Bharuchમાં પૂરની સ્થિતિ મુદ્દે રાજકારણ ગરમાયું! મુમતાઝ પટેલે ખેડૂતોની વ્યથા શેર કરી

ભારે વરસાદ અને નર્મદા નદીના જળ સ્તર વધતા ભરૂચમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીના ભરાવાને કારણે ખેડૂતોના ખેતરોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ સાથે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે. આ સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને જલદીમાં જલદી વળતર મળે તે અંગે કોંગ્રેસનાં સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે. પાણી ફરી વળવાથી ઘરવખરીને નુકસાન થયુંમુમતાઝ પટેલે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ તથા અન્ય તાલુકાઓના ગામોમાં હાલમાં થયેલા ભારે વરસાદ અને પૂરના લીધે ખેડૂતોને ખેતીમાં તથા જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણી ફરી વળવાથી, ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને પણ નુકસાન થયું છે. મને લોકો ભરૂચની દીકરી કહે છે અને મને ફોન કરીને તેમના પ્રશ્નો કહે છે: મુમતાઝઆ સાથે તેમણે લખ્યું છે કે, હજી ખરીફ પાકનું વાવેતર થઈ શક્યું નથી અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થયું છે. તથા પૂરના કારણે જાનહાનિ થઈ છે. તો સરકાર તરફથી આનું વળતર તાત્કાલિક ધોરણે આવે તેવી માંગણી છે. જે પણ વળતર આપવાનું છે તે જલદીમાં જલદી આપવામાં આવે કારણ કે, લાખો લોકોને નુકસાન છે. અહીંયા અનેક લોકોના ઘર પાણીમાં હતા અને તેમના ઘરવખરીનો સામાન બગડી ગયો છે. જે પણ કામ કરે અને વળતર આપે તે જલદીમાં જલદી આપે. ગયા વર્ષે ભરૂચમાં નર્મદા ડેમ છલકાયા બાદ જે પૂરની સ્થિતિ આવી હતી તેના કારણે પણ ખેડૂતોને નુકસાન થયું હતું તેમાં વળતર આપવામાં ઘણીવાર લાગી હતી. ભરૂચના લોકોને મળી નથી શકી પરંતુ લોકોએ મને કહ્યું છે કે, આ અંગે અમારા માટે કાંઈ કરો. મને લોકો ભરૂચની દીકરી કહે છે અને મને ફોન કરીને તેમના પ્રશ્નો કહે છે. આ અંગે ભાજપના ભુષણ ભટ્ટે જણાવ્યું છે કે, આ પત્ર દિલ્હી બેસીને લખવામાં આવ્યો છે. પત્રમાં ભરૂચની વાત કરી છે. લોકોને તેમને બતાવવું છે કે મારા પત્રને કારણે આ કામગીરી થઈ છે. પરંતુ જનતા જાણે છે કે, સરકાર કામ કરી રહી છે. તેમની આ વાત નિંદનીય છે. મુમતાઝ પટેલ દિલ્હીથી ગાંધીનગર આવતા નથી. દિલ્હીમાં બેસીને તેઓ રાજનીતિ કરે છે.

Bharuchમાં પૂરની સ્થિતિ મુદ્દે રાજકારણ ગરમાયું! મુમતાઝ પટેલે ખેડૂતોની વ્યથા શેર કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારે વરસાદ અને નર્મદા નદીના જળ સ્તર વધતા ભરૂચમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીના ભરાવાને કારણે ખેડૂતોના ખેતરોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ સાથે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે. આ સ્થિતિમાં અસરગ્રસ્ત લોકોને જલદીમાં જલદી વળતર મળે તે અંગે કોંગ્રેસનાં સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે.

પાણી ફરી વળવાથી ઘરવખરીને નુકસાન થયું

મુમતાઝ પટેલે ભરૂચ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરવા માટે પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ તથા અન્ય તાલુકાઓના ગામોમાં હાલમાં થયેલા ભારે વરસાદ અને પૂરના લીધે ખેડૂતોને ખેતીમાં તથા જિલ્લાના અમુક વિસ્તારોમાં પાણી ફરી વળવાથી, ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને પણ નુકસાન થયું છે.

મને લોકો ભરૂચની દીકરી કહે છે અને મને ફોન કરીને તેમના પ્રશ્નો કહે છે: મુમતાઝ

આ સાથે તેમણે લખ્યું છે કે, હજી ખરીફ પાકનું વાવેતર થઈ શક્યું નથી અને ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થયું છે. તથા પૂરના કારણે જાનહાનિ થઈ છે. તો સરકાર તરફથી આનું વળતર તાત્કાલિક ધોરણે આવે તેવી માંગણી છે. જે પણ વળતર આપવાનું છે તે જલદીમાં જલદી આપવામાં આવે કારણ કે, લાખો લોકોને નુકસાન છે. અહીંયા અનેક લોકોના ઘર પાણીમાં હતા અને તેમના ઘરવખરીનો સામાન બગડી ગયો છે. જે પણ કામ કરે અને વળતર આપે તે જલદીમાં જલદી આપે. ગયા વર્ષે ભરૂચમાં નર્મદા ડેમ છલકાયા બાદ જે પૂરની સ્થિતિ આવી હતી તેના કારણે પણ ખેડૂતોને નુકસાન થયું હતું તેમાં વળતર આપવામાં ઘણીવાર લાગી હતી. ભરૂચના લોકોને મળી નથી શકી પરંતુ લોકોએ મને કહ્યું છે કે, આ અંગે અમારા માટે કાંઈ કરો. મને લોકો ભરૂચની દીકરી કહે છે અને મને ફોન કરીને તેમના પ્રશ્નો કહે છે.

આ અંગે ભાજપના ભુષણ ભટ્ટે જણાવ્યું છે કે, આ પત્ર દિલ્હી બેસીને લખવામાં આવ્યો છે. પત્રમાં ભરૂચની વાત કરી છે. લોકોને તેમને બતાવવું છે કે મારા પત્રને કારણે આ કામગીરી થઈ છે. પરંતુ જનતા જાણે છે કે, સરકાર કામ કરી રહી છે. તેમની આ વાત નિંદનીય છે. મુમતાઝ પટેલ દિલ્હીથી ગાંધીનગર આવતા નથી. દિલ્હીમાં બેસીને તેઓ રાજનીતિ કરે છે.