BZ Group Scam: BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લાની હદમાંથી થઈ ધરપકડ

BZ કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાની હદમાં આવેલા વિસનગરના દવાડા ગામથી BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની CID ક્રાઈમે ધરપકડ કરી છે. BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઈની ઓફિસ લવાયો છે. હાલમાં 2 IPS અઘિકારીઓ સહિત CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડ આરોપી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરી છે.અરવલ્લીનાં BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો. જો કે, હવે CID ક્રાઇમે મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર પહોંચી છે. અત્યાર સુધીની તપાસમાં કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં રિમાન્ડમાં સૌથી મોટા ખુલાસા થઇ શકે છે.ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ અંગે CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડનું નિવેદન BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ મામલે CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમની ટીમ ભૂપેન્દ્ર ઝાલાને શોધતી હતી. એક મહિના સુધી ક્યાં હતો તે પૂછપરછ બાદ ખબર પડશે. ભૂપેન્દ્ર ઝાલાને કોણે મદદ કરી તેની તપાસ થશે. કોઇને ફરિયાદ હોય તો ગાંધીનગર આવી ફરિયાદ કરી શકે છે. રાજ્યભરમાં 6 હજાર કરોડથી વધુના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહની મહેસાણા જિલ્લાની હદમાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, CID ક્રાઇમે BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લામાંથી ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. દવાડા ગામથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે. BZના સંચાલકની ધરપકડ બાદ હવે CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કોણ અને આ કૌભાંડ આચરવામાં કોનો મોટો હાથ છે તે દિશામાં પૂછપરછ સાથે તપાસનો ધમધમાટ શરૂ.ઝાલાના કેટલા બેંક એકાઉન્ટ મળ્યાપોલીસ તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની જુદી જુદી ફર્મના HDFC, IDFC, યશ બેંક, ICICI, AU સ્મોલ બેંક, એક્સિસ બેંક, હિંમતનગર નાગરીક બેંક સહિતની બેંકમાં 27 ખાતા મળી આવ્યા છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલાના નામના સાત બેંક એકાઉન્ટ છે, BZ ફાઇનાન્સ સર્વિસના ચાર, BZ પ્રોફિટ પ્લસના ત્રણ, પ્રભાત ઝાલાના 3, BZ મલ્ટી ટ્રેડનું એક, રણજિત ઝાલાના ચાર, BZ ઇન્ટરનેશનલ બુકિંગ પ્રા.લી.ના ત્રણ, મધુબેન ઝાલાનું એક અને BZ ટ્રેડર્સના ત્રણ મળી કુલ સાત ખાતા મળ્યા છે. ઝાલાની જુદી જુદી કંપનીની વર્ષ 2023-24માં 137.22 કરોડની ડિપોઝિટ મળી આવી છે.તો બીજી તરફ BZ ફાઇનાન્સના કૌભાંડને લઈને કોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. CID ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કોર્ટમાં કર્યો હતો. પોલીસ તપાસમાં અત્યારસુધી 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પકડાયેલા 6 આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી એમ ત્રિવેદી દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી.

BZ Group Scam: BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લાની હદમાંથી થઈ ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BZ કૌભાંડ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાની હદમાં આવેલા વિસનગરના દવાડા ગામથી BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની CID ક્રાઈમે ધરપકડ કરી છે. BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાને CID ક્રાઈની ઓફિસ લવાયો છે. હાલમાં 2 IPS અઘિકારીઓ સહિત CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડ આરોપી ભૂપેન્દ્ર ઝાલાની પૂછપરછ કરી છે.

અરવલ્લીનાં BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો. જો કે, હવે CID ક્રાઇમે મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર પહોંચી છે. અત્યાર સુધીની તપાસમાં કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં રિમાન્ડમાં સૌથી મોટા ખુલાસા થઇ શકે છે.

ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ અંગે CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડનું નિવેદન

BZના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ મામલે CID ક્રાઇમના વડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, સીઆઇડી ક્રાઇમની ટીમ ભૂપેન્દ્ર ઝાલાને શોધતી હતી. એક મહિના સુધી ક્યાં હતો તે પૂછપરછ બાદ ખબર પડશે. ભૂપેન્દ્ર ઝાલાને કોણે મદદ કરી તેની તપાસ થશે. કોઇને ફરિયાદ હોય તો ગાંધીનગર આવી ફરિયાદ કરી શકે છે.

રાજ્યભરમાં 6 હજાર કરોડથી વધુના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહની મહેસાણા જિલ્લાની હદમાંથી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, CID ક્રાઇમે BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લામાંથી ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. દવાડા ગામથી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરાઈ છે. BZના સંચાલકની ધરપકડ બાદ હવે CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કોણ અને આ કૌભાંડ આચરવામાં કોનો મોટો હાથ છે તે દિશામાં પૂછપરછ સાથે તપાસનો ધમધમાટ શરૂ.

ઝાલાના કેટલા બેંક એકાઉન્ટ મળ્યા

પોલીસ તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની જુદી જુદી ફર્મના HDFC, IDFC, યશ બેંક, ICICI, AU સ્મોલ બેંક, એક્સિસ બેંક, હિંમતનગર નાગરીક બેંક સહિતની બેંકમાં 27 ખાતા મળી આવ્યા છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલાના નામના સાત બેંક એકાઉન્ટ છે, BZ ફાઇનાન્સ સર્વિસના ચાર, BZ પ્રોફિટ પ્લસના ત્રણ, પ્રભાત ઝાલાના 3, BZ મલ્ટી ટ્રેડનું એક, રણજિત ઝાલાના ચાર, BZ ઇન્ટરનેશનલ બુકિંગ પ્રા.લી.ના ત્રણ, મધુબેન ઝાલાનું એક અને BZ ટ્રેડર્સના ત્રણ મળી કુલ સાત ખાતા મળ્યા છે. ઝાલાની જુદી જુદી કંપનીની વર્ષ 2023-24માં 137.22 કરોડની ડિપોઝિટ મળી આવી છે.

તો બીજી તરફ BZ ફાઇનાન્સના કૌભાંડને લઈને કોર્ટમાં મહત્વના ખુલાસા થયા છે. CID ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કોર્ટમાં કર્યો હતો. પોલીસ તપાસમાં અત્યારસુધી 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52,00,00,000 રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પકડાયેલા 6 આરોપીની જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પી એમ ત્રિવેદી દ્વારા કોર્ટમાં દલીલ કરી હતી.