Dharoi Dam: જળસપાટી વધીને 613 ફૂટ પર પહોંચી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સાથે જ ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમની જળસપાટી 613 ફૂટે પહોંચતા ડેમ હાલ વોનિગ્ લેવલ પર છે. ધરોઈ ડેમ 621 ફૂટે ઓવર ફલો થાય છે ડેમમાં હાલ 70% જેટલું પાણી સ્ટોર થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે 613 ફૂટે ધરોઈ ડેમની જળસપાટી પહોંચતા ધરોઈ ડેમ સાઈટ દ્વારા 7 જિલ્લાના કલેક્ટરને જાણ કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, આણંદ, અમદાવાદ કલેકટરને એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે.ડેમમાં પાણીની આવક 6000 ક્યુસેકની આસપાસ સ્થિર છે સાબરમતી જળાશય (ધરોઈ ડેમ)માં જળાશયની સપાટી 613 ફૂટે પહોંચી છે. જો કે, 621 ફૂટ સુધી પાણી ભરવાની સરકારે મંજુરી આપી હોઈ ત્યાં સુધી ડેમના દરવાજા ખોલવાની કે નદીમાં પાણી છોડવાની જરૂર નહીં પડે. હાલમાં ડેમમાં પાણીની આવક 6000 ક્યુસેકની આસપાસ સ્થિર છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા સાબરમતી જળાશય યોજના (ધરોઈ ડેમ)માં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. જો કે, સરકાર દ્વારા ભયજનક સપાટી 621 ફૂટ સુધી પાણીનો સંગ્રહ કરવાની મંજુરી આપવામાં આવી હોઈ ડેમના દરવાજા ખોલવામાં નથી આવ્યા કે નદીમાં પાણી છોડવામાં નથી આવ્યું. જળાશયની સપાટી 622 ફૂટ ઉપર જશે તો ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

Dharoi Dam: જળસપાટી વધીને 613 ફૂટ પર પહોંચી, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સાથે જ ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે.


ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારાને લઈ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમની જળસપાટી 613 ફૂટે પહોંચતા ડેમ હાલ વોનિગ્ લેવલ પર છે. ધરોઈ ડેમ 621 ફૂટે ઓવર ફલો થાય છે ડેમમાં હાલ 70% જેટલું પાણી સ્ટોર થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે 613 ફૂટે ધરોઈ ડેમની જળસપાટી પહોંચતા ધરોઈ ડેમ સાઈટ દ્વારા 7 જિલ્લાના કલેક્ટરને જાણ કરવામાં આવી છે. મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, આણંદ, અમદાવાદ કલેકટરને એલર્ટ આપવામાં આવ્યું છે. જેને લઈ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે.

ડેમમાં પાણીની આવક 6000 ક્યુસેકની આસપાસ સ્થિર છે

સાબરમતી જળાશય (ધરોઈ ડેમ)માં જળાશયની સપાટી 613 ફૂટે પહોંચી છે. જો કે, 621 ફૂટ સુધી પાણી ભરવાની સરકારે મંજુરી આપી હોઈ ત્યાં સુધી ડેમના દરવાજા ખોલવાની કે નદીમાં પાણી છોડવાની જરૂર નહીં પડે. હાલમાં ડેમમાં પાણીની આવક 6000 ક્યુસેકની આસપાસ સ્થિર છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા સાબરમતી જળાશય યોજના (ધરોઈ ડેમ)માં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે. જો કે, સરકાર દ્વારા ભયજનક સપાટી 621 ફૂટ સુધી પાણીનો સંગ્રહ કરવાની મંજુરી આપવામાં આવી હોઈ ડેમના દરવાજા ખોલવામાં નથી આવ્યા કે નદીમાં પાણી છોડવામાં નથી આવ્યું. જળાશયની સપાટી 622 ફૂટ ઉપર જશે તો ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.