ડુમસમાં સાયલન્ટ ઝોનની સ્કીમ માટે સમૃદ્ધિ કોર્પોરેશને કરોડોની જમીનના 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સીટી સર્વે કચેરીના અધિકારી-કર્મચારી, સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે ગુનો : સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશન નામની કોઈ કંપની નથી : મહાનગરપાલિકામાં પણ સાયલન્ટ ઝોન નામનો કોઈ પ્રોજેક્ટ નોંધાયેલો નથી : મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી
- જમીન માલિકની સર્વે નં.823 વાળી જમીન નવી શરતની હોવા છતાં સરકારમાં જરૂરી પ્રિમીયમની રકમ ભરી ન હોય સરકાર સાથે પણ કરોડોની છેતરપિંડી કરી છે : ડુમસ અને વાટાની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ બ્રોકર ઘોડદોડ રોડના જમીન માલિક પાસે આવતા તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા
સુરત, : સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ખેડૂતની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે.એક બ્રોકર તેમની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા.આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી.તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગતરોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






