My Ration મોબાઈલ એપ્લિકેશનની મદદથી રેશનકાર્ડમાં E– KYC કરાવવું બન્યું સરળ
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ - કે.વાય.સી. કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે. e– KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે. e – KYC માટે કોઈપણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.રેશનકાર્ડ ધારકો માટે ઘરે બેઠાં જાતે જ e – KYC કરાવવું સરળ બન્યું છે. સરકારની “My Ration” મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે ”e-KYC” કરી શકાય છે.આથી સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે. ઓનલાઈન એપ્લિકેશનનાં માધ્યમથી ઈ - કે.વાય.સી. કરાવવાની પ્રક્રિયા સરળ છે. રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે.ચાલો, જાણીએ રાશનકાર્ડમાં ઘરે બેઠાં કઈ રીતે e–KYC કરી શકાય? 01-સૌપ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાંથી “My Ration” એપ ડાઉનલોડ કરો. 02-જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી વેરીફાઈ કરો. ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશનકાર્ડ સાથે લીંક કરો. હવે હોમ પેજ પર જાવ અને જ્યાં ઘણા ઓપ્શન દેખાશે તેમાંથી આધાર e – KYC ઓપ્શન પસંદ કરો. 03-નવું પેજ ઓપન થશે, જેમાં જુદીજુદી સુચનાઓ આપેલી હશે. તે કાળજીપૂર્વક વાંચવી. ત્યારબાદ આધાર ફેસ રીડરની લીંક આપેલ હશે. સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ઓપન થશે. તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે. 04-હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે, જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે e-kyc થયું છે કે નહીં તે દેખાશે. જે નામ સામે NO દેખાય છે તે નામને e-kyc માટે પસંદ કરો. હવે જે વિન્ડો ઓપન થયો, તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો. 05-આધાર ફેસ રીડર એપ ચાલુ થશે. જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલર માં રાઉન્ડ થવું જરૂરી છે. (આંખને પલકાવવી જરૂરી છે.) ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું e-kyc કર્યું છે તે વ્યક્તિની ડીટેલ આવશે. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. હવે સક્સેસફુલ મેસેજ આવશે. 06-આમ તમારું રાશનકાર્ડ e-kyc સક્સેસફૂલી થઈ જશે. આધારકાર્ડ સીડ કરાવી શકાય અત્રે નોંધનીય છે કે, e-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર નંબર રેશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા e-KYC કરી શકશે. રેશનકાર્ડમાં જે સભ્યના આધાર નંબર સીડ થયેલા ન હોય તેઓ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા, મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી રેશનકાર્ડ તથા આધારકાર્ડ સીડ કરાવી શકાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ - કે.વાય.સી. કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે. e– KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે. e – KYC માટે કોઈપણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.રેશનકાર્ડ ધારકો માટે ઘરે બેઠાં જાતે જ e – KYC કરાવવું સરળ બન્યું છે. સરકારની “My Ration” મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે ”e-KYC” કરી શકાય છે.આથી સમય અને નાણાંનો વ્યય થતો પણ અટકશે અને બચત થશે. ઓનલાઈન એપ્લિકેશનનાં માધ્યમથી ઈ - કે.વાય.સી. કરાવવાની પ્રક્રિયા સરળ છે. રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે.
ચાલો, જાણીએ રાશનકાર્ડમાં ઘરે બેઠાં કઈ રીતે e–KYC કરી શકાય?
01-સૌપ્રથમ ગુગલ પ્લે સ્ટોરમાંથી “My Ration” એપ ડાઉનલોડ કરો.
02-જેના નામનું રાશનકાર્ડ છે તેમનો મોબાઈલ નંબર દાખલ કરો ત્યારબાદ ઓટીપી આવશે તે દાખલ કરો તેનાથી વેરીફાઈ કરો. ત્યારબાદ પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો તેમજ રાશનકાર્ડ સાથે લીંક કરો. હવે હોમ પેજ પર જાવ અને જ્યાં ઘણા ઓપ્શન દેખાશે તેમાંથી આધાર e – KYC ઓપ્શન પસંદ કરો.
03-નવું પેજ ઓપન થશે, જેમાં જુદીજુદી સુચનાઓ આપેલી હશે. તે કાળજીપૂર્વક વાંચવી. ત્યારબાદ આધાર ફેસ રીડરની લીંક આપેલ હશે. સૌપ્રથમ આધાર ફેસ રીડર એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. હવે નીચે ચેકબોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ નવું પેજ ઓપન થશે. તેની નીચે કોડ હશે તે બાજુના ખાનામાં દાખલ કરો. ત્યારબાદ તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે તેનો નંબર તથા કાર્ડના સભ્યોની વિગત દેખાશે.
04-હવે એક નાનો વિન્ડો ઓપન થયો હશે, જેમાં કાર્ડના સભ્યોની વિગત અને દરેક નામ સામે e-kyc થયું છે કે નહીં તે દેખાશે. જે નામ સામે NO દેખાય છે તે નામને e-kyc માટે પસંદ કરો. હવે જે વિન્ડો ઓપન થયો, તેમાં ચેકબોક્સ પર ક્લિક કરો અને ઓટીપી જનરેટ કરો અને વેરીફાઈ કરો.
05-આધાર ફેસ રીડર એપ ચાલુ થશે. જે વ્યક્તિનું વેરીફાઇ કરવાનું છે તેની સેલ્ફી લેવી જે એક ગ્રીન કલર માં રાઉન્ડ થવું જરૂરી છે. (આંખને પલકાવવી જરૂરી છે.) ગ્રીન રાઉન્ડ થઈ ગયા બાદ જે વ્યક્તિનું e-kyc કર્યું છે તે વ્યક્તિની ડીટેલ આવશે. ત્યારબાદ ચેકબોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો. હવે સક્સેસફુલ મેસેજ આવશે.
06-આમ તમારું રાશનકાર્ડ e-kyc સક્સેસફૂલી થઈ જશે.
આધારકાર્ડ સીડ કરાવી શકાય
અત્રે નોંધનીય છે કે, e-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર નંબર રેશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા e-KYC કરી શકશે. રેશનકાર્ડમાં જે સભ્યના આધાર નંબર સીડ થયેલા ન હોય તેઓ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા, મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી રેશનકાર્ડ તથા આધારકાર્ડ સીડ કરાવી શકાય છે.