નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 23 ટકાનો વધારો થવાની સંભાવના, 200 તબીબો સહિતનો સ્ટાફ રાત્રે ખડેપગ રહેશે

Ahmedabad: નવરાત્રિ દરમિયાન વાહન અકસ્માત વધી જાય છે. અમદાવાદમાં સામાન્ય દિવસો કરતાં નવરાત્રિમાં વાહન અકસ્માતમાં ગત વર્ષે 23 ટકા જેટલો વધારો નોંધાયો હતો. શ્વાસ, હૃદય, બ્લડપ્રેશર, ડાયાબિટિસના દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ: ડોક્ટરોનવરાત્રિના પર્વમાં ખાસ કરીને હૃદય અને શ્વાસના દર્દીઓએ પણ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.   નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓના સ્વાસ્થ્યની સ્થિતિની પહોંચી વળવા માટે સિવિલ અને સોલા સિવિલમાં તબીબો સહિત 200નો સ્ટાફ તૈનાત રહેશે, જે પૈકી સિવિલમાં 150 અને સોલા સિવિલમાં 50નો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવા આપશે.આ પણ વાંચો: NEET સ્ટુડન્ટ્સ માટે ગૂડ ન્યૂઝ, ગુજરાતમાં 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે, 10 શરતોનું કરવું પડશે પાલનનવરાત્રિમાં એલર્જી, શ્વાસને લગતી તકલીફ હોય તો ખાસ ઘ્યાન રાખવું સિવિલમાં ઓર્થોપેડિક, ઈએનટી સહિતના એક એક ડોક્ટર સહિતનો સ્ટાફ ઈમરજન્સીમાં ખડેપગે તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, ‘નવરાત્રિમાં એલર્જી, શ્વાસને લગતી તકલીફ હોય તો ખાસ ઘ્યાન રાખવું જોઈએ. કેમકે, ગરબા વખતે ધૂળ ઉડવાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. ગભરામણ થાય, ચક્કર આવતાં હોય, છાતીમાં દુખાવા જેવું લાગે તો તુરંત જ ગરબા રમવાનું બંધ કરી, સારવાર મેળવવી જોઈએ. ડાબાબિટિસ, બ્લડ પ્રેશર જેવી તકલીફ હોય તો વધારે લાંબો સમય ગરબા ના રમે તે હિતાવહ છે.’ 

નવરાત્રિમાં વાહન અકસ્માતમાં 23 ટકાનો વધારો થવાની સંભાવના, 200 તબીબો સહિતનો સ્ટાફ રાત્રે ખડેપગ રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

navratri in Ahmedabad

Ahmedabad: નવરાત્રિ દરમિયાન વાહન અકસ્માત વધી જાય છે. અમદાવાદમાં સામાન્ય દિવસો કરતાં નવરાત્રિમાં વાહન અકસ્માતમાં ગત વર્ષે 23 ટકા જેટલો વધારો નોંધાયો હતો. 

શ્વાસ, હૃદય, બ્લડપ્રેશર, ડાયાબિટિસના દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ: ડોક્ટરો

નવરાત્રિના પર્વમાં ખાસ કરીને હૃદય અને શ્વાસના દર્દીઓએ પણ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.   નવરાત્રિ પર્વમાં ખેલૈયાઓના સ્વાસ્થ્યની સ્થિતિની પહોંચી વળવા માટે સિવિલ અને સોલા સિવિલમાં તબીબો સહિત 200નો સ્ટાફ તૈનાત રહેશે, જે પૈકી સિવિલમાં 150 અને સોલા સિવિલમાં 50નો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવા આપશે.

આ પણ વાંચો: NEET સ્ટુડન્ટ્સ માટે ગૂડ ન્યૂઝ, ગુજરાતમાં 7 નવી મેડિકલ કોલેજ શરૂ થશે, 10 શરતોનું કરવું પડશે પાલન

નવરાત્રિમાં એલર્જી, શ્વાસને લગતી તકલીફ હોય તો ખાસ ઘ્યાન રાખવું 

સિવિલમાં ઓર્થોપેડિક, ઈએનટી સહિતના એક એક ડોક્ટર સહિતનો સ્ટાફ ઈમરજન્સીમાં ખડેપગે તૈનાત રહેશે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, ‘નવરાત્રિમાં એલર્જી, શ્વાસને લગતી તકલીફ હોય તો ખાસ ઘ્યાન રાખવું જોઈએ. કેમકે, ગરબા વખતે ધૂળ ઉડવાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. ગભરામણ થાય, ચક્કર આવતાં હોય, છાતીમાં દુખાવા જેવું લાગે તો તુરંત જ ગરબા રમવાનું બંધ કરી, સારવાર મેળવવી જોઈએ. ડાબાબિટિસ, બ્લડ પ્રેશર જેવી તકલીફ હોય તો વધારે લાંબો સમય ગરબા ના રમે તે હિતાવહ છે.’