Junagadhમાં ગીરનાર રોપ-વે કરાયો બંધ, પવનની ગતિ વધતા લેવાયો મહત્વનો નિર્ણય

Dec 28, 2024 - 14:00
Junagadhમાં ગીરનાર રોપ-વે કરાયો બંધ, પવનની ગતિ વધતા લેવાયો મહત્વનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરી દેવાઈ છે,4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે તો યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે,પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે,હાલમાં રોપ-વે સેવા બંધ છે જેની યાત્રિકો ખાસ નોંધ લે.પવનની ગતિ 60 કિમીથી વધુ ફૂંકાઈ રહી છે.

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે કરાયો બંધ

હાલ ગુજરાતભરમાં ઠંડીનું જોર વધ્યુ છે જેના કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યાં છે,પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે.ગિરનાર રોપ-વેની રોજના હજારો યાત્રિકો સેવા લેતા હશે પરંતુ કોઈ દુર્ઘટના ના સર્જાય તેને લઈ રોપ-વે કંપની દ્વારા હાલમાં રોપ-વેની સેવા અટકાવી દેવામાં આવી છે,ભારે પવન પર્વત પર ફૂંકાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.મેનેજરનું કહેવું છે કે આવતીકાલ સુધી વાતાવરણ સ્થિર થશે તો ફરીથી રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.

ઉષાબ્રેકો કંપની કરે છે સંચાલન

જૂનાગઢ શહેરમાં પણ હવે શિયાળાની જમાવટ થઇ રહી છે. ઠંડીની સાથે તેજ ગતિથી પવન પણ ફૂંકાઇ રહ્યા છે. સાથે ગિરનારના જંગલમાં પણ છેલ્લા ચાર દિવસથી પવની ઝડપ વધી રહી છે જેના કારણે રોપ-વેનું સંચાલન બંધ કરાયું છે. ઉષાબ્રેકો કંપની સંચાલિત રોપ- વેના જૂનાગઢના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંઘ બેદીએ જણાવ્યું હતું કે,ભારે પવન ફૂંકાવાના કારણે હાલમાં રોપ-વેની સેવા બંધ રહી છે,જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.

પીએ મોદીએ ઈ લોકાર્પણ કર્યુ હતુ

ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.

ભારે પવન ફૂંકાતા પણ બંધ કરાય છે રોપ-વે

જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0