Ahmedabad: એરપોર્ટ ઉપર રવિવારે 20 કરતા વધુ ફ્લાઇટો મોડી પડી
અમદાવાદ એરપોર્ટ ઉપર રવિવારે 20 જેટલી ફ્લાઇટો તેના નિર્ધારિત સમય કરતા પોણા બે કલાક સુધી મોડી પડી હતી. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટોના મુસાફરો અને તેમને લેવા-મુકવા આવેલા સગા-સંબંધીઓએ કલાકો સુધી એરપોર્ટ પરિસરમાં રાહ જોવી પડી હતી.ઇન્ડિગોની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટ સવારે 9:50ને બદલે 10:31, બીજી પરોઢની 2:00 વાગ્યાને બદલે 2:43 કલાકે, ન્યુ દિલ્હી-અમદાવાદની ફ્લાઇટ બપોરે 3:05ને બદલે 3:20 કલાકે, બેંગ્લુરૂ-અમદાવાદ બપોરે 3:35ને બદલે 4:30 કલાકે, ઇન્દોર-અમદાવાદ બપોરે 4:35ને બદલે એક કલાક મોડી પડીને 5:35 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી.જ્યારે એર ઇન્ડિયાની મુંબઇ-અમદાવાદની ફ્લાઇટ બપોરે 4:50ને બદલે 5:11 કલાકે આવી હતી. આકાશા એરલાઇન્સની બેંગ્લુરૂ-અમદાવાદ સવારે 9:25ને બદલે સવારે 10:31 કલાકે લેન્ડ થઇ હતી. જ્યારે અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની અમદાવાદ-બેંગ્લુરૂ સવારે 9:35ને બદલે 10:15 કલાકે, અમદાવાદ-કુવૈતસિટી 9:35ને બદલે 10:05 કલાકે, અમદાવાદ-જેદ્દાહ રાત્રે 10:15ને બદલે એક કલાક મોડી ઉપડવાની જાહેરાત કરાઇ હતી. ઇતિહાદ એરલાઇન્સની અમદાવાદ-અબુધાબી સવારે 5:00 કલાકે ઉપડવાને બદલે પોણા બે કલાક મોડી પડીને સવારે 6:38 કલાકે ટેક ઓફ થઇ હતી. આકાશા એરલાઇન્સની અમદાવાદ-પૂણે સવારે 5:25ને બદલે એક કલાક મોડી પડીને 6:20 કલાકે ટેક ઓફ થઇ હતી. સ્પાઇસ જેટની અમદાવાદ-અયોધ્યા સવારે 10:20ના તેના નિર્ધારિત સમયને બદલે 10:40 કલાકે રવાના થઇ હતી જ્યારે અમદાવાદ-દુબઇની ફ્લાઇટ બપોરે 4:25ને બદલે સાંજે પાંચ કલાકે ટેક ઓફ થઇ હતી. વિસ્તારાની અમદાવાદ- ન્યુ દિલ્હી બપોરે 3:40ને બદલે એક કલાક જેટલી મોડી પડીને 4:44 કલાકે રવાના થઇ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ એરપોર્ટ ઉપર રવિવારે 20 જેટલી ફ્લાઇટો તેના નિર્ધારિત સમય કરતા પોણા બે કલાક સુધી મોડી પડી હતી. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટોના મુસાફરો અને તેમને લેવા-મુકવા આવેલા સગા-સંબંધીઓએ કલાકો સુધી એરપોર્ટ પરિસરમાં રાહ જોવી પડી હતી.
ઇન્ડિગોની મુંબઇ-અમદાવાદ ફ્લાઇટ સવારે 9:50ને બદલે 10:31, બીજી પરોઢની 2:00 વાગ્યાને બદલે 2:43 કલાકે, ન્યુ દિલ્હી-અમદાવાદની ફ્લાઇટ બપોરે 3:05ને બદલે 3:20 કલાકે, બેંગ્લુરૂ-અમદાવાદ બપોરે 3:35ને બદલે 4:30 કલાકે, ઇન્દોર-અમદાવાદ બપોરે 4:35ને બદલે એક કલાક મોડી પડીને 5:35 કલાકે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી.જ્યારે એર ઇન્ડિયાની મુંબઇ-અમદાવાદની ફ્લાઇટ બપોરે 4:50ને બદલે 5:11 કલાકે આવી હતી. આકાશા એરલાઇન્સની બેંગ્લુરૂ-અમદાવાદ સવારે 9:25ને બદલે સવારે 10:31 કલાકે લેન્ડ થઇ હતી. જ્યારે અમદાવાદથી ઉપડતી ઇન્ડિગોની અમદાવાદ-બેંગ્લુરૂ સવારે 9:35ને બદલે 10:15 કલાકે, અમદાવાદ-કુવૈતસિટી 9:35ને બદલે 10:05 કલાકે, અમદાવાદ-જેદ્દાહ રાત્રે 10:15ને બદલે એક કલાક મોડી ઉપડવાની જાહેરાત કરાઇ હતી.
ઇતિહાદ એરલાઇન્સની અમદાવાદ-અબુધાબી સવારે 5:00 કલાકે ઉપડવાને બદલે પોણા બે કલાક મોડી પડીને સવારે 6:38 કલાકે ટેક ઓફ થઇ હતી. આકાશા એરલાઇન્સની અમદાવાદ-પૂણે સવારે 5:25ને બદલે એક કલાક મોડી પડીને 6:20 કલાકે ટેક ઓફ થઇ હતી. સ્પાઇસ જેટની અમદાવાદ-અયોધ્યા સવારે 10:20ના તેના નિર્ધારિત સમયને બદલે 10:40 કલાકે રવાના થઇ હતી જ્યારે અમદાવાદ-દુબઇની ફ્લાઇટ બપોરે 4:25ને બદલે સાંજે પાંચ કલાકે ટેક ઓફ થઇ હતી. વિસ્તારાની અમદાવાદ- ન્યુ દિલ્હી બપોરે 3:40ને બદલે એક કલાક જેટલી મોડી પડીને 4:44 કલાકે રવાના થઇ હતી.