Rajkot: જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે ખેડૂતોને ધરમ ધક્કા
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે જસદણમાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મગફળી ખરીદી માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન થતા ખેડૂતો વિમાસણમાં મૂકાઈ ગયા છે. ખેડૂતો હજી ખરીદી અંગેની વાટ જોઈને બેસી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ ગઇ છે. જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જસદણ પંથકના ખેડૂતો ટેકાના ભાવની ખરીદીની રાહ જોઈ બેઠા હતા પણ હજી લગી ખરીદી શરૂ કરવામાં નથી આવી. ટેકાના ભાવની ખરીદી શરૂ ન થતા જસદણ કોંગ્રેસ પ્રમુખ ધીરુ છાયાણી જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. સરકાર પ્રતિ મણના 1356 રૂપિયાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી છે. જોકે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો મગફળીના નીચા ભાવે 1100 થી 1200માં વેચવા મજબૂર બન્યા છે. 18/11/2024 શરૂ કરવામાં નહીં આવે તો પ્રાંત કચેરીની બહાર ધારણા કરશું તેવી ચિમકી આપી છે. દિવાળી બાદ મગફળી શરૂ થવી જોઈએ પરંતુ જસદણમાં ખેડૂતોને મગફળી વેચવા હજી વાટ જોવાનો વારો આવ્યો છે. જેના લીધે મગફળીના જથ્થાને લઈ ખેડૂતો ઓછા ભાવે પણ મગફળી વેચી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ રાજકોટ ગ્રામ્ય સહિત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે જસદણમાં ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. મગફળી ખરીદી માટે ખેડૂતોને ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન થતા ખેડૂતો વિમાસણમાં મૂકાઈ ગયા છે. ખેડૂતો હજી ખરીદી અંગેની વાટ જોઈને બેસી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ ગઇ છે. જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જસદણ પંથકના ખેડૂતો ટેકાના ભાવની ખરીદીની રાહ જોઈ બેઠા હતા પણ હજી લગી ખરીદી શરૂ કરવામાં નથી આવી. ટેકાના ભાવની ખરીદી શરૂ ન થતા જસદણ કોંગ્રેસ પ્રમુખ ધીરુ છાયાણી જસદણ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું.
સરકાર પ્રતિ મણના 1356 રૂપિયાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી છે. જોકે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતો મગફળીના નીચા ભાવે 1100 થી 1200માં વેચવા મજબૂર બન્યા છે. 18/11/2024 શરૂ કરવામાં નહીં આવે તો પ્રાંત કચેરીની બહાર ધારણા કરશું તેવી ચિમકી આપી છે. દિવાળી બાદ મગફળી શરૂ થવી જોઈએ પરંતુ જસદણમાં ખેડૂતોને મગફળી વેચવા હજી વાટ જોવાનો વારો આવ્યો છે. જેના લીધે મગફળીના જથ્થાને લઈ ખેડૂતો ઓછા ભાવે પણ મગફળી વેચી રહ્યા છે.