Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ 100થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે. વાવાઝોડાના કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે. અમરેલીના વડીયામાં ખેડૂતોના પાથરાઓ તણાયા અમરેલીના વડીયામાં મુશળધાર વરસાદ થતાં ખેડૂતોના પાથરાઓ તણાયા છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતના ખેતરમાં મગફળીના પાથરાઓ તણાયા. પીયૂષ પટોળીયા નામના ખેડૂતે ચાલુ વરસાદમાં વીડિયો બનાવી વાયરલ કર્યો. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અમરેલીના વડીયા શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અમરેલીના ખાંભાની નાનુડી નદીમાં ઘોડાપૂર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાંભા અને ગીરના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડવાથી ખાંભાની નાનુડી નદીમાં પૂર આવ્યું હતું. અને પૂર આવવાના પગલે નાનુડી ચેકડેમ પણ છલકાયો હતો. ઉપર વાસના પીપળવા ગીદરડી ઉમરીયા લાસા ભાણીયા સહિત ગામોમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તેના પગલે નદી નાળાઓ છલકાયા હતા બીજી બાજુ ખેડૂતોના મગફળી તલ સોયાબીન સહિત ભાગને વ્યાપક પણે નુકસાન થયું હતું અને ખેડૂતો ચિંતિત બન્યા હતા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ રાજકોટ જિલ્લાના ધોરાજીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમા વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ધોરાજીમા ધોધમાર વરસાદ છે. ધોરાજીમા બપોર બાદ અચાનક વાતાવરણમા પલ્ટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન અને વરસાદને લઈને વાતાવરણમા ઠંડક પ્રસરી છે. રાજકોટ શહેરમાં વરસાદ શરૂ થયો રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ છે. કાલાવડ રોડ, પુષ્કર ધામ રોડ, 150 ફૂટ રિંગ રોડ, એ. જી. ચોક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ સતત ત્રીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જૂનાગઢ, સાસણ, માળીયા, મેદરડા તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. મગફળી, સોયાબીન સહિતના પાકોને વ્યાપક નુકસાન થયુ છે. અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અમરેલી જિલ્લાના ઇશ્વરિયા, ગોરખવાડા, દેવભૂમિ દેવળિયા, ચક્કરગઢ, ચિતલ, શેડુંભાર સહિતના ગામોમાં વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જામખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ જામખંભિળિયાના રામનગર, માંઝા, ભટગામ તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. મગફળી, કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ છે.

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે.

અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22થી 25 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. આ વાવાઝોડામાં પવનની ગતિ 100થી 120 કિમી સુધી રહે તેવુ અનુમાન છે. જો આ ચક્રવાત સર્જાશે તો થાઈલેન્ડ થઈને આ સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં આવશે. વાવાઝોડાના કારણે 24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના જુદા-જુદા ભાગમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની વકી છે.

અમરેલીના વડીયામાં ખેડૂતોના પાથરાઓ તણાયા

અમરેલીના વડીયામાં મુશળધાર વરસાદ થતાં ખેડૂતોના પાથરાઓ તણાયા છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતના ખેતરમાં મગફળીના પાથરાઓ તણાયા. પીયૂષ પટોળીયા નામના ખેડૂતે ચાલુ વરસાદમાં વીડિયો બનાવી વાયરલ કર્યો. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. અમરેલીના વડીયા શહેરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.


અમરેલીના ખાંભાની નાનુડી નદીમાં ઘોડાપૂર

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને ખાંભા અને ગીરના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડવાથી ખાંભાની નાનુડી નદીમાં પૂર આવ્યું હતું. અને પૂર આવવાના પગલે નાનુડી ચેકડેમ પણ છલકાયો હતો. ઉપર વાસના પીપળવા ગીદરડી ઉમરીયા લાસા ભાણીયા સહિત ગામોમાં વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તેના પગલે નદી નાળાઓ છલકાયા હતા બીજી બાજુ ખેડૂતોના મગફળી તલ સોયાબીન સહિત ભાગને વ્યાપક પણે નુકસાન થયું હતું અને ખેડૂતો ચિંતિત બન્યા હતા.


રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ

રાજકોટ જિલ્લાના ધોરાજીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીમા વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ધોરાજીમા ધોધમાર વરસાદ છે. ધોરાજીમા બપોર બાદ અચાનક વાતાવરણમા પલ્ટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન અને વરસાદને લઈને વાતાવરણમા ઠંડક પ્રસરી છે.

રાજકોટ શહેરમાં વરસાદ શરૂ થયો

રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ છે. કાલાવડ રોડ, પુષ્કર ધામ રોડ, 150 ફૂટ રિંગ રોડ, એ. જી. ચોક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ

સતત ત્રીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. જૂનાગઢ, સાસણ, માળીયા, મેદરડા તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. મગફળી, સોયાબીન સહિતના પાકોને વ્યાપક નુકસાન થયુ છે.

અમરેલી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

અમરેલી જિલ્લાના ઇશ્વરિયા, ગોરખવાડા, દેવભૂમિ દેવળિયા, ચક્કરગઢ, ચિતલ, શેડુંભાર સહિતના ગામોમાં વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

જામખંભાળિયા તાલુકામાં ધોધમાર વરસાદ

જામખંભિળિયાના રામનગર, માંઝા, ભટગામ તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. મગફળી, કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ છે.