનીના કોઈ અધીકારીઓ ધ્રાંગધ્રામાં રહેતા ન હતા. જયારે બીજા જિલ્લાઓમાં પણ આ રીતે છેતરપિંડીના બનાવો સામે આવતા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદો થયેલી હોવાનું સામે આવ્યુ હતુ.
મહિલાઓને જ એજન્ટો બનાવી
ચીટ કંપની પ્રસીધ્ધી નીર્માણ દ્વારા ધ્રાંગધ્રા પંથકમાં મહિલાઓને જ એજન્ટો બનાવી હતી. આ મહિલાઓ કોઈ પ્રોફેશનલ ન હતી. પરંતુ મહિલા એજન્ટ હોય તો અન્ય ભોળી મહિલાઓ તેમની વાતોમાં આવી જાય અને બચતના નામે રૂપીયા ખંખેરી શકાય તેવો કંપનીના સંચાલકોનો પ્લાન હતો. કંપનીની મહિલા એજન્ટો કંપનીના રજીસ્ટ્રેશન લેટર સહિતની વિગતો મહિલાઓને દર્શાવતા હતા.