ભાયલી ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનો મોબાઇલ શોધવા વડસર પાસે નદીમાં પોલીસની તપાસ

Vadodara Gangrape Case : વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં બોયફ્રેન્ડ સાથે બેઠેલી ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમો સહિત પાંચેય નરાધમોની જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ પાંચે નરાધમોને હાલ રિમાન્ડ ઉપર લેવાયા છે. ગઈકાલે પાંચે આરોપીઓનું મેડિકલ રાત્રે કરાવવામાં આવ્યું હતું જે વહેલી સવાર સુધી ચાલ્યું હતું. ગેંગરેપ બાદ પીડિતાનો મોબાઇલ પણ લૂંટીને નરાધમો લઈ ગયા હતા. આ મોબાઈલ વડસર રોડ ઉપર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાની કબુલાત બાદ આજે પોલીસની ટીમ આરોપીઓને લઈને વરસર રોડ ઉપર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ લખાય છે ત્યારે પોલીસ નદીમાં મોબાઈલની શોધખોળ સાથે પંચનામું પણ કરી રહી છે.

ભાયલી ગેંગરેપનો ભોગ બનેલી વિદ્યાર્થીનીનો મોબાઇલ શોધવા વડસર પાસે નદીમાં પોલીસની તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Gangrape Case : વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં બોયફ્રેન્ડ સાથે બેઠેલી ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ કરી ફરાર થઈ ગયેલા ત્રણ નરાધમો સહિત પાંચેય નરાધમોની જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ પાંચે નરાધમોને હાલ રિમાન્ડ ઉપર લેવાયા છે. ગઈકાલે પાંચે આરોપીઓનું મેડિકલ રાત્રે કરાવવામાં આવ્યું હતું જે વહેલી સવાર સુધી ચાલ્યું હતું.

ગેંગરેપ બાદ પીડિતાનો મોબાઇલ પણ લૂંટીને નરાધમો લઈ ગયા હતા. આ મોબાઈલ વડસર રોડ ઉપર વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હોવાની કબુલાત બાદ આજે પોલીસની ટીમ આરોપીઓને લઈને વરસર રોડ ઉપર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ લખાય છે ત્યારે પોલીસ નદીમાં મોબાઈલની શોધખોળ સાથે પંચનામું પણ કરી રહી છે.