Ahmedabad BJPના મણિનગરના કાર્યકર્તાઓએ રાજકીય શોકની વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી કરી
અમદાવાદના મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ વિવાદમાં આવ્યા છે જેમાં એક તરફ દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય શોકની વચ્ચે ભાજપમાં ઉજવણીથી વિવાદ સર્જાયો છે,વોર્ડ પ્રમુખની જાહેરાત થતા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મણિનગરના MLA અમુલ ભટ્ટે ફટાકડા ફોડયા અને જાહેરમાં ગરબે ઘુમ્યા હતા તો ઢોલ-નગારાની સાથે આ ઉજવણી કરવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાહેરમાં ઢોલ-નગારા વગાડયા વડાપ્રધાન મનમોહનસિંઘનું અવસાન થતા દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ શોક જાહેર થયા પછી કોઇ સરકારી કાર્યક્રમ કે જાહેર કાર્યક્રમ થઇ શકે નહીં,કેટલાક કિસ્સામાં સામાજિક સંગઠન પણ નૈતિકતાના ધોરણે કાર્યક્રમ બંધ રાખ્યા છે તેમ કોંગ્રેસનું કહેવું છે. આમછતા મણિનગરના વોર્ડ પ્રમુખ જાહેર થતા તેની ઉજવણી મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની હાજરીમાં ફટાકડા અને ઢોલ નગારા વગાડીને કરવામાં આવી હતી. જાણો રાજકીય શોક એટલે શું દેશમાં જ્યારે કોઈ મોટા નેતા, કલાકાર કે ફેમસ હસ્તીનું નિધન થાય, જેમણે પોતાના જીવનમાં રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, ત્યારે તેમના નિધન પર રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવે છે. દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત અગાઉ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર પણ રાજ્ય શોક જાહેર કરી શકે છે. દેશના તમામ રાજ્યો હવે પોતે જ નક્કી કરી શકે છે કે કોને રાજકીય સન્માન આપવું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ વિવાદમાં આવ્યા છે જેમાં એક તરફ દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય શોકની વચ્ચે ભાજપમાં ઉજવણીથી વિવાદ સર્જાયો છે,વોર્ડ પ્રમુખની જાહેરાત થતા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મણિનગરના MLA અમુલ ભટ્ટે ફટાકડા ફોડયા અને જાહેરમાં ગરબે ઘુમ્યા હતા તો ઢોલ-નગારાની સાથે આ ઉજવણી કરવામાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
જાહેરમાં ઢોલ-નગારા વગાડયા
વડાપ્રધાન મનમોહનસિંઘનું અવસાન થતા દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ શોક જાહેર થયા પછી કોઇ સરકારી કાર્યક્રમ કે જાહેર કાર્યક્રમ થઇ શકે નહીં,કેટલાક કિસ્સામાં સામાજિક સંગઠન પણ નૈતિકતાના ધોરણે કાર્યક્રમ બંધ રાખ્યા છે તેમ કોંગ્રેસનું કહેવું છે. આમછતા મણિનગરના વોર્ડ પ્રમુખ જાહેર થતા તેની ઉજવણી મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની હાજરીમાં ફટાકડા અને ઢોલ નગારા વગાડીને કરવામાં આવી હતી.
જાણો રાજકીય શોક એટલે શું
દેશમાં જ્યારે કોઈ મોટા નેતા, કલાકાર કે ફેમસ હસ્તીનું નિધન થાય, જેમણે પોતાના જીવનમાં રાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે, ત્યારે તેમના નિધન પર રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવે છે. દેશમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત અગાઉ ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજ્ય સરકાર પણ રાજ્ય શોક જાહેર કરી શકે છે. દેશના તમામ રાજ્યો હવે પોતે જ નક્કી કરી શકે છે કે કોને રાજકીય સન્માન આપવું છે.