મહેસાણામાં UGVCLના સબ સ્ટેશનમાં લાગી આગ, શહેરમાં છવાયો અંધારપટ
મહેસાણામાં UGVCLના સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 66 કેવીની મેઈન લાઈનમાં ભંગાણ થવાથી સમગ્ર મહેસાણા શહેરમાં અંધારપટ છવાયો છે અને હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ મહેસાણામાં વીજ પુરવઠો પૂર્વવત થવામાં થોડો સમય લાગી શકે છે.મહેસાણામાં વીજ પુરવઠો પૂર્વવત થવામાં લાગશે સમય UGVCLના સબ સ્ટેશનમાં આગની ઘટના કયા કારણોસર લાગી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી પણ વીજ સબ સ્ટેશનમાં આગના પગલે અંધારપટ છવાઈ ગયો છે અને હાલમાં મહેસાણા જીઈબીના કર્મચારીઓ લાઈટ ફરીથી શરૂ કરવા માટે આકરી મથામણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે ટેક્નિકલ ખામીને આ ઘટના બની હોવાના કારણે, શહેરમાં હજુ લાઈટો શરૂ કરવામાં 4થી 5 કલાકનો સમય લાગી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણામાં UGVCLના સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 66 કેવીની મેઈન લાઈનમાં ભંગાણ થવાથી સમગ્ર મહેસાણા શહેરમાં અંધારપટ છવાયો છે અને હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ મહેસાણામાં વીજ પુરવઠો પૂર્વવત થવામાં થોડો સમય લાગી શકે છે.
મહેસાણામાં વીજ પુરવઠો પૂર્વવત થવામાં લાગશે સમય
UGVCLના સબ સ્ટેશનમાં આગની ઘટના કયા કારણોસર લાગી છે, તે હજુ સુધી જાણી શકાયું નથી પણ વીજ સબ સ્ટેશનમાં આગના પગલે અંધારપટ છવાઈ ગયો છે અને હાલમાં મહેસાણા જીઈબીના કર્મચારીઓ લાઈટ ફરીથી શરૂ કરવા માટે આકરી મથામણ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે ટેક્નિકલ ખામીને આ ઘટના બની હોવાના કારણે, શહેરમાં હજુ લાઈટો શરૂ કરવામાં 4થી 5 કલાકનો સમય લાગી શકે છે.