BZ Group Scam: ભૂપેન્દ્ર ઝાલાની અટકાયતથી રોકાણકારોમાં ફફડાટ, અનેક રહસ્યોનો ખુલશે ભેદ

6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાની અટકાયતથી રોકાણકારોમાં ડર વ્યાપ્યો છે. 21 લાખના બે રોકાણકારો સામે આવ્યા છે. બે રોકાણકારે મોબાઇલ પર વિગતો જાહેર કરી છે. લક્ઝુરિયસ લાઈફ જીવતો મહાકૌભાંડી ભૂપેન્દ્રિસંહ ઝાલા આખરે પકડાયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના ધર્મના ભાઈના મહેસાણામાં આવેલા ફાર્મહાઉસની એક નાનકડી ઓરડીમાં છુપાયો હતો. બી ઝેડ કૌભાંડમાં ઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી તેની પૂછપરછ કરાઈ હતી. ડિઆઈજી પરિક્ષીતા રાઠોડ, એસપી હિમાંશુ વર્મા સહીત અધિકારીઓએ કડક પૂછપરછ કરી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકો કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. 6,000 કરોડ રૂપિયાની ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે. હજુ કેટલાય રોકાણકારોને સોશિયલ મીડિયા દ્વારા ધાક ધમકી અપાઈ રહી છે. તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાની અટકાયતથી રોકાણકારો પણ ભયભિત બન્યા છે. 21 લાખના બે રોકાણકારો સામે આવ્યા છે. કેટલાક એજન્ટો દ્વારા રોકાણકારોને ધાક ધમકી આપવામાં આવી રહી છે. બે રોકાણકાર મોબાઈલ ઉપર વિગતો જાહેર કરી છે. રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની CID ક્રાઇમે ધરપકડ કરી છે. કિરણસિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણસિંહે ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી તપાસ આદરી છે. ભુપેન્દ્રસિંહને શરણ આપી છૂપાવવામાં મદદ કરનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી લીધી છે. તેના અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે. જો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં ના આવી હોત તો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ તેના મસૂબા પૂર્ણ થાય તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ તેની સાથે તેને આશરો આપનારા કિરણસિંહ ચૌહાણની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છુપાયો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ અંગે CID ક્રાઈમનું નિવેદનભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ક્યાં રોકાયો તેની તપાસ ચાલે છે. દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા 15 દિવસથી ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી ફરાર હત. `દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો. સમગ્ર મામલે અરજદારોની ફરિયાદ પણ લેવાશે. ફરિયાદીઓ CID ક્રાઈમની EOW ઓફિસમાં ફરિયાદ કરી શકશે. અરજદારો ફરિયાદ આપે તો ફરિયાદ લેવાશે. ફાર્મ હાઉસ કોનું છે તે અંગે માહિતી નથી. અરજદારોને રૂપિયા પાછા મળશે કે તે અંગે હવે પૂછપરછમાં સામે આવશે.6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તે ઝડપાયો છે. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે. 

BZ Group Scam: ભૂપેન્દ્ર ઝાલાની અટકાયતથી રોકાણકારોમાં ફફડાટ, અનેક રહસ્યોનો ખુલશે ભેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાની અટકાયતથી રોકાણકારોમાં ડર વ્યાપ્યો છે. 21 લાખના બે રોકાણકારો સામે આવ્યા છે. બે રોકાણકારે મોબાઇલ પર વિગતો જાહેર કરી છે. 

લક્ઝુરિયસ લાઈફ જીવતો મહાકૌભાંડી ભૂપેન્દ્રિસંહ ઝાલા આખરે પકડાયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના ધર્મના ભાઈના મહેસાણામાં આવેલા ફાર્મહાઉસની એક નાનકડી ઓરડીમાં છુપાયો હતો. બી ઝેડ કૌભાંડમાં ઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ મોડી રાત સુધી તેની પૂછપરછ કરાઈ હતી. ડિઆઈજી પરિક્ષીતા રાઠોડ, એસપી હિમાંશુ વર્મા સહીત અધિકારીઓએ કડક પૂછપરછ કરી હતી. 

ભુપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકો કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. 6,000 કરોડ રૂપિયાની ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે. હજુ કેટલાય રોકાણકારોને સોશિયલ મીડિયા દ્વારા ધાક ધમકી અપાઈ રહી છે. તેવામાં ભુપેન્દ્રસિંહ ઝાલાની અટકાયતથી રોકાણકારો પણ ભયભિત બન્યા છે. 21 લાખના બે રોકાણકારો સામે આવ્યા છે. કેટલાક એજન્ટો દ્વારા રોકાણકારોને ધાક ધમકી આપવામાં આવી રહી છે. બે રોકાણકાર મોબાઈલ ઉપર વિગતો જાહેર કરી છે. 

રૂ.6000 કરોડની પોન્ઝી સ્કીમના આરોપીને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ

ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા રૂ.6000 કરોડના BZ ગ્રૂપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના સાત આરોપીઓની ધરપકડ બાદ હવે મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની CID ક્રાઇમે ધરપકડ કરી છે. કિરણસિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણસિંહે ભુપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. CID ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી તપાસ આદરી છે. ભુપેન્દ્રસિંહને શરણ આપી છૂપાવવામાં મદદ કરનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈ કાલે ક્રાઈમ બ્રાન્ચે ઘરપકડ કરી લીધી છે. તેના અત્યારે પુછપરછ કરવામાં આવી રહીં છે. જો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં ના આવી હોત તો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતો. પરંતુ તેના મસૂબા પૂર્ણ થાય તે પહેલા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ તેની સાથે તેને આશરો આપનારા કિરણસિંહ ચૌહાણની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં છુપાયો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ અંગે CID ક્રાઈમનું નિવેદન

ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ પર CID ક્રાઈમના DIG પરીક્ષિતા રાઠોડનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ક્યાં રોકાયો તેની તપાસ ચાલે છે. દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા 15 દિવસથી ફાર્મ હાઉસમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી ફરાર હત. `દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો. સમગ્ર મામલે અરજદારોની ફરિયાદ પણ લેવાશે. ફરિયાદીઓ CID ક્રાઈમની EOW ઓફિસમાં ફરિયાદ કરી શકશે. અરજદારો ફરિયાદ આપે તો ફરિયાદ લેવાશે. ફાર્મ હાઉસ કોનું છે તે અંગે માહિતી નથી. અરજદારોને રૂપિયા પાછા મળશે કે તે અંગે હવે પૂછપરછમાં સામે આવશે.

6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં નવેમ્બર મહિનામાં દરોડા પડ્યા હતા. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી. BZનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. બે નંબરના રૂપિયાથી કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી. લોકોની મરણ મૂડી લઈને મહાઠગ ભૂપેન્દ્ર ફરાર થઈ ગયો હતો પરંતુ હવે તે ઝડપાયો છે. ભોળી જનતાને મહાગઠિયાએ 6 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે.