Ahmedabadમાં આજથી બે દિવસ Coldplay Concert યોજાશે, દેશ-વિદેશના લોકો ઉમટશે
અમદાવાદમાં આજથી 2 દિવસ મ્યુઝિકનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે,દેશ-વિદેશના 2 લાખથી વધુ પ્રેક્ષકો લાઈવ શો નિહાળશે તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે,ગુજરાતના 50000થી વધુ લોકો લાઈવ શો નિહાળશે તેવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. જાણો કયાંથી આવશે લોકો કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ દેશ-વિદેશમાંથી લોકો ઉમટવાના છે,એક અંદાજ મુજબ વાત કરવામાં આવે તો સૌથી વધુ મહારાષ્ટ્રના 59310 લોકો લાઈવ શો નિહાળશે,ગોવાના 48521 લોકો લાઈવ શો નિહાળશે,કર્ણાટકના 28374 લોકો લાઈવ શો નિહાળશે,રાજસ્થાનના 5792, તમિલનાડુના 3221 લોકો આવશે,તેલંગાણાના 6342, યૂપીના 6832 લોકો આવશે,પશ્ચિમ બંગાળના 4561 લોકો લાઈવ શો નિહાળશે તેવો એક અંદાજો નક્કી કરવામાં આવ્યો છે. અમદાવાદની પોલીસ પણ રહેશે ફરજમાં હાજર આજે અને આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. બે દિવસ દરમિયાન બે લાખથી વધુ પ્રેક્ષકો આવવાના હોવાથી સુરક્ષા અને ટ્રાફિકને લઇને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને તેની ફારતે કુલ 3825 જેટલા પોલીસ અધિકારીથી લઇને કોન્સ્ટેબલો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકના જેસીપીથી લઇને TRB જવાનો પણ રોડ પર ટ્રાફિક ન થાય અને શાંતિપૂર્ણ રીતે વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે કાર્યરત રહેશે. કામચલાઉ હોસ્પિટલ પણ ઉભી કરાશે બોમ્બ ડિટેક્ટિવ એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, એસડીઆરએફા, ક્યુઆરટીની ટીમે પણ બંદોબસ્તમાં જોડાશે. સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોના ચેકિંગ માટે 150 ડૉર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને 250 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ અલાયદા બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય અને આડેધડ વાહનો લોકો પાર્ક કરે નહીં તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા 16 ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે. જો કોઇ આડેધડ વાહન કરશે તો ટ્રાફિક પોલીસ ટો કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે. કાર્યક્રમ દરમ્યાન કોઇ વ્યકિતની તબિયત લથડે અથવા કંઇપણ આરોગ્ય લગતી તકલીફા ઉભી થાય તો જલ્દીથી સારવાર મળી રહે તે માટે સ્ટેડિયમ ખાતે કામચલાઉ હોસ્પિટલની સુવિધા પણ ઉભી કરાઇ છે. રાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન પણ મળી રહેશે આજે અને આવતીકાલે અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે જેમાં 2 દિવસ કોન્સર્ટ યોજાશે સાથે સાથે અમદાવાદ મેટ્રોએ સમયમાં રાત્રીના સમય દરમિયાન ટાઈમિંગમાં વધારો કર્યો છે.બે દિવસ માટે દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આજથી 2 દિવસ મ્યુઝિકનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે,દેશ-વિદેશના 2 લાખથી વધુ પ્રેક્ષકો લાઈવ શો નિહાળશે તેવો અંદાજો લગાવવામાં આવ્યો છે,ગુજરાતના 50000થી વધુ લોકો લાઈવ શો નિહાળશે તેવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે.
જાણો કયાંથી આવશે લોકો
કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ દેશ-વિદેશમાંથી લોકો ઉમટવાના છે,એક અંદાજ મુજબ વાત કરવામાં આવે તો સૌથી વધુ મહારાષ્ટ્રના 59310 લોકો લાઈવ શો નિહાળશે,ગોવાના 48521 લોકો લાઈવ શો નિહાળશે,કર્ણાટકના 28374 લોકો લાઈવ શો નિહાળશે,રાજસ્થાનના 5792, તમિલનાડુના 3221 લોકો આવશે,તેલંગાણાના 6342, યૂપીના 6832 લોકો આવશે,પશ્ચિમ બંગાળના 4561 લોકો લાઈવ શો નિહાળશે તેવો એક અંદાજો નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદની પોલીસ પણ રહેશે ફરજમાં હાજર
આજે અને આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. બે દિવસ દરમિયાન બે લાખથી વધુ પ્રેક્ષકો આવવાના હોવાથી સુરક્ષા અને ટ્રાફિકને લઇને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને તેની ફારતે કુલ 3825 જેટલા પોલીસ અધિકારીથી લઇને કોન્સ્ટેબલો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકના જેસીપીથી લઇને TRB જવાનો પણ રોડ પર ટ્રાફિક ન થાય અને શાંતિપૂર્ણ રીતે વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે કાર્યરત રહેશે.
કામચલાઉ હોસ્પિટલ પણ ઉભી કરાશે
બોમ્બ ડિટેક્ટિવ એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, એસડીઆરએફા, ક્યુઆરટીની ટીમે પણ બંદોબસ્તમાં જોડાશે. સ્ટેડિયમમાં આવતા પ્રેક્ષકોના ચેકિંગ માટે 150 ડૉર ફ્રેમ મેટલ ડિટેક્ટર અને 250 હેન્ડ હેલ્ડ મેટલ ડિટેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ અલાયદા બંદોબસ્તમાં તૈનાત રહેશે. ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય અને આડેધડ વાહનો લોકો પાર્ક કરે નહીં તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા 16 ક્રેનની પણ વ્યવસ્થા કરાઈ છે. જો કોઇ આડેધડ વાહન કરશે તો ટ્રાફિક પોલીસ ટો કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે. કાર્યક્રમ દરમ્યાન કોઇ વ્યકિતની તબિયત લથડે અથવા કંઇપણ આરોગ્ય લગતી તકલીફા ઉભી થાય તો જલ્દીથી સારવાર મળી રહે તે માટે સ્ટેડિયમ ખાતે કામચલાઉ હોસ્પિટલની સુવિધા પણ ઉભી કરાઇ છે.
રાત્રી દરમિયાન મેટ્રો ટ્રેન પણ મળી રહેશે
આજે અને આવતીકાલે અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે જેમાં 2 દિવસ કોન્સર્ટ યોજાશે સાથે સાથે અમદાવાદ મેટ્રોએ સમયમાં રાત્રીના સમય દરમિયાન ટાઈમિંગમાં વધારો કર્યો છે.બે દિવસ માટે દોઢ કલાકના સમયમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં 25 અને 26 જાન્યુઆરીએ રાત્રીના મોટેરા સ્ટેશનથી અંતિમ મેટ્રો 12.30 વાગ્યા સુધી મળશે જેમાં મોટેરાથી એપીએમસી અને થલતેજ રૂટ માટે જ સમય વધારવામાં આવ્યો છે.