Chhotaudepurના વીરપુર ગામે બાળકો નદીમાંથી પસાર થઈને જાય છે શાળાએ,જુઓ Video

છેલ્લા કેટલાય વર્ષોથી બાળકો પાણીમાથી પસાર થઈને જાય છે શાળાએ તંત્રને અને ધારાસભ્યને વારંવાર રજૂઆત કરાઈ પણ પરિણામ શૂન્ય કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર ? છોટાઉદેપુરમાં શાળાનું શિક્ષણ મેળવવા માટે કેટ કેટલી તકલીફો વેઠી રહ્યા છે આ બાળકો તેનું દ્રશ્ય સામે આવ્યું છે.આ દ્રશ્યનો પુરાવો પાવી જેતપુર તાલુકાના વીરપુર ખાતે જોવા મળ્યો છે જેમા આ ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે દરરોજ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે. ડુંગરાળ વિસ્તાર છોટાઉદેપુર જીલ્લો આદિવાસી જીલ્લો અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો જીલ્લો છે.જેના કારણે અહીંયા ડગલેને પગલે મુશ્કેલીઓ જોવા મળે છે.ત્યારે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ મેળવવા માટે બાળકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.એક તરફ કેટલીક ઠેકાણે ગુલ્લેબાજ શિક્ષકો જોવા મળે છે ત્યારે કેટલીક ઠેકાણે અસંખ્ય મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે પણ શાળાના બાળકો અને શિક્ષકો શાળાએ જઈ રહ્યા છે.આવા જ દ્રશ્યો પાવી જેતપુર તાલુકાના વીરપુર ખાતે જોવા મળ્યા છે. પ્રાથમિક શાળા આવેલી છે ગામમા પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના વીરપુર ખાતે 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે જે ભારજ નદીના કિનારે આવેલી છે.આ શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકો અને શિક્ષકો ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે.તેની પાછળનું કારણ શાળા છે.આ પ્રાથમિક શાળા નદી કિનારે આવેલી છે.જ્યારે ગામના ચાર ફળિયા નદીના સામે કિનારે આવેલા છે.ગામની ભૌગોલિક સ્થિતિ વિસમ છે,જેના કારણે ગામના ચાર ફળીયાના લોકોને બે કિલોમીટર સુધી કોતરના રસ્તામાંથી જ પસાર થવું પડે છે.જેના કારણે વીરપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારજ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે. કોઈ દુર્ઘટના થશે તો કોણ જવાબદાર હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે.જેના કારણે ભારજ નદીમાં પાણી આવી ગયા છે.ત્યારે હાલ વીરપુર પ્રાથમિક શાળાના બાળકોને દરરોજ દિવસમાં બે વખત અભ્યાસ કરવા માટે અને શાળાના શિક્ષકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે.કેટલીકવાર બાળકો શાળામાં આવ્યા બાદ નદીમાં પાણી વધી જાય ત્યારે શાળાના શિક્ષકો બાળકોને નદી પાર કરાવતા હોવાનું જણાવી રહ્યા છે. આંતરિયાળ ગામમાં વિકાસ કરો તંત્ર આટલું તો ઠીક વીરપુર ગામના ચાર ફળિયા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે.જેના કારણે ગ્રામજનોને પણ ભારે મુશ્કેલી પાડી રહી છે એક અઠવાડિયા પહેલા જ એક પ્રસૂતા મહિલાને અડધી રાત્રે પ્રસુતિની પીડા ઉપડી હતી.ત્યારે મધરાતે ધોધમાર વરસાદ વરસતો હતો અને ભારજ નદીમાં પાણી પણ ખૂબ હોવાથી મહિલાને દવાખાને પણ લઈ જઈ શકાઇ ન હતી, અને મહિલાના પતિએ જ ઘરે પ્રસૂતિ કરાવી હોવાનું જણાવ્યું હતું.હાલ તો વીરપુર ગામના બાળકો દરરોજ દિવસમાં બે વખત જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર બાળકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની વાતો કરે છે અને બીજી બાજુ બાળકો અભ્યાસ માટે જીવનું જોખમ ખેડવા માટે મજબૂર બન્યા છે ત્યારે સ્થાનિક લોકો કોતર ઉપર કોઝ વે અથવા નાળુ બને તેવી માંગ પણ કરી રહ્યા છે.

Chhotaudepurના વીરપુર ગામે બાળકો નદીમાંથી પસાર થઈને જાય છે શાળાએ,જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છેલ્લા કેટલાય વર્ષોથી બાળકો પાણીમાથી પસાર થઈને જાય છે શાળાએ
  • તંત્રને અને ધારાસભ્યને વારંવાર રજૂઆત કરાઈ પણ પરિણામ શૂન્ય
  • કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર ?
છોટાઉદેપુરમાં શાળાનું શિક્ષણ મેળવવા માટે કેટ કેટલી તકલીફો વેઠી રહ્યા છે આ બાળકો તેનું દ્રશ્ય સામે આવ્યું છે.આ દ્રશ્યનો પુરાવો પાવી જેતપુર તાલુકાના વીરપુર ખાતે જોવા મળ્યો છે જેમા આ ગામના બાળકોને પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે દરરોજ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે.

ડુંગરાળ વિસ્તાર
છોટાઉદેપુર જીલ્લો આદિવાસી જીલ્લો અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો જીલ્લો છે.જેના કારણે અહીંયા ડગલેને પગલે મુશ્કેલીઓ જોવા મળે છે.ત્યારે અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ મેળવવા માટે બાળકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.એક તરફ કેટલીક ઠેકાણે ગુલ્લેબાજ શિક્ષકો જોવા મળે છે ત્યારે કેટલીક ઠેકાણે અસંખ્ય મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે પણ શાળાના બાળકો અને શિક્ષકો શાળાએ જઈ રહ્યા છે.આવા જ દ્રશ્યો પાવી જેતપુર તાલુકાના વીરપુર ખાતે જોવા મળ્યા છે.



પ્રાથમિક શાળા આવેલી છે ગામમા
પાવી જેતપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારના વીરપુર ખાતે 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે જે ભારજ નદીના કિનારે આવેલી છે.આ શાળામાં અભ્યાસ કરવા માટે આવતા બાળકો અને શિક્ષકો ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે.તેની પાછળનું કારણ શાળા છે.આ પ્રાથમિક શાળા નદી કિનારે આવેલી છે.જ્યારે ગામના ચાર ફળિયા નદીના સામે કિનારે આવેલા છે.ગામની ભૌગોલિક સ્થિતિ વિસમ છે,જેના કારણે ગામના ચાર ફળીયાના લોકોને બે કિલોમીટર સુધી કોતરના રસ્તામાંથી જ પસાર થવું પડે છે.જેના કારણે વીરપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભારજ નદીના પાણીમાંથી જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે.



કોઈ દુર્ઘટના થશે તો કોણ જવાબદાર
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે.જેના કારણે ભારજ નદીમાં પાણી આવી ગયા છે.ત્યારે હાલ વીરપુર પ્રાથમિક શાળાના બાળકોને દરરોજ દિવસમાં બે વખત અભ્યાસ કરવા માટે અને શાળાના શિક્ષકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે.કેટલીકવાર બાળકો શાળામાં આવ્યા બાદ નદીમાં પાણી વધી જાય ત્યારે શાળાના શિક્ષકો બાળકોને નદી પાર કરાવતા હોવાનું જણાવી રહ્યા છે.

આંતરિયાળ ગામમાં વિકાસ કરો તંત્ર
આટલું તો ઠીક વીરપુર ગામના ચાર ફળિયા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા છે.જેના કારણે ગ્રામજનોને પણ ભારે મુશ્કેલી પાડી રહી છે એક અઠવાડિયા પહેલા જ એક પ્રસૂતા મહિલાને અડધી રાત્રે પ્રસુતિની પીડા ઉપડી હતી.ત્યારે મધરાતે ધોધમાર વરસાદ વરસતો હતો અને ભારજ નદીમાં પાણી પણ ખૂબ હોવાથી મહિલાને દવાખાને પણ લઈ જઈ શકાઇ ન હતી, અને મહિલાના પતિએ જ ઘરે પ્રસૂતિ કરાવી હોવાનું જણાવ્યું હતું.હાલ તો વીરપુર ગામના બાળકો દરરોજ દિવસમાં બે વખત જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. એક તરફ સરકાર બાળકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની વાતો કરે છે અને બીજી બાજુ બાળકો અભ્યાસ માટે જીવનું જોખમ ખેડવા માટે મજબૂર બન્યા છે ત્યારે સ્થાનિક લોકો કોતર ઉપર કોઝ વે અથવા નાળુ બને તેવી માંગ પણ કરી રહ્યા છે.