Banaskanthaના Palanpurમા સામાન્ય વરસાદમાં શહેરમાં જયાં જુઓ ત્યા માત્ર ખાડારાજ જોવા મળ્યું

સામન્ય વરસાદમાં શહેરમાં ખાડા પડવાની સ્થિતિ યથાવત સ્થાનિકોને ખાડામાંથી પસાર થવાનો આવ્યો વારો નગરપાલિકા આ રોડ સરખો કરવા માંગતી નથી કે શું ? બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ સમગ્ર શહેર ખાડા રાજમાં ધકેલાયુ છે. શહેરના અનેક વિસ્તારોના માર્ગો પર ખાડા પડી ગયા છે તો શહેરના ગણેશપુરા વિસ્તારમાં તો ખાડાઓનીએ સ્થિતિ છે કે લોકોને ઘર બહાર નfકળવું પણ કઠિન બન્યું છે.જોકે સરકાર દ્વારા ખાડાઓ પુરવા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તેમ છતાં ખાડાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોM ભભૂક્યો છે. સામન્ય વરસાદમાં પડયા ખાડા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર એ ખાડા નગરી બન્યું છે.અને હજુ પાલનપુર વાસીઓને આ ખાડાઓમાંથી શાંતિ નથી મળવાની,કારણકે પાલનપુર નગરપાલિકા 15 સપ્ટેમ્બર પછી એટલે કે એક માસ પછી આ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવાની છે.એટલે કે એક માસ સુધી તો પાલનપુરના શહેરીજનોને આ ખાડાઓનો સામનો કરવો જ પડશે.મહત્વની વાત છે કે હજુ તો જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ થયો નથી માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોના માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ જતા માર્ગો પર મસ મોટા ખાડા પડી ગયા છે. ઘરની બહાર નિકળવું મુશ્કેલ ખાડાના કારણે આ માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે અને તેમાંય પાલનપુરના ગણેશપુરા વિસ્તારતો વર્ષોથી ખાડા નગરીમાં જ સમાવેશ થયેલો છે વર્ષો પહેલા આ વિસ્તારના ખાડા પડ્યા પરંતુ તે બાદ પાલિકા જાણે આ વિસ્તાર પોતાના તાબા હેઠળ જ ન આવતો હોય તેમ આ વિસ્તારમાં રોડ ન બનાવતા વિસ્તારના લોકો વર્ષોથી ખાડાઓનો સામનો કરી રહ્યા છે જોકે વર્ષોથી પડેલા આ ખાડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા આ વિસ્તારના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વિસ્તારના લોકોને ઘરની બહાર આવવું તો કેવી રીતે તે એક મોટો સવાલ થયો છે. રોડના સમારકામની ઉઠી માંગ જોકે વિસ્તારના લોકોની એક માંગ છે કે તંત્ર જાગે અને વહેલી તકે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે અને વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે.મહત્વની વાત છે કે ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે અને લોકોને ખાડા રાજ નો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવા લે ભાગુ કોન્ટ્રાક્ટરો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ છે.  

Banaskanthaના Palanpurમા સામાન્ય વરસાદમાં શહેરમાં જયાં જુઓ ત્યા માત્ર ખાડારાજ જોવા મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સામન્ય વરસાદમાં શહેરમાં ખાડા પડવાની સ્થિતિ યથાવત
  • સ્થાનિકોને ખાડામાંથી પસાર થવાનો આવ્યો વારો
  • નગરપાલિકા આ રોડ સરખો કરવા માંગતી નથી કે શું ?

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ સમગ્ર શહેર ખાડા રાજમાં ધકેલાયુ છે. શહેરના અનેક વિસ્તારોના માર્ગો પર ખાડા પડી ગયા છે તો શહેરના ગણેશપુરા વિસ્તારમાં તો ખાડાઓનીએ સ્થિતિ છે કે લોકોને ઘર બહાર નfકળવું પણ કઠિન બન્યું છે.જોકે સરકાર દ્વારા ખાડાઓ પુરવા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તેમ છતાં ખાડાઓનું સમારકામ ન કરાતા સ્થાનિકોમાં રોM ભભૂક્યો છે.

સામન્ય વરસાદમાં પડયા ખાડા

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર એ ખાડા નગરી બન્યું છે.અને હજુ પાલનપુર વાસીઓને આ ખાડાઓમાંથી શાંતિ નથી મળવાની,કારણકે પાલનપુર નગરપાલિકા 15 સપ્ટેમ્બર પછી એટલે કે એક માસ પછી આ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવાની છે.એટલે કે એક માસ સુધી તો પાલનપુરના શહેરીજનોને આ ખાડાઓનો સામનો કરવો જ પડશે.મહત્વની વાત છે કે હજુ તો જિલ્લા મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ થયો નથી માત્ર સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોના માર્ગો વરસાદી પાણીમાં ધોવાઈ જતા માર્ગો પર મસ મોટા ખાડા પડી ગયા છે.


ઘરની બહાર નિકળવું મુશ્કેલ

ખાડાના કારણે આ માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે અને તેમાંય પાલનપુરના ગણેશપુરા વિસ્તારતો વર્ષોથી ખાડા નગરીમાં જ સમાવેશ થયેલો છે વર્ષો પહેલા આ વિસ્તારના ખાડા પડ્યા પરંતુ તે બાદ પાલિકા જાણે આ વિસ્તાર પોતાના તાબા હેઠળ જ ન આવતો હોય તેમ આ વિસ્તારમાં રોડ ન બનાવતા વિસ્તારના લોકો વર્ષોથી ખાડાઓનો સામનો કરી રહ્યા છે જોકે વર્ષોથી પડેલા આ ખાડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા આ વિસ્તારના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે વિસ્તારના લોકોને ઘરની બહાર આવવું તો કેવી રીતે તે એક મોટો સવાલ થયો છે.


રોડના સમારકામની ઉઠી માંગ

જોકે વિસ્તારના લોકોની એક માંગ છે કે તંત્ર જાગે અને વહેલી તકે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે અને વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવે.મહત્વની વાત છે કે ક્યાંકને ક્યાંક કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાવાળી કામગીરીને કારણે સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે અને લોકોને ખાડા રાજ નો સામનો કરવો પડતો હોય છે ત્યારે આવા લે ભાગુ કોન્ટ્રાક્ટરો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ છે.