Khedaના વસો તાલુકામાં રામોલ શાળાના પ્રિન્સીપાલને લગ્નમાં જવાના અભરખાએ બદલ્યો નિયમ

Jan 17, 2025 - 16:00
Khedaના વસો તાલુકામાં રામોલ શાળાના પ્રિન્સીપાલને લગ્નમાં જવાના અભરખાએ બદલ્યો નિયમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડાની વસો તાલુકાની રામોલ (અંબાલાલ બાવાજી હાઈસ્કૂલ) હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ. રામોલ હાઈસ્કુલ શાળાના સમયને લઈને ચર્ચાનો ચગડોળે ચઢી. રામોલ શાળાના બાળકો અચાનક વહેલા ઘરે આવતા વાલીઓ મૂંઝાયા.બાદમાં જાણવા મળ્યું કે પ્રિન્સિપાલને લગ્નમાં જવાનું હોવાથી વિદ્યાર્થીઓને વહેલા ઘેર મોકલી દીધા.

પ્રિન્સિપાલની મનમાની

વસોની રામોલ શાળાના પ્રિન્સિપાલે પોતાની મનમાન કરી. પ્રિન્સિપાલ મહેશ પ્રજાપતિએ શાળાના વિદ્યાર્થીઓને તેમના નિયત સમય કરતાં વહેલા છોડી મૂક્યા. સામાન્ય રીતે રામોલ શાળાનો સમય સવારે 07.30 થી બપોરના 12.30 સુધીનો છે. ઠંડીના કારણે રાજ્યની તમામ શાળામાં સવારનો સમય મોડો કરવાનો નિર્દેશ કરાયો હતો. જેના બાદ મોટાભાગની શાળાએ સવારના 6.30 વાગ્યા અને 7.00 વાગ્યાનો સમય મોડો કરી 7.30 કલાકનો કર્યો છે.પરંતુ શાળાના છૂટવાના સમયમાં ખાસ બદલાવ કરાયો નથી. એટલે કે વિદ્યાર્થીઓ 12.30ના કલાકે શાળાએથી છૂટે છે.

વાલીઓ થયા ચિંતિત

પરંતુ તાજેતરમાં રામોલ શાળાના વિદ્યાર્થીઓ 12.30 કલાકે છૂટવાના બદલે 9.30 કલાકે છૂટ્યા હતા. વિદ્યાર્થીઓ અચાનક વહેલા છૂટવાના કારણે વાલીઓ ચિંતાતુર થયા હતા. દરમ્યાન આ મામલાની તપાસ કરતાં વાલીઓને જે બાબત જાણવા મળી તેનાથી તેઓ ચોંકી ગયા. શાળાના પ્રિન્સિપાલ મહેશ પ્રજાપતિને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી વિદ્યાર્થીઓને વહેલા છોડી મૂકયા.

અગાઉ આ જ શાળાના શિક્ષકે રાજ્ય સ્તરે શાળાનું સન્માન વધાર્યું હતું. શિક્ષક દિન નિમિતે રામોલ શાળાના શિક્ષકનું સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું હતું. ત્યારે હવે હાલમાં પ્રિન્સિપાલના લગ્નમાં જવાના અભરખાએ વિદ્યાર્થીઓને નિયત સમય કરતાં વહેલા છોડી મૂકતા શાળા વિવાદમાં આવી.

ડીઈઓ: થશે તપાસ, લેવાશે પગલાં

વિદ્યાર્થીઓને ફક્ત 2 કલાકની શાળા ભરાવી વહેલા છોડી મૂકયાની મુખ્ય બાબત સામે આવતા વાલીઓ નારાજ થયા. રામોલ શાળાનો આ કિસ્સો મીડિયામાં સામે આવ્યા બાદ જિલ્લાશિક્ષણ અધિકારીએ કહ્યું કે આ બાબતે અમને કશું પૂછવામાં આવ્યું નથી. આ મામલાની પૂર્ણતઃ તપાસ કરાશે. પ્રિન્સિપાલના મનઘડત નિર્ણય મામલે ડીઈઓને કોઈ માહિતી આપવામાં આવી નથી. લગ્ન પ્રસંગમાં જવાની પ્રિન્સીપાલની ઉતાવળે શાળાના શિક્ષકો સહિત બાળકોને દોડાવ્યા. ડીઈઓ કહ્યું કે અમે પ્રિન્સિપાલ પાસે આ મામલે ખુલાસો માંગીશું. અને આ બહુ ગંભીર બાબત કહેવાય. પ્રિન્સિપાલની ગંભીર બેદરકારી સામે આકરા પગલાં લેવાશે તેમ અધિકારીએ માહિતી આપી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0