Monkeypoxની એડવાઈઝરી મુજબ રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે: ઋષિકેશ પટેલ

વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે: ઋષિકેશ પટેલએરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલા લેવાયા છે: ઋષિકેશ પટેલ 116 દેશમાં મંકી પોક્સ વાયરસના કેસ નોંધાયા છે સમગ્ર વિશ્વમાં મંકી પોક્સ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે આ મામલે હવે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. મંકી પોક્સ વાયરસને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલા લેવામાં આવ્યા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલા લેવામાં આવ્યા છે તથા કેન્દ્ર સરકારની એડવાઈઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાઓ લઈ રહી છે. તમને જણાવી દઈએ કે રવિવારે જ મંકી પોક્સ પર વડાપ્રધાન મોદીના અગ્ર સચિવ પી.કે.મિશ્રાએ સમીક્ષા બેઠક યોજી હતી અને તેમાં તૈયારીઓને લઈને સમીક્ષા કરવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધી મંકી પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી મંકી પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યા છે. આફ્રિકાના ઘણા વિસ્તારોમાં મંકી પોક્સના કેસ ફેલાવવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરેલી છે. 116 દેશમાં મંકી પોક્સના કારણે 99000થી વધુ કેસ નોંધાયા WHOના જણાવ્યા અનુસાર 2022થી 116 દેશમાં મંકી પોક્સના કારણે 99000થી વધુ કેસ નોંધાયા છે અને તેમાં 200થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં મંકી પોક્સનો છેલ્લો કેસ માર્ચ 2024માં નોંધાયો હતો, ત્યારબાદ એક પણ કેસ સામે આવ્યો નથી. જો કે શંકાસ્પદ દર્દીઓ પર નજર રાખવામાં આવશે અને આ મામલે એરપોર્ટને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે હોસ્પિટલને પણ દર્દીઓની ઓળખ કરવા અને જે દર્દીના શરીર પર ફોલ્લીઓ ઉભરી રહી હોય તેનું ધ્યાન રાખવા સૂચના આપી છે તથા આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના દેશો બાદ સ્વીડન અને હવે પાકિસ્તાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે.

Monkeypoxની એડવાઈઝરી મુજબ રાજ્ય સરકાર પગલાં લઈ રહી છે: ઋષિકેશ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે: ઋષિકેશ પટેલ
  • એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલા લેવાયા છે: ઋષિકેશ પટેલ
  • 116 દેશમાં મંકી પોક્સ વાયરસના કેસ નોંધાયા છે

સમગ્ર વિશ્વમાં મંકી પોક્સ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે આ મામલે હવે કેન્દ્ર સરકાર સહિત રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. મંકી પોક્સ વાયરસને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે.

એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલા લેવામાં આવ્યા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વાયરસ અંગે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી છે અને એરપોર્ટ પર સર્વેલન્સ સહિતના પગલા લેવામાં આવ્યા છે તથા કેન્દ્ર સરકારની એડવાઈઝરી પ્રમાણે રાજ્ય સરકાર પગલાઓ લઈ રહી છે. તમને જણાવી દઈએ કે રવિવારે જ મંકી પોક્સ પર વડાપ્રધાન મોદીના અગ્ર સચિવ પી.કે.મિશ્રાએ સમીક્ષા બેઠક યોજી હતી અને તેમાં તૈયારીઓને લઈને સમીક્ષા કરવામાં આવી હતી.

દેશમાં અત્યાર સુધી મંકી પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી

ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી મંકી પોક્સનો એક પણ કેસ નોંધાયો નથી પણ સાવચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યા છે. આફ્રિકાના ઘણા વિસ્તારોમાં મંકી પોક્સના કેસ ફેલાવવાના કારણે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ તેને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરેલી છે.

116 દેશમાં મંકી પોક્સના કારણે 99000થી વધુ કેસ નોંધાયા

WHOના જણાવ્યા અનુસાર 2022થી 116 દેશમાં મંકી પોક્સના કારણે 99000થી વધુ કેસ નોંધાયા છે અને તેમાં 200થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં મંકી પોક્સનો છેલ્લો કેસ માર્ચ 2024માં નોંધાયો હતો, ત્યારબાદ એક પણ કેસ સામે આવ્યો નથી. જો કે શંકાસ્પદ દર્દીઓ પર નજર રાખવામાં આવશે અને આ મામલે એરપોર્ટને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે.

આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે હોસ્પિટલને પણ દર્દીઓની ઓળખ કરવા અને જે દર્દીના શરીર પર ફોલ્લીઓ ઉભરી રહી હોય તેનું ધ્યાન રાખવા સૂચના આપી છે તથા આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના દેશો બાદ સ્વીડન અને હવે પાકિસ્તાનમાં પણ આ વાયરસના કેસ નોંધાયા છે.