Surendranagar: સાયલામાં ભાદર નદીના કાંઠે ખેતરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

સુરેન્દ્રનગરના સાયલામાં ભાદર નદીના કાંઠે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. LCBએ 2800 લીટર આથો, 525 લીટર દારૂ સહિત 1.75 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ પડ્તા દારૂની ભઠ્ઠી ચલાવનાર ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.સુરેન્દ્રનગરના સાયલાના નડાળા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. ધજાળા પોલીસને અંધારામાં રાખી એલસીબી ત્રાટકી હતી. ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બૂટલેગરો બેફામ બન્યા છે. તેવામાં ભાદર નદીના કાંઠે આવેલ વાડીમાં ભઠ્ઠી ધમધમતી હતી. સ્થાનિક શખ્સ પોતાની વાડીમાં દેશીની ભઠ્ઠી ચલાવતો હતો. આરોપી બુટલેગર પોલીસની ગંધ પારખી અગાઉથી છૂમંતર થઇ ગયો હતો. એલસીબીના દરોડામાં 2800 લીટર આથો, 525 લીટર દારૂ ઝડપાયો છે. દારૂની ભથ્થીમાંથી 1.75 લાખનો જથ્થો મળી આવ્યો છે. અવાર નવાર આ વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ સુરેન્દ્રનગરના વખતપર ગામ પાસે ઇંગ્લિશ દારૂના કટિંગ અંગેની બાતમી સાયલા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. એ સમયે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું. જેમાંથી વિદેશી દારૂની 900 પેટી મળી આવી હતી. પોલીસે ટેન્કર અને બે પીક-અપ ડાલા પણ ઝડપી પાડ્યા હતા. આ દરોડો દરમિયાન સાયલા પોલીસે 59.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે દરોડા વખતે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. સાયલા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Surendranagar: સાયલામાં ભાદર નદીના કાંઠે ખેતરમાં ધમધમતી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગરના સાયલામાં ભાદર નદીના કાંઠે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. LCBએ 2800 લીટર આથો, 525 લીટર દારૂ સહિત 1.75 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રેડ પડ્તા દારૂની ભઠ્ઠી ચલાવનાર ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

સુરેન્દ્રનગરના સાયલાના નડાળા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. ધજાળા પોલીસને અંધારામાં રાખી એલસીબી ત્રાટકી હતી. ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં બૂટલેગરો બેફામ બન્યા છે. તેવામાં ભાદર નદીના કાંઠે આવેલ વાડીમાં ભઠ્ઠી ધમધમતી હતી. સ્થાનિક શખ્સ પોતાની વાડીમાં દેશીની ભઠ્ઠી ચલાવતો હતો. આરોપી બુટલેગર પોલીસની ગંધ પારખી અગાઉથી છૂમંતર થઇ ગયો હતો. એલસીબીના દરોડામાં 2800 લીટર આથો, 525 લીટર દારૂ ઝડપાયો છે. દારૂની ભથ્થીમાંથી 1.75 લાખનો જથ્થો મળી આવ્યો છે. અવાર નવાર આ વિસ્તારમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઇ છે. સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

અગાઉ સુરેન્દ્રનગરના વખતપર ગામ પાસે ઇંગ્લિશ દારૂના કટિંગ અંગેની બાતમી સાયલા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. એ સમયે વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું હતું. જેમાંથી વિદેશી દારૂની 900 પેટી મળી આવી હતી. પોલીસે ટેન્કર અને બે પીક-અપ ડાલા પણ ઝડપી પાડ્યા હતા. આ દરોડો દરમિયાન સાયલા પોલીસે 59.92 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે દરોડા વખતે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. સાયલા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.