Kapadvanj: 108 કર્મીઓએ એમ્બ્યુલન્સ વાનમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી
કપડવંજ તાલુકાના બાકરના મુવાડા ગામની મહિલાની જોખમી પ્રસુતિને 108 ટીમે સફળતાપૂર્વક કરી હતી. હાલ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે.વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર બાકરના મુવાડા ગામમાં રહેતા નરેશભાઈ રાવળની પત્ની મંજુલાબેનને પ્રસુતિનો દુઃખાવો શરૂ થયો હતો. જેથી 108 વાનને ફોન કરીને એમ્બ્યુલન્સવાન બોલાવી હતી. મંજુલાબેનની આ છઠ્ઠી ડીલીવરી હતી. અગાઉ તેમને પાંચ દિકરીઓ છે. 108ના ઈએમટી દિલીપ પરમાર અને પાયલોટ રમેશ શર્મા બાકરના મુવાડા ખાતે તાત્કાલિક પહોંચ્યા હતા. દર્દીને તત્કાળ હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરી લઈ જતા હતા. દરમિયાન પ્રસૃતિના અતિશય દુઃખાવો થતા તેણીની પ્રસુતિ એમ્બ્યુલન્સ વાનમાં કરવાની ફરજ પડી હતી. જેથી એમ્બ્યુલન્સ વાનને બાજુમાં ઉભી રાખી દિલીપભાઈએ એઈઆરસીપી ડૉ.રૂદ્રેશની સલાહ લઈને પ્રસુતાની એમ્બ્યુલન્સ વાનમાં જ ડીલવરી કરાવી જરૂરી સારવાર આપી હતી. મંજુલાબેન તથા નવજાત શિશુને કપડવંજ CHCમાં ખસેડવામાં આવ્યા હતા. આમ મંજુલાબેનની છઠ્ઠી જોખમી પ્રસુતિ હોવાથી એમ્બ્યુલન્સ વાન તેમના માટે જીવાદોરી સમાન બની હતી. હાલ માતા અને શિશુ બન્ને સ્વસ્થ છે. તેણીના પતિ નરેશભાઈ તથા પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કપડવંજ તાલુકાના બાકરના મુવાડા ગામની મહિલાની જોખમી પ્રસુતિને 108 ટીમે સફળતાપૂર્વક કરી હતી. હાલ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર બાકરના મુવાડા ગામમાં રહેતા નરેશભાઈ રાવળની પત્ની મંજુલાબેનને પ્રસુતિનો દુઃખાવો શરૂ થયો હતો. જેથી 108 વાનને ફોન કરીને એમ્બ્યુલન્સવાન બોલાવી હતી. મંજુલાબેનની આ છઠ્ઠી ડીલીવરી હતી. અગાઉ તેમને પાંચ દિકરીઓ છે. 108ના ઈએમટી દિલીપ પરમાર અને પાયલોટ રમેશ શર્મા બાકરના મુવાડા ખાતે તાત્કાલિક પહોંચ્યા હતા. દર્દીને તત્કાળ હોસ્પિટલ લઈ જવાની તજવીજ કરી લઈ જતા હતા. દરમિયાન પ્રસૃતિના અતિશય દુઃખાવો થતા તેણીની પ્રસુતિ એમ્બ્યુલન્સ વાનમાં કરવાની ફરજ પડી હતી. જેથી એમ્બ્યુલન્સ વાનને બાજુમાં ઉભી રાખી દિલીપભાઈએ એઈઆરસીપી ડૉ.રૂદ્રેશની સલાહ લઈને પ્રસુતાની એમ્બ્યુલન્સ વાનમાં જ ડીલવરી કરાવી જરૂરી સારવાર આપી હતી. મંજુલાબેન તથા નવજાત શિશુને કપડવંજ CHCમાં ખસેડવામાં આવ્યા હતા. આમ મંજુલાબેનની છઠ્ઠી જોખમી પ્રસુતિ હોવાથી એમ્બ્યુલન્સ વાન તેમના માટે જીવાદોરી સમાન બની હતી. હાલ માતા અને શિશુ બન્ને સ્વસ્થ છે. તેણીના પતિ નરેશભાઈ તથા પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.