Gujaratમાં અગામી 3 કલાક ભારે વરસાદી આગાહી, નાઉ કાસ્ટ બુલેટીન જાહેર

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે,હવામાન વિભાગે નાઉ કાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે જેમાં સવારના 10 વાગ્યાથી 01 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી તો બીજી તરફ સુરત, નર્મદા, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, રાજકોટ,દાદરા નગર હવેલી, જુનાગઢ,અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર,રાજકોટ, ભાવનગર,બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર,આણંદ, ભરૂચ, મોરબી, જામનગર,દ્વારકા, પોરબંદર, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 212 તાલુકામાં વરસાદ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઈંચ વરસાદ,સોનગઢ,ઘોઘા અને વિસાવદરમાં છ ઈંચ વરસાદ,પાલીતાણા,વાપી,વલ્લભીપુરમાં ચાર ઈંચ વરસાદ,પારડી,વલસાડ અને ભાવનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ અગામી બે દિવસ આ વરસાદ પડશે. 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ ગુજરાતમાં 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.20 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ તો 43 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે,અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

Gujaratમાં અગામી 3 કલાક ભારે વરસાદી આગાહી, નાઉ કાસ્ટ બુલેટીન જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે,હવામાન વિભાગે નાઉ કાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે જેમાં સવારના 10 વાગ્યાથી 01 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી તો બીજી તરફ સુરત, નર્મદા, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણો કયા જિલ્લામાં કરાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, રાજકોટ,દાદરા નગર હવેલી, જુનાગઢ,અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર,રાજકોટ, ભાવનગર,બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહીસાગર, દાહોદ,અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર,આણંદ, ભરૂચ, મોરબી, જામનગર,દ્વારકા, પોરબંદર, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

212 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયના 32 જિલ્લામાં વરસાદ નોંધાયો છે.24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે.સૌથી વધુ તાપીના વ્યારામાં આઠ ઈંચ વરસાદ,સોનગઢ,ઘોઘા અને વિસાવદરમાં છ ઈંચ વરસાદ,પાલીતાણા,વાપી,વલ્લભીપુરમાં ચાર ઈંચ વરસાદ,પારડી,વલસાડ અને ભાવનગરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ અગામી બે દિવસ આ વરસાદ પડશે.

11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ

ગુજરાતમાં 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.20 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ તો 43 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.129 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ નોંધાયો છે,અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.