Suratમાં લગ્ન સીઝનને લઈ GST વિભાગની કાર્યવાહી, 100 કરોડના બેનામી વ્યવહારો ઝડપ્યા

સુરતમાં લગ્ન સીઝનમાં GST વિભાગની કામગીરી જોવા મળી છે જેમાં લગ્ન સીઝનમાં 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાની વાત સામે આવી છે,સુરત, અમદાવાદ, રાજકોટમાં GST વિભાગે તપાસ હાથધરી છે,વડોદરા સહિત વિવિધ શહેરોમાં GST વિભાગની તપાસ કરવામાં આવી રહી છે,30થી વધુ પાર્ટી પ્લોટ પર GST વિભાગની તપાસ હાલમાં પણ ચાલી રહી ચે,અનેક પ્લોટ ધારકોએ તો GST પણ લીધા ન હોવાની વાત સામે આવી છે. ટેકસ ના ચૂકવ્યો પ્લોટ ધારકોએ 18 ટકા ટેક્સ ચૂકવ્યો નહીં હોવાનું તપાસમાં સામે આવ્યું છે,GST અધિકારીઓએ CCTV પણ ચેક કર્યા છે સાથે સાથે પાનેતર, શેરવાની, સુટના વેપારીઓ પણ જીએસટી વિભાગની રડારમાં આવી ગયા હોવાની વાત છે.પ્લોટના માલિકોનો જેટલો વકરો એટલો સીધો નફો જેવી સ્થિતિનું સર્જન થયું છે,જ્યારે હજુ પણ ૩૦થી વધુ પાર્ટી પ્લોટ જીએસટી વિભાગના નિશાને હોવાની વાત છે.ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI)ના રિસર્ચના આધારે સેન્ટ્રલ GST (CGST)એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના વેપારીઓ તેમજ સ્ક્રેપના ડીલર્સ ઉપર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથધરી છે. ઓઈલના વેપારીઓના ત્યાં પણ દરોડા પ્રાથમિક તપાસમાં રૂ. 200 કરોડથી વધુની કરચોરી સામે આવી છે.મળતી વિગતો મુજબ જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડામાં બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને GST અધિકારીઓએ બિલો, બેન્ક ખાતા સહિત કમ્પ્યુટરના ડેટાની તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હતી. સૌરાષ્ટ્ર વિસ્તારના એક પૂર્વ ધારાસભ્યના ભાઈ અને તેમની પત્નીના નામે ચાલતી અમદાવાદમાં આવેલી કંપનીમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટ રમકડાંની પેઢીમાં દરોડા તો બીજી તરફ સ્ટેટ GST ટીમે રાજકોટમાં રમકડાંની પેઢીમાં દરોડા પાડ્યા છે. યાજ્ઞિક રોડ પર સીમંધર ટોય્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી. રમકડાના વેપારીઓ કરચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેના પગલે અધિકારીઓએ 6 દુકાનોને સીલ કરી દીધી છે. દુકાન અને પેઢીમાંથી બેનામી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી પણ શક્યતા છે

Suratમાં લગ્ન સીઝનને લઈ GST વિભાગની કાર્યવાહી, 100 કરોડના બેનામી વ્યવહારો ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં લગ્ન સીઝનમાં GST વિભાગની કામગીરી જોવા મળી છે જેમાં લગ્ન સીઝનમાં 100 કરોડના બેનામી વ્યવહારો મળ્યા હોવાની વાત સામે આવી છે,સુરત, અમદાવાદ, રાજકોટમાં GST વિભાગે તપાસ હાથધરી છે,વડોદરા સહિત વિવિધ શહેરોમાં GST વિભાગની તપાસ કરવામાં આવી રહી છે,30થી વધુ પાર્ટી પ્લોટ પર GST વિભાગની તપાસ હાલમાં પણ ચાલી રહી ચે,અનેક પ્લોટ ધારકોએ તો GST પણ લીધા ન હોવાની વાત સામે આવી છે.

ટેકસ ના ચૂકવ્યો

પ્લોટ ધારકોએ 18 ટકા ટેક્સ ચૂકવ્યો નહીં હોવાનું તપાસમાં સામે આવ્યું છે,GST અધિકારીઓએ CCTV પણ ચેક કર્યા છે સાથે સાથે પાનેતર, શેરવાની, સુટના વેપારીઓ પણ જીએસટી વિભાગની રડારમાં આવી ગયા હોવાની વાત છે.પ્લોટના માલિકોનો જેટલો વકરો એટલો સીધો નફો જેવી સ્થિતિનું સર્જન થયું છે,જ્યારે હજુ પણ ૩૦થી વધુ પાર્ટી પ્લોટ જીએસટી વિભાગના નિશાને હોવાની વાત છે.ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગ દ્વારા હાલ ગુજરાતમાં અલગ અલગ ધંધાર્થીઓને ત્યાં કરચોરી પકડવા માટે સર્ચ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં ડિરેક્ટર જનરલ ઓફ્ GST ઇન્ટેલિજન્સ (DGGI)ના રિસર્ચના આધારે સેન્ટ્રલ GST (CGST)એ અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને આણંદ સહિત રાજ્યમાં 25 સ્થળોએ ઓઇલના વેપારીઓ તેમજ સ્ક્રેપના ડીલર્સ ઉપર સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથધરી છે.

ઓઈલના વેપારીઓના ત્યાં પણ દરોડા

પ્રાથમિક તપાસમાં રૂ. 200 કરોડથી વધુની કરચોરી સામે આવી છે.મળતી વિગતો મુજબ જામનગર અને રાજકોટમાં ઓઇલ વેપારીઓને ત્યાં દરોડામાં બોગસ પર્ચેસ બિલ, સેલ્સ ડોક્યુમેન્ટ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી અને GST અધિકારીઓએ બિલો, બેન્ક ખાતા સહિત કમ્પ્યુટરના ડેટાની તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હતી. સૌરાષ્ટ્ર વિસ્તારના એક પૂર્વ ધારાસભ્યના ભાઈ અને તેમની પત્નીના નામે ચાલતી અમદાવાદમાં આવેલી કંપનીમાં મોટી રકમની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

રાજકોટ રમકડાંની પેઢીમાં દરોડા

તો બીજી તરફ સ્ટેટ GST ટીમે રાજકોટમાં રમકડાંની પેઢીમાં દરોડા પાડ્યા છે. યાજ્ઞિક રોડ પર સીમંધર ટોય્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી. રમકડાના વેપારીઓ કરચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જેના પગલે અધિકારીઓએ 6 દુકાનોને સીલ કરી દીધી છે. દુકાન અને પેઢીમાંથી બેનામી દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં કરચોરી પકડાય તેવી પણ શક્યતા છે