Ahmedabad: ગૃહ મંત્રી અમિત શાહે નવી પોલીસ કમિશનર કચેરીનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે અને આજે શાહીબાગ ખાતે નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ નવી પોલીસ કમિશનર કચેરી આધુનિક સુવિધાથી સજ્જ છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું સંબોધન અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે પહેલા ગુજરાતના અનેક શહેરો ગુંડાઓના નામે ઓળખાતા હતા પણ અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા, ત્યારે આ બધું સમાપ્ત થયું. હવે અમિત શાહ કેન્દ્રમાં દેશને સુરક્ષિત કરી રહ્યા છે. ગુજરાત પોલીસે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને દાહોદમાં નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી ચોરને પકડ્યો હતો. ગુજરાતભરમાં CCTV કેમેરામાં વધારો થયો છે. અમિત શાહે ડાંગમાં ડાકણ પ્રથા નાબૂદ કરાવી છે. ત્યારે પોક્સો એક્ટ હેઠળ દોઢ વર્ષમાં 10 દુષ્કર્મીઓને ફાંસીની સજા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં વધુ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે 

Ahmedabad: ગૃહ મંત્રી અમિત શાહે નવી પોલીસ કમિશનર કચેરીનું કર્યું લોકાર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અમદાવાદના પ્રવાસે છે અને આજે શાહીબાગ ખાતે નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરીનું લોકાર્પણ કર્યું છે. તમને જણાવી દઈએ કે આ નવી પોલીસ કમિશનર કચેરી આધુનિક સુવિધાથી સજ્જ છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું સંબોધન

અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે પહેલા ગુજરાતના અનેક શહેરો ગુંડાઓના નામે ઓળખાતા હતા પણ અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા, ત્યારે આ બધું સમાપ્ત થયું. હવે અમિત શાહ કેન્દ્રમાં દેશને સુરક્ષિત કરી રહ્યા છે. ગુજરાત પોલીસે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને દાહોદમાં નાઈટ વિઝન ડ્રોન કેમેરાથી ચોરને પકડ્યો હતો.

ગુજરાતભરમાં CCTV કેમેરામાં વધારો થયો છે. અમિત શાહે ડાંગમાં ડાકણ પ્રથા નાબૂદ કરાવી છે. ત્યારે પોક્સો એક્ટ હેઠળ દોઢ વર્ષમાં 10 દુષ્કર્મીઓને ફાંસીની સજા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં વધુ ટેક્નોલોજી વિકસાવવામાં આવશે.


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે