કોલકાતાની ઘટનાના વિરોધમાં ડોક્ટરો દ્વારા નાટક ભજવાયું

 વડોદરા,કોલકાતા રેપ વિથ  મર્ડરના વિરોધમાં આજે નુક્કડ નાટક કરીને ડોક્ટરોે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દરમિયાન ડોક્ટોરની સુરક્ષાના મુદ્દે સયાજી હોસ્પિટલમાં બેનર લગાડવામાં આવ્યા હતા.હોસ્પિટલોમાં સુરક્ષાના મુદ્દે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ આજે પણ અલગ - અલગ કાર્યક્રમો યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે ડોક્ટરો દ્વારા રામધૂન અને ગીતો ગાવામાં આવ્યા હતા. જ્યારે બપોર પછી નુક્કડ નાટકો ભજી ડીનને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જ્યારે સયાજી હોસ્પિટલમાં  પણ નુક્કડ નાટક કરી ડીન ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં વીડિયો અને ફોટોગ્રાફીની મનાઇ ફરમાવતા તેમજ ડોક્ટરો પર  હુમલામાં કરવામાં આવતી કાનૂની કાર્યવાહી અંગેના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા.સયાજી હોસ્પિટલમાં ડીનની ઓફિસની બહાર જ ડ્રેનેજ ઉભરાતી હતી. જેના કારણે ગંદકી ફેલાઇ હતી. આવતીકાલે સયાજી હોસ્પિટલના ડોક્ટરો રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર જશે.

કોલકાતાની ઘટનાના વિરોધમાં ડોક્ટરો દ્વારા નાટક ભજવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,કોલકાતા રેપ વિથ  મર્ડરના વિરોધમાં આજે નુક્કડ નાટક કરીને ડોક્ટરોે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દરમિયાન ડોક્ટોરની સુરક્ષાના મુદ્દે સયાજી હોસ્પિટલમાં બેનર લગાડવામાં આવ્યા હતા.

હોસ્પિટલોમાં સુરક્ષાના મુદ્દે હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ આજે પણ અલગ - અલગ કાર્યક્રમો યોજીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગોત્રી હોસ્પિટલમાં આજે સવારે ડોક્ટરો દ્વારા રામધૂન અને ગીતો ગાવામાં આવ્યા હતા. જ્યારે બપોર પછી નુક્કડ નાટકો ભજી ડીનને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જ્યારે સયાજી હોસ્પિટલમાં  પણ નુક્કડ નાટક કરી ડીન ઓફિસની બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં વીડિયો અને ફોટોગ્રાફીની મનાઇ ફરમાવતા તેમજ ડોક્ટરો પર  હુમલામાં કરવામાં આવતી કાનૂની કાર્યવાહી અંગેના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા.

સયાજી હોસ્પિટલમાં ડીનની ઓફિસની બહાર જ ડ્રેનેજ ઉભરાતી હતી. જેના કારણે ગંદકી ફેલાઇ હતી. આવતીકાલે સયાજી હોસ્પિટલના ડોક્ટરો રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર જશે.