Bhupendrasinh Zala રાજસ્થાનથી ગુજરાતમાં કંઈ રીતે પહોંચ્યો, વાંચો Inside Exclusive Story
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,ઝાલા આગોતરા જામીન માટે ગુજરાત પહોંચ્યો હતો અને કાગળની કામગીરી જાણવા તે ગુજરાત પહોંચ્યો અને પોલીસની ઝપટમાં ચઢી ગયો હતો,ઝાલા સૌથી વધુ સમય રાજસ્થાનમાં રહ્યો અને ત્યારબાદ તે બનાસકાંઠા થઈને મહેસાણા જિલ્લામાં પ્રવેશ્યો હતો. જામીન અને પછીના કાગળ માટે આવ્યો હતો ઝાલા જામીન અરજીને લઈ તે મહેસાણા પહોંચે છે અને પોલીસને તેની માહિતી મળે છે,ત્યારે પોલીસના હાથે તે પહેલા ઝડપાયો ન હતો,પોલીસે અલગ-અલગ 200 ઘરોમાં તપાસ કરી પણ તે પોલીસના હાથે લાગ્યો ન હતો,મહેસાણા જિલ્લાના દવાડા ગામે ઝાલા રોકાયો અને તેની ગંધ પોલીસને આવી ગઈ હતી તેણે તેના મિત્રને ફોન કર્યો હતો અને તેનો મિત્ર કિરણસિંહ અને ઝાલા બન્ને એક સમાજના હોવાથી તેને મદદ કરી હોવાની વાત સામે આવી છે. 3 દિવસથી CIDને શંકા હોવાથી ટીમ હતી તપાસમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને શંકા હતી કે તે મહેસાણા અથવા બનાસકાંઠા જિલ્લામાં છે એટલે અલગ-અલગ ટીમોએ તપાસ હાથધરી હતી પરંતુ પોલીસની સાથે એક લોકેશન આવે છે અને ટ્રેસિંગના આધારે પોલીસ ત્યાં સુધી પહોંચી હતી અને ફાર્મ હાઉસનું લોકેશન આવ્યું એટલે પોલીસે ત્યાં પહેરો ભર્યો અને જોયું કે ત્યાં કોણ-કોણ આવે છે.ફાર્મ હાઉસની બહાર ઝાલા ખાટલામાં સૂતો હતો અને પોલીસે તેણે ઝડપી પાડયો હતો,ઝાલાને કોઈ ઓળખે નહી તે માટે તેણે માથાના વાળ પણ ઓછા કરાવી નાખ્યા હતા. 15 દિવસ ત્યાં હોવા છતા લોકલ પોલીસ હતી અજાણ ઝાલા 15 દિવસથી ફાર્મ હાઉસમાં રોકાયો હતો તેમ છત્તા સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હતી,સૌ પ્રથમ ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું સામે આવ્યું છે અને દર્શન કર્યા બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો,પ્રાથમિક પૂછપરછમાં કરોડોના વ્યવહારની કબૂલાત કરી હોવાની વાત સામે આવી છે જેમાં ઝાલાએ કહ્યું 400 કરોડથી વધુના વ્યવહાર તેણે ખોટી રીતે કર્યા છે.પોલીસની તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સહકાર આપતો નહી હોવાની વાત પણ સામે આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમાં પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,ઝાલા આગોતરા જામીન માટે ગુજરાત પહોંચ્યો હતો અને કાગળની કામગીરી જાણવા તે ગુજરાત પહોંચ્યો અને પોલીસની ઝપટમાં ચઢી ગયો હતો,ઝાલા સૌથી વધુ સમય રાજસ્થાનમાં રહ્યો અને ત્યારબાદ તે બનાસકાંઠા થઈને મહેસાણા જિલ્લામાં પ્રવેશ્યો હતો.
જામીન અને પછીના કાગળ માટે આવ્યો હતો ઝાલા
જામીન અરજીને લઈ તે મહેસાણા પહોંચે છે અને પોલીસને તેની માહિતી મળે છે,ત્યારે પોલીસના હાથે તે પહેલા ઝડપાયો ન હતો,પોલીસે અલગ-અલગ 200 ઘરોમાં તપાસ કરી પણ તે પોલીસના હાથે લાગ્યો ન હતો,મહેસાણા જિલ્લાના દવાડા ગામે ઝાલા રોકાયો અને તેની ગંધ પોલીસને આવી ગઈ હતી તેણે તેના મિત્રને ફોન કર્યો હતો અને તેનો મિત્ર કિરણસિંહ અને ઝાલા બન્ને એક સમાજના હોવાથી તેને મદદ કરી હોવાની વાત સામે આવી છે.
3 દિવસથી CIDને શંકા હોવાથી ટીમ હતી તપાસમાં
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને શંકા હતી કે તે મહેસાણા અથવા બનાસકાંઠા જિલ્લામાં છે એટલે અલગ-અલગ ટીમોએ તપાસ હાથધરી હતી પરંતુ પોલીસની સાથે એક લોકેશન આવે છે અને ટ્રેસિંગના આધારે પોલીસ ત્યાં સુધી પહોંચી હતી અને ફાર્મ હાઉસનું લોકેશન આવ્યું એટલે પોલીસે ત્યાં પહેરો ભર્યો અને જોયું કે ત્યાં કોણ-કોણ આવે છે.ફાર્મ હાઉસની બહાર ઝાલા ખાટલામાં સૂતો હતો અને પોલીસે તેણે ઝડપી પાડયો હતો,ઝાલાને કોઈ ઓળખે નહી તે માટે તેણે માથાના વાળ પણ ઓછા કરાવી નાખ્યા હતા.
15 દિવસ ત્યાં હોવા છતા લોકલ પોલીસ હતી અજાણ
ઝાલા 15 દિવસથી ફાર્મ હાઉસમાં રોકાયો હતો તેમ છત્તા સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હતી,સૌ પ્રથમ ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું સામે આવ્યું છે અને દર્શન કર્યા બાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો,પ્રાથમિક પૂછપરછમાં કરોડોના વ્યવહારની કબૂલાત કરી હોવાની વાત સામે આવી છે જેમાં ઝાલાએ કહ્યું 400 કરોડથી વધુના વ્યવહાર તેણે ખોટી રીતે કર્યા છે.પોલીસની તપાસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સહકાર આપતો નહી હોવાની વાત પણ સામે આવી છે.