Gujarat Universityના બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે પ્રોફેસરની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ
ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે અંતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે 4.09 કરોડની ઉચાપતની ફરિયાદ મામલે આરોપી પ્રોફેસરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમ છતાં 16 કરોડની રકમના ખર્ચના પુરાવા મળ્યા નથી, જે સૌથી ગંભીર બાબત છે.એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે ગુજરાત યુનિવર્સિટીના 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી, ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરી હતી. આ દરમિયાન કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતી બદલ ફરજ મોકુફ પણ કરવામાં આવ્યા હતા. પૈસા ક્યાં વાપર્યા તેની તપાસ શરૂ સાથે જ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં ઈન્કવાયરી કરવામાં આવી હતી. જે ઈન્કવાયરી દરમિયાન કમલજીત લખતરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી તેમના વિરોધમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા ગુજરાત યુનિવર્સિટીના અધિકારી અજય દાસે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિયએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કમલજીત લખતરિયા, વર્ષ 2015થી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડીનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા અને ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એનિમેશન વિભાગમાં ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને 70 ટકા એનિમેશન વિભાગને આપવાના હતા. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી આરોપીના માથે હતી. 67.32 લાખ ટુકડે ટુકડે જમા કરાવ્યા પરંતુ કમલજી લખતરિયાએ વધુ રુપિયા ટ્રાન્સફર કર્યા ન હતા. જેમાંથી 67.32 લાખ ટુકડે ટુકડે પરત જમા કરાવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીને લેવાના 30 ટકા લેખેના 4.09 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા ના હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાની ઉચાપત કરી હતી. જેથી ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર કમલજીત લખતરીયાની ધરપકડ કરી યુનિવર્સિટીના નાણાં ક્યાં વાપર્યા તથા પોતાના અને પરિવારના બેન્ક એકાઉન્ટ સિવાય રૂપિયા કોના ખાતામાં જમા કરવામાં આવ્યા? આરોપીએ આ છેતરપિંડીમાં અન્ય કોઈને મદદ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે અંતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે 4.09 કરોડની ઉચાપતની ફરિયાદ મામલે આરોપી પ્રોફેસરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમ છતાં 16 કરોડની રકમના ખર્ચના પુરાવા મળ્યા નથી, જે સૌથી ગંભીર બાબત છે.
એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પ્રોફેસર કમલજીત લખતરિયા સામે ગુજરાત યુનિવર્સિટીના 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે પ્રોફેસરની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી, ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરી હતી. આ દરમિયાન કમલજીત લખતરિયાને નાણાકીય ગેરરીતી બદલ ફરજ મોકુફ પણ કરવામાં આવ્યા હતા.
પૈસા ક્યાં વાપર્યા તેની તપાસ શરૂ
સાથે જ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં ઈન્કવાયરી કરવામાં આવી હતી. જે ઈન્કવાયરી દરમિયાન કમલજીત લખતરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા મળ્યા ન હતા. જેથી તેમના વિરોધમાં ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા
ગુજરાત યુનિવર્સિટીના અધિકારી અજય દાસે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિયએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કમલજીત લખતરિયા, વર્ષ 2015થી એનિમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડીનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા અને ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એનિમેશન વિભાગમાં ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને 70 ટકા એનિમેશન વિભાગને આપવાના હતા. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી આરોપીના માથે હતી.
67.32 લાખ ટુકડે ટુકડે જમા કરાવ્યા
પરંતુ કમલજી લખતરિયાએ વધુ રુપિયા ટ્રાન્સફર કર્યા ન હતા. જેમાંથી 67.32 લાખ ટુકડે ટુકડે પરત જમા કરાવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીને લેવાના 30 ટકા લેખેના 4.09 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા ના હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાની ઉચાપત કરી હતી. જેથી ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટર કમલજીત લખતરીયાની ધરપકડ કરી યુનિવર્સિટીના નાણાં ક્યાં વાપર્યા તથા પોતાના અને પરિવારના બેન્ક એકાઉન્ટ સિવાય રૂપિયા કોના ખાતામાં જમા કરવામાં આવ્યા? આરોપીએ આ છેતરપિંડીમાં અન્ય કોઈને મદદ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.