Gandhinagar: BZ કૌભાંડમાં વધુ એક રોકાણકારની ગાંધીનગર CID ક્રાઇમમાં ફરિયાદ
BZ કૌભાંડમાં વધુ એક રોકાણકારે ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે. કપડવંજના ઘઉઆ ગામના રોકાણકાર કમલેશ ચૌહાણે BZ કૌભાંડ મામલે ફરિયાદ નોંધાવી છે.ગાંધીનગર CID ક્રાઇમમાં રોકાણકારની ફરિયાદBZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ 6000 કરોડ કરતા વધુની ઠગાઇ આચરી છે. CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ ઘટનામાં નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. બીજી તરફ BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે અને પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, BZ કૌભાંડમાં વધુ એક રોકાણકારે ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે.10,000 રૂપિયા મંથલી સ્કીમમાં કર્યું હતું રોકાણBZ ગૃપ ફ્રોડ મામલે વધુ એક રોકાણકારે ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે. કપડવંજના ઘઉઆ ગામના રોકાણકાર કમલેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ માલપુરના એજન્ટ મયુર દરજીના કહેવાથી 17-06-24 એ રૂપિયા 10,000 મન્થલી 3% વાળી અંતર્ગત સ્કીમમાં રોકાણ કર્યું હતું. મયુર દરજી પાસે એગ્રીમેન્ટ માંગતા ગલ્લાંતલ્લાં કર્યા હતા જે બાદ ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.BZ ગ્રુપના રોકાણકારોને નથી મળ્યું પેમેન્ટ BZ ગ્રુપમાં દર મહિનાની 5 તારીખે રોકાણકારોને પેમેન્ટ મળતું હોય છે પણ હજુ સુધી રોકાણકારોને પેમેન્ટ મળ્યું નથી. BZ ગ્રુપમાં રોકાણ કરેલા રોકાણકારોને 2 વિકલ્પ આપવામાં આવતા હતા જેમાં એક વિકલ્પ તરીકે દર મહિનાની 5 તારીખે સવારે 5 વાગ્યે પોતાના એકાઉન્ટમાં રોકાણનું વળતર મળશે અને બીજા વિકલ્પમાં દર મહિનાની તારીખ 15 કે 20મીએ કેશ વળતર મળશે.જોકે, 5 ડિસેમ્બર થઇ હોવા છતા રોકાણકારોના ખાતામાં પોતે રોકેલા રૂપિયાનું વળતર એટલે કે વ્યાજ આવ્યું નથી જેને લઇને રોકાણકારોમાં ચિંતા વધી છે.રોકાણકારો હવે BZ ગ્રુપ સામે ફરિયાદ કરવા માટે બહાર આવી શકે છે.BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ CIDમાં ગુનો નોંધાયો BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. અલગ અલગ જગ્યાઓ પર ઓફિસ ખોલીને અનેક લોકો પાસે રોકાણ કરાવતા હતા. દર મહિને 5થી 30 ટકા રોકાણના નામે આ કંપનીઓ દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હતી. ચેઇન બનાવવાનું જણાવી રોકાણકારોને લાલચ આપીને ખુલ્લેઆમ લૂંટવામાં આવતા હતા. BZ ગ્રુપ સાથે સંકળાયેલી આ કંપનીઓએ 50 કરોડ જેટલું રોકાણ કરી રોકાણકારોને પૈસા ના આપીને ઠગાઇ આચરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
BZ કૌભાંડમાં વધુ એક રોકાણકારે ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે. કપડવંજના ઘઉઆ ગામના રોકાણકાર કમલેશ ચૌહાણે BZ કૌભાંડ મામલે ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગર CID ક્રાઇમમાં રોકાણકારની ફરિયાદ
BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ 6000 કરોડ કરતા વધુની ઠગાઇ આચરી છે. CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ ઘટનામાં નવા નવા ખુલાસા થઇ રહ્યાં છે. બીજી તરફ BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે અને પોતાને ફસાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે, BZ કૌભાંડમાં વધુ એક રોકાણકારે ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે.
10,000 રૂપિયા મંથલી સ્કીમમાં કર્યું હતું રોકાણ
BZ ગૃપ ફ્રોડ મામલે વધુ એક રોકાણકારે ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે. કપડવંજના ઘઉઆ ગામના રોકાણકાર કમલેશ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ માલપુરના એજન્ટ મયુર દરજીના કહેવાથી 17-06-24 એ રૂપિયા 10,000 મન્થલી 3% વાળી અંતર્ગત સ્કીમમાં રોકાણ કર્યું હતું. મયુર દરજી પાસે એગ્રીમેન્ટ માંગતા ગલ્લાંતલ્લાં કર્યા હતા જે બાદ ગાંધીનગર CID ક્રાઇમમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
BZ ગ્રુપના રોકાણકારોને નથી મળ્યું પેમેન્ટ
BZ ગ્રુપમાં દર મહિનાની 5 તારીખે રોકાણકારોને પેમેન્ટ મળતું હોય છે પણ હજુ સુધી રોકાણકારોને પેમેન્ટ મળ્યું નથી. BZ ગ્રુપમાં રોકાણ કરેલા રોકાણકારોને 2 વિકલ્પ આપવામાં આવતા હતા જેમાં એક વિકલ્પ તરીકે દર મહિનાની 5 તારીખે સવારે 5 વાગ્યે પોતાના એકાઉન્ટમાં રોકાણનું વળતર મળશે અને બીજા વિકલ્પમાં દર મહિનાની તારીખ 15 કે 20મીએ કેશ વળતર મળશે.જોકે, 5 ડિસેમ્બર થઇ હોવા છતા રોકાણકારોના ખાતામાં પોતે રોકેલા રૂપિયાનું વળતર એટલે કે વ્યાજ આવ્યું નથી જેને લઇને રોકાણકારોમાં ચિંતા વધી છે.રોકાણકારો હવે BZ ગ્રુપ સામે ફરિયાદ કરવા માટે બહાર આવી શકે છે.
BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ CIDમાં ગુનો નોંધાયો
BZ ગ્રુપ સાથે સંકળાયેલી કંપનીઓ સામે પણ CID ક્રાઇમમાં ગુનો નોંધાયો છે. અલગ અલગ જગ્યાઓ પર ઓફિસ ખોલીને અનેક લોકો પાસે રોકાણ કરાવતા હતા. દર મહિને 5થી 30 ટકા રોકાણના નામે આ કંપનીઓ દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હતી. ચેઇન બનાવવાનું જણાવી રોકાણકારોને લાલચ આપીને ખુલ્લેઆમ લૂંટવામાં આવતા હતા. BZ ગ્રુપ સાથે સંકળાયેલી આ કંપનીઓએ 50 કરોડ જેટલું રોકાણ કરી રોકાણકારોને પૈસા ના આપીને ઠગાઇ આચરી છે.