Vadodara Rain: વડોદરામાં સ્થિતિ ભયંકર ! કમર સુધી ભરાયા પાણી, જુઓ Video
વડોદરામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા જળબંબાકાર લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી રાજ્યમાં સતત મૂશળધાર વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી ગઈ છે. રાજ્યમાં સરકારે કલેક્ટરને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવા જણાવ્યું છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ બંધ છે. હવામાન વિભાગે 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યના 12 થી વધુ જિલ્લાઓને 28 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે વડોદરાની સ્થિતિ તો ભયંકર બની છે. વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારોભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાને કારણે મંગળવારે સવારે ગુજરાતના વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીએ 25 ફૂટનું જોખમનું નિશાને વહી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે વડોદરા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 3000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં સોમવારે સવારે 6 થી 12 વાગ્યાની વચ્ચે 307 મીમી વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બુધવારે પણ અનેક વિસ્તારોમાં કમર સમા પાણી ભરાયા છે. એક ખૂણો બાકી નથી કે ત્યાં પાણી ન હોય. આખુ વડોદરા જાણે કે પાણીમાં ગરકાવ થયુ છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી. 3 દિવસથી પાણી ભરેલા છે- સ્થાનિકો અકોટમાં જયભવાનીમાં રહેતા સ્થાનિકોએ કહ્યુ કે નદીની પાસે જ અમારુ ઘર છે. દર વખતે અહીં પાણી આવે જ છે પરંતુ આટલુ બધુ પાણી આવતુ નથી. આ વખતે જ વધારે પાણી આવ્યું છે આટલુ બધું. બધુ જ ઘરમાં છે અમારું. પૈસા, સામાન, જમવાનો સામાન બધુ જ. પૈસા પણ નથી તો કેવી રીતે બહારથી ખરીદીએ. છેલ્લા 3 દિવસથી ઘરમાં પાણી ભરેલુ જ છે. હજી પાણી વધી પણ શકે છે. આવુ પાણી તો પહેલીવાર આવ્યુ- સ્થાનિકો ડાંડિયા બજારમાં રહેતા એક સ્થાનિકે જણાવ્યું કે દરેક જગ્યાએ પાણી છે. ભવાની નગરમાં ઘર છે એટલે અમે જોવા આવ્યા છીએ. અહીં સેવા માટે જે ભોજન આપવા આવે છે તે ખાઇએ છીએ. અને બ્રિજની નીચે જ રહી રહ્યા છીએ. 3 દિવસ થઇ ગયા છે. જગ્યા ચોકઅપ થઇ ગઇ છે. પાણી જવાની જગ્યા જ નથી. પહેલી વાર આવુ થયુ કે ડાંડિયા બજારમાં પાણી ભરાયુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ
- વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા જળબંબાકાર
- લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી
રાજ્યમાં સતત મૂશળધાર વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ વણસી ગઈ છે. રાજ્યમાં સરકારે કલેક્ટરને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવા જણાવ્યું છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ બંધ છે. હવામાન વિભાગે 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. રાજ્યના 12 થી વધુ જિલ્લાઓને 28 ઓગસ્ટ માટે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે વડોદરાની સ્થિતિ તો ભયંકર બની છે.
વિશ્વામિત્રીના જળસ્તરમાં વધારો
ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડવાને કારણે મંગળવારે સવારે ગુજરાતના વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીએ 25 ફૂટનું જોખમનું નિશાને વહી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે વડોદરા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 3000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં સોમવારે સવારે 6 થી 12 વાગ્યાની વચ્ચે 307 મીમી વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બુધવારે પણ અનેક વિસ્તારોમાં કમર સમા પાણી ભરાયા છે. એક ખૂણો બાકી નથી કે ત્યાં પાણી ન હોય. આખુ વડોદરા જાણે કે પાણીમાં ગરકાવ થયુ છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી.
3 દિવસથી પાણી ભરેલા છે- સ્થાનિકો
અકોટમાં જયભવાનીમાં રહેતા સ્થાનિકોએ કહ્યુ કે નદીની પાસે જ અમારુ ઘર છે. દર વખતે અહીં પાણી આવે જ છે પરંતુ આટલુ બધુ પાણી આવતુ નથી. આ વખતે જ વધારે પાણી આવ્યું છે આટલુ બધું. બધુ જ ઘરમાં છે અમારું. પૈસા, સામાન, જમવાનો સામાન બધુ જ. પૈસા પણ નથી તો કેવી રીતે બહારથી ખરીદીએ. છેલ્લા 3 દિવસથી ઘરમાં પાણી ભરેલુ જ છે. હજી પાણી વધી પણ શકે છે.
આવુ પાણી તો પહેલીવાર આવ્યુ- સ્થાનિકો
ડાંડિયા બજારમાં રહેતા એક સ્થાનિકે જણાવ્યું કે દરેક જગ્યાએ પાણી છે. ભવાની નગરમાં ઘર છે એટલે અમે જોવા આવ્યા છીએ. અહીં સેવા માટે જે ભોજન આપવા આવે છે તે ખાઇએ છીએ. અને બ્રિજની નીચે જ રહી રહ્યા છીએ. 3 દિવસ થઇ ગયા છે. જગ્યા ચોકઅપ થઇ ગઇ છે. પાણી જવાની જગ્યા જ નથી. પહેલી વાર આવુ થયુ કે ડાંડિયા બજારમાં પાણી ભરાયુ.