Vadodaraના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલને લોકોએ કહ્યું, "જય શ્રી રામ અહીયાંથી જાઓ"
વડોદરામાં પૂરની સ્થિતિને લઇ લોકોમાં આક્રોશ MLA બાળકૃષ્ણ શુક્લ લોકોના રોષનો ભોગ બન્યા સમા વિસ્તારના અજિતાનગર પહોંચ્યા હતા વડોદરામાં પૂરની સ્થિતિને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ લોકોની વચ્ચે પહોંચતા સ્થાનિકો અકળાયા હતા,સ્થાનિકોએ ધારાસભ્યને બે હાથ જોડીને કહ્યુ,જયશ્રી રામ અહીંયાથી જાવ,પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી,તો લોકોનો રોષ જોઈને નેતાએ ચાલતી પકડી હતી. લોકો અકળાયા ધારાસભ્ય પર વડોદરાના સમા વિસ્તારના અજિતાનગરમાં ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ પહોંચતા લોકો તેમની પર ગુસ્સે ભરાયા હતા.સ્થાનિકોએ કહ્યું કે અમારે તમારી કોઈ મદદની કે વસ્તુની જરૂર નથી,હવે પાણી ઉતરી ગયા છે,સ્થાનિકોએ ધારાસભ્યની કોઈ વાત સાંભળી નહી અને બે હાથ જોડીને કહ્યું,તમે અહીંથી ચાલતી પકડો તો ધારાસભ્ય ચૂપચાપ નિકળી ગયા હતા,વડોદરા ભાજપના પ્રમુખ ડો.વિજય શાહ પણ તેમની સાથે હતા.પણ લોકોનો આક્રોશ જોઈને કોઈ પણ નેતા ત્યાં ઉભા રહી શકયા ન હતા. વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો છે. જેમાં પૂરના પાણી ફરી વળતા પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી કર્મચારીઓ પાણી કાઢતા હતા. બે યુવાન કર્મચારીઓના મોત થતા પરિવારમાં ઘેરો શોક છે. પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ તરીકે યુવાનો ફરજ બજાવતા હતા. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બંને યુવાનોના પોસ્ટમોર્ટમ થયા પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે 17000 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો વડોદરામાં 3 દિવસ થયા છતાં હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી. ઘર, દુકાન, રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં થોડો ઘટાડો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી 35.35 ફૂટથી ઘટીને 32.50 ફૂટ થઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરામાં પૂરની સ્થિતિને લઇ લોકોમાં આક્રોશ
- MLA બાળકૃષ્ણ શુક્લ લોકોના રોષનો ભોગ બન્યા
- સમા વિસ્તારના અજિતાનગર પહોંચ્યા હતા
વડોદરામાં પૂરની સ્થિતિને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ લોકોની વચ્ચે પહોંચતા સ્થાનિકો અકળાયા હતા,સ્થાનિકોએ ધારાસભ્યને બે હાથ જોડીને કહ્યુ,જયશ્રી રામ અહીંયાથી જાવ,પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી,તો લોકોનો રોષ જોઈને નેતાએ ચાલતી પકડી હતી.
લોકો અકળાયા ધારાસભ્ય પર
વડોદરાના સમા વિસ્તારના અજિતાનગરમાં ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ પહોંચતા લોકો તેમની પર ગુસ્સે ભરાયા હતા.સ્થાનિકોએ કહ્યું કે અમારે તમારી કોઈ મદદની કે વસ્તુની જરૂર નથી,હવે પાણી ઉતરી ગયા છે,સ્થાનિકોએ ધારાસભ્યની કોઈ વાત સાંભળી નહી અને બે હાથ જોડીને કહ્યું,તમે અહીંથી ચાલતી પકડો તો ધારાસભ્ય ચૂપચાપ નિકળી ગયા હતા,વડોદરા ભાજપના પ્રમુખ ડો.વિજય શાહ પણ તેમની સાથે હતા.પણ લોકોનો આક્રોશ જોઈને કોઈ પણ નેતા ત્યાં ઉભા રહી શકયા ન હતા.
વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો
વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ બનાવ બન્યો છે. જેમાં પૂરના પાણી ફરી વળતા પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાંથી કર્મચારીઓ પાણી કાઢતા હતા. બે યુવાન કર્મચારીઓના મોત થતા પરિવારમાં ઘેરો શોક છે. પાર્ટી પ્લોટમાં મેનેજર અને સિક્યોરિટી ગાર્ડ તરીકે યુવાનો ફરજ બજાવતા હતા. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બંને યુવાનોના પોસ્ટમોર્ટમ થયા પછી જ મોતનું સાચુ કારણ જાણી શકાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે 17000 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો
વડોદરામાં 3 દિવસ થયા છતાં હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી. ઘર, દુકાન, રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં થોડો ઘટાડો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી 35.35 ફૂટથી ઘટીને 32.50 ફૂટ થઈ છે.