Rajkotમાં નિવૃત બેંક કર્મચારીને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી પડાવ્યા 56 લાખ
ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે,છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ભાવનગર અને રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે જેમાં મોટી છેતરપિંડી આચરવામાં આવી છે,ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટના નામે 15 લાખ રૂપિયા તો રાજકોટમાં ડિજિટલ એરેસ્ટના નામે 56 લાખ રૂપિયા એટેલે કે ગુજરાતના બે જિલ્લાઓમાં ડિજિટલ એરેસ્ટના નામે 71 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. રાજકોટમાં સાયબર ગઠીયાઓનો ત્રાસ રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે જેમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા અને ઠગબાજે રૂપિયા 56 લાખ પડાવ્યા હતી,મની લોન્ડરિંગનો ઉપયોગ કરીને ઠગાઈ આચરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તમારું એરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા,આ ઘટનામાં દર 2 કલાકે વોટ્સઅપ પર વૃદ્ધના ફોટા મંગાવતા હતા.ઠગબાજોએ કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા જેને લઈ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે. ડિજિટલ ધરપકડ શું છે? ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે. સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. 1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. 2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો. 3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો. 4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં. 5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં વધારો થયો છે,છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ભાવનગર અને રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે જેમાં મોટી છેતરપિંડી આચરવામાં આવી છે,ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટના નામે 15 લાખ રૂપિયા તો રાજકોટમાં ડિજિટલ એરેસ્ટના નામે 56 લાખ રૂપિયા એટેલે કે ગુજરાતના બે જિલ્લાઓમાં ડિજિટલ એરેસ્ટના નામે 71 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
રાજકોટમાં સાયબર ગઠીયાઓનો ત્રાસ
રાજકોટમાં ડિજિટલ એરેસ્ટનો કિસ્સો બન્યો છે જેમાં નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા અને ઠગબાજે રૂપિયા 56 લાખ પડાવ્યા હતી,મની લોન્ડરિંગનો ઉપયોગ કરીને ઠગાઈ આચરવામાં આવી હોવાની વાત સામે આવી છે.તમારું એરેસ્ટ વોરંટ કઢાયું છે તેમ કરીને રૂપિયા પડાવ્યા હતા,આ ઘટનામાં દર 2 કલાકે વોટ્સઅપ પર વૃદ્ધના ફોટા મંગાવતા હતા.ઠગબાજોએ કટકે કટકે રૂપિયા 56 લાખ પડાવ્યા જેને લઈ રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણો આવી છેતરપિંડીથી કઈ રીતે બચી શકાય
એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સંચાર સાથી વેબસાઈટમાં ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું છે.સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે.
ડિજિટલ ધરપકડ શું છે?
ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા વધ્યા છે,એમા પણ ડિજિટલ ધરપકડના કિસ્સાઓમાં વધારો થયો છે.સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ તમને ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ તમને ઘરમાં કેદ રાખે છે. આવી સ્થિતિમાં, વીડિયો કોલ દરમિયાન, છેતરપિંડી કરનાર તેની પૃષ્ઠભૂમિને પોલીસ સ્ટેશનની જેમ બનાવે છે, આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. પીડિતાને તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, પીડિતાને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે, તમારી અને તમારા ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો.
1-કોઈપણ અજાણ્યા સ્ત્રોતમાંથી આવતી કોઈપણ લિંક પર ક્લિક કરવાનું ટાળો.
2-કોઈપણ અજાણ્યા ફોન કોલ પર તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો આપવાનું ટાળો.
3-વ્યક્તિગત ડેટા અને કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પ્લેટફોર્મ પર મજબૂત પાસવર્ડ રાખો.
4-કોઈપણ તૃતીય પક્ષ એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ બિન-સત્તાવાર પ્લેટફોર્મ પરથી કંઈપણ ઇન્સ્ટોલ કરશો નહીં.
5-તમારા ઉપકરણને અપડેટ રાખો, તમારી બધી એપ્લિકેશનો અપડેટ રાખો.