Doctor: GMERS ડિનનો આ કેવો પત્ર? રેસિડેન્ટ ડોકટરો માટે પણ ગુજરાત જોખમી!

કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા ઘણા સ્થળે લાઈટ કે CCTV ન હોવાથી ભય: તબીબો રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના દેશભરમાં કોલકાતાની દૂષ્કર્મની ઘટનાના આક્રોશ વચ્ચે ગાંધીનગર જીએમઇઆરએસના ડીનનો પત્ર સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ તથા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન ફરવું જોઇએ. ફરજ દરમિયાન પરિચિત કે અન્ય કર્મીને સાથે રાખવા જોઇએ. રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા બહાર જવું જરૂરી હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા સૂચના છે. અપરિચિત વ્યક્તિ કે શંકાસ્પદ કોઈ દેખાય તો ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના છે. જેમાં કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. તેમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં વિરોધ શરૂ થયો છે. ત્યારે OPD સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યાં છે. ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. જેમાં તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તમામ જગ્યાઓ પર આજે તબીબો કામથી અડગા રહી વિરોધ કરી રહ્યાં છે. રેસિડેન્ટ ડોક્ટર ડો સુષ્મીતાએ જણાવ્યું છે કે ગાંધીનગર જીએમઈઆરએસ કોલેજ તથા હોસ્પિટલમાં સુરક્ષા છે. પરંતુ ઘટના ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઘટના બને નહીં ત્યાં સુધી ખબર નથી હોતી કે ક્યાં ચૂક છે. બીજે મેડિકલ ખાતે તબીબો ભેગા થઈ વિરોધ કરશે બીજે મેડિકલ ખાતે તબીબો ભેગા થઈ વિરોધ કરશે. જેમાં ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા પર તબીબો કામથી અડગા રહેશે. તબીબી સેવાઓ OPD, વોર્ડ અને વૈકલ્પિક OT સહિત તમામ બિન ઇમરજન્સીથી દુર રહી વિરોધ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ટ્રેની મહિલા તબીબના રેપ વિથ મર્ડરના કેસ મામલે વિરોધ થઇ રહ્યાં છે. જેમાં તબીબોની સુરક્ષાની માગ સાથે વિરોધ કરાશે. ત્યારે મહિલા ડોક્ટર્સની સુરક્ષાને લઇ સવાલ ઉઠ્યા છે. તેમાં ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને હાથ ઊંચા કર્યા છે. તેમાં ડો. શોભનાએ સુરક્ષાની જવાબદારી ડોક્ટરો પર ઢોળી છે. ડીને સર્ક્યુલર બહાર પાડી જવાબદારી ડોક્ટરો પર ઢોળી છે.ઘણા સ્થળે લાઈટ કે CCTV ન હોવાથી ભય: તબીબો મહિલા ડોક્ટરોને રાત્રે બહાર ન જવાનું ડીને કહ્યું છે. જેમાં જણાવ્યું છે કે મહિલા ડોક્ટરો રાત્રે બહાર નિકળવાનું ટાળે, જરૂરી હોય તો કોઈને સાથે લઈને જાય, કોલેજ, હોસ્ટેલમાં કોઈ મહિલાને સાથે રાખે. ત્યારે કલકત્તાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબોમાં રોષ ફેલાયો છે. જેમાં વડોદરામાં SSG હોસ્પિટલમાં તબીબોની હડતાળ છે. OPD નજીક ભેગા થઈ રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે. રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. જેમાં સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી મજબૂત કરવા માગ કરવામાં આવી રહી છે. જેમાં તબીબોએ જણાવ્યું છે કે ઘણા સ્થળે લાઈટ કે CCTV ન હોવાથી ભય છે.

Doctor: GMERS ડિનનો આ કેવો પત્ર? રેસિડેન્ટ ડોકટરો માટે પણ ગુજરાત જોખમી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા
  • ઘણા સ્થળે લાઈટ કે CCTV ન હોવાથી ભય: તબીબો
  • રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના

દેશભરમાં કોલકાતાની દૂષ્કર્મની ઘટનાના આક્રોશ વચ્ચે ગાંધીનગર જીએમઇઆરએસના ડીનનો પત્ર સામે આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીઓ તથા રેસિડેન્ટ ડોક્ટરોએ એકાંતમાં ન ફરવું જોઇએ. ફરજ દરમિયાન પરિચિત કે અન્ય કર્મીને સાથે રાખવા જોઇએ. રાત્રીના સમયે બહાર જવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે.

કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા

બહાર જવું જરૂરી હોય તો પરિચિત વ્યક્તિને સાથે રાખવા સૂચના છે. અપરિચિત વ્યક્તિ કે શંકાસ્પદ કોઈ દેખાય તો ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના છે. જેમાં કલકત્તાની ઘટનાના ગુજરાતમાં પડઘા પડ્યા છે. તેમાં અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાં વિરોધ શરૂ થયો છે. ત્યારે OPD સહિતની કામગીરીથી તબીબો અળગા રહ્યાં છે. ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા બંધ કરવામાં આવી છે. જેમાં તબીબોની સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. તમામ જગ્યાઓ પર આજે તબીબો કામથી અડગા રહી વિરોધ કરી રહ્યાં છે. રેસિડેન્ટ ડોક્ટર ડો સુષ્મીતાએ જણાવ્યું છે કે ગાંધીનગર જીએમઈઆરએસ કોલેજ તથા હોસ્પિટલમાં સુરક્ષા છે. પરંતુ ઘટના ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ છે. જ્યાં સુધી ઘટના બને નહીં ત્યાં સુધી ખબર નથી હોતી કે ક્યાં ચૂક છે.


બીજે મેડિકલ ખાતે તબીબો ભેગા થઈ વિરોધ કરશે

બીજે મેડિકલ ખાતે તબીબો ભેગા થઈ વિરોધ કરશે. જેમાં ઈમરજન્સી સિવાય તમામ મેડિકલ સેવા પર તબીબો કામથી અડગા રહેશે. તબીબી સેવાઓ OPD, વોર્ડ અને વૈકલ્પિક OT સહિત તમામ બિન ઇમરજન્સીથી દુર રહી વિરોધ કરવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં ટ્રેની મહિલા તબીબના રેપ વિથ મર્ડરના કેસ મામલે વિરોધ થઇ રહ્યાં છે. જેમાં તબીબોની સુરક્ષાની માગ સાથે વિરોધ કરાશે. ત્યારે મહિલા ડોક્ટર્સની સુરક્ષાને લઇ સવાલ ઉઠ્યા છે. તેમાં ગાંધીનગર મેડિકલ કોલેજના ડીને હાથ ઊંચા કર્યા છે. તેમાં ડો. શોભનાએ સુરક્ષાની જવાબદારી ડોક્ટરો પર ઢોળી છે. ડીને સર્ક્યુલર બહાર પાડી જવાબદારી ડોક્ટરો પર ઢોળી છે.

ઘણા સ્થળે લાઈટ કે CCTV ન હોવાથી ભય: તબીબો

મહિલા ડોક્ટરોને રાત્રે બહાર ન જવાનું ડીને કહ્યું છે. જેમાં જણાવ્યું છે કે મહિલા ડોક્ટરો રાત્રે બહાર નિકળવાનું ટાળે, જરૂરી હોય તો કોઈને સાથે લઈને જાય, કોલેજ, હોસ્ટેલમાં કોઈ મહિલાને સાથે રાખે. ત્યારે કલકત્તાની ઘટના બાદ રેસિડેન્ટ તબીબોમાં રોષ ફેલાયો છે. જેમાં વડોદરામાં SSG હોસ્પિટલમાં તબીબોની હડતાળ છે. OPD નજીક ભેગા થઈ રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે. રેસિડેન્ટ તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. જેમાં સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી મજબૂત કરવા માગ કરવામાં આવી રહી છે. જેમાં તબીબોએ જણાવ્યું છે કે ઘણા સ્થળે લાઈટ કે CCTV ન હોવાથી ભય છે.