Junagadh Palika Election 2025: તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, લોકોમાં ભારે રોષ
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ પાર્ટીઓ પ્રચારના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે વોર્ડ નંબર 9માં પૂર્વ મેયરના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધા ના અભાવથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે મતદાન કરવામાં આવશે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં આવતા તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, બે વખત આ વોર્ડમાંથી જ મેયર બનાવવામાં આવ્યા હતા. પરંતુ લોકોની સુવિધા અંગે કોઈપણ ધ્યાન આપવામાં ન આવતા આજે પણ લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે પ્રાથમિક સુવિધા ના નામે માત્ર વાતો કરતા કોર્પોરેટરોને પણ મત માટે ન આવવા જણાવી દીધું છે અને ભાજપના જ કાર્યકર અશ્વિન ભરાઈએ આ વિસ્તારના લોકોના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી છે અને જેને કારણે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાંચ વર્ષમાં કોઈ કામો કરવામાં આવ્યા નથી પહેલા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં જે કામો કરવામાં આવ્યા નથી, તેને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કોઈપણ સમસ્યાનો નિરાકરણના આવતા મતદારોમાં રોષ ફેલાયો છે અને આ વિસ્તારના કામો કરશે તેવા ઉમેદવારની જ સ્થાનિકો દ્વારા પસંદગી કરવામાં આવશે. આપ આ વર્ષે ભાજપ દ્વારા ફરીથી પૂર્વ મેયરને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે મતદારોનો મિજાજ શું રહેશે. 16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન ઉલ્લેખનીય છે કે આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન યોજાશે અને આ વખતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ત્રિકોણીયો જંગ જોવા મળશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જનતા આ વખતે કોને સત્તા આપશે, તે તો આવનારો સમય જ બતાવશે.
![Junagadh Palika Election 2025: તમામ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, લોકોમાં ભારે રોષ](https://epapercdn.sandesh.com/images/2025/02/11/X2rBz8acBBAGoY0gUF4FlUuf7fp2bfb4iYR8fnUK.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અને મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે અને તમામ પાર્ટીઓ પ્રચારના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે વોર્ડ નંબર 9માં પૂર્વ મેયરના વોર્ડમાં જ પ્રાથમિક સુવિધા ના અભાવથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ
જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક માટે મતદાન કરવામાં આવશે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં આવતા તમામ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, બે વખત આ વોર્ડમાંથી જ મેયર બનાવવામાં આવ્યા હતા. પરંતુ લોકોની સુવિધા અંગે કોઈપણ ધ્યાન આપવામાં ન આવતા આજે પણ લોકો સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે પ્રાથમિક સુવિધા ના નામે માત્ર વાતો કરતા કોર્પોરેટરોને પણ મત માટે ન આવવા જણાવી દીધું છે અને ભાજપના જ કાર્યકર અશ્વિન ભરાઈએ આ વિસ્તારના લોકોના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરી છે અને જેને કારણે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પાંચ વર્ષમાં કોઈ કામો કરવામાં આવ્યા નથી
પહેલા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં જે કામો કરવામાં આવ્યા નથી, તેને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કોઈપણ સમસ્યાનો નિરાકરણના આવતા મતદારોમાં રોષ ફેલાયો છે અને આ વિસ્તારના કામો કરશે તેવા ઉમેદવારની જ સ્થાનિકો દ્વારા પસંદગી કરવામાં આવશે. આપ આ વર્ષે ભાજપ દ્વારા ફરીથી પૂર્વ મેયરને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ વખતે મતદારોનો મિજાજ શું રહેશે.
16 ફેબ્રુઆરીએ યોજાશે મતદાન
ઉલ્લેખનીય છે કે આગામી 16 ફેબ્રુઆરીએ રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન યોજાશે અને આ વખતે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ત્રિકોણીયો જંગ જોવા મળશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે જનતા આ વખતે કોને સત્તા આપશે, તે તો આવનારો સમય જ બતાવશે.