Surat સિવિલ હોસ્પિટલમાં રજા અને પગાર મુદ્દે વર્ગ 3ના કર્મચારીઓ હડતાળ પર
સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3ના કર્મીઓમાં રોશ રજા અને પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતર્યા ઉપરી કર્મચારીઓ નાના વર્ગના કર્મીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ સુરત સિવિલ હોસ્પિટલમા વર્ગ 3ના કર્મચારીઓ રજા અને પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા છે,હડતાળ પર બેઠેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે,રજા જોઈએ તે રીતે મળતી નથી,સાથે સાથે પગાર પણ વહેલો મોડો આવે છે અને પગાર વધારો મળતો નથી,જેને લઈ તંત્રને અવાર-નવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે હડતાળ કરવી પડે છે. અમારી માગ પૂરી કરો વર્ગ 3ના કર્મચારીઓનું કહેવું છે કે,ઘણા સમયથી રજા મળતી નથી રજા માંગવા જઈએ છીએ તો ના પાડી દેવામાં આવે છે અને કામ કરવામાં અમે કોઈ કચાશ રાખતા નથી.200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો છે.કર્મચારીઓએ એ પણ આક્ષેપ કર્યો છે કે,ઉપલા વર્ગના અધિકારીઓ તેમને કામની બાબતે હેરાન કરી રહ્યાં છે અને ટોણા માણી રહ્યાં છે.અમારી વાત કોઈ સાંભળતું નથી જેના કારણે આજે ધરણા કરવામાં આવ્યા છે.માગ નહી સંતોષાય તો ધરણા કરવામા આવશે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે,અગામી સમયમાં અમારી માગ નહી પૂર્ણ થાય તો ધરણા કરવામા આવશે અને તમામ લોકો કામથી અડગા રહીશુ,હોસ્પિટલના સુપ્રિટેન્ડેટને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ અમારી માગ સંતોષવામાં આવતી નથી.હોસ્પિટલના દરેક વોર્ડમા અમારી કામગીરી રહેતી હોય છે,અને અમને અઠવાડિયે એક રજા પણ મળી રહે તો રાહત મળે. અગાઉ પણ કર્યા હતા ધરણા કર્મચારીઓનો આક્ષેપ છે કે,અગાઉ પણ અમે અમારી માગો લઈને અધિકારી પાસે ગયા હતા પરંતુ માગ સંતોષાઈ ન હતી જેના કારણે અગાઉ પણ વિવાદ થયો હતો,પરંતુ તંત્રનુ કે એજન્સીનું પેટનું પાણી પણ હલતુ નથી,ઓછા પગારમાં વધુ કામ લેવાનો આક્ષેપ આ કર્મચારીઓ દ્રારા કરવામાં આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3ના કર્મીઓમાં રોશ
- રજા અને પગાર મુદ્દે હડતાળ ઉપર ઉતર્યા
- ઉપરી કર્મચારીઓ નાના વર્ગના કર્મીઓને હેરાન કરતા હોવાનો આક્ષેપ
સુરત સિવિલ હોસ્પિટલમા વર્ગ 3ના કર્મચારીઓ રજા અને પગાર મુદ્દે હડતાળ પર ઉતર્યા છે,હડતાળ પર બેઠેલા કર્મચારીઓનો આક્ષેપ છે કે,રજા જોઈએ તે રીતે મળતી નથી,સાથે સાથે પગાર પણ વહેલો મોડો આવે છે અને પગાર વધારો મળતો નથી,જેને લઈ તંત્રને અવાર-નવાર રજૂઆત કરી છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી જેના કારણે હડતાળ કરવી પડે છે.
અમારી માગ પૂરી કરો
વર્ગ 3ના કર્મચારીઓનું કહેવું છે કે,ઘણા સમયથી રજા મળતી નથી રજા માંગવા જઈએ છીએ તો ના પાડી દેવામાં આવે છે અને કામ કરવામાં અમે કોઈ કચાશ રાખતા નથી.200 જેટલા કર્મચારીઓએ રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો છે.કર્મચારીઓએ એ પણ આક્ષેપ કર્યો છે કે,ઉપલા વર્ગના અધિકારીઓ તેમને કામની બાબતે હેરાન કરી રહ્યાં છે અને ટોણા માણી રહ્યાં છે.અમારી વાત કોઈ સાંભળતું નથી જેના કારણે આજે ધરણા કરવામાં આવ્યા છે.
માગ નહી સંતોષાય તો ધરણા કરવામા આવશે
હડતાળ પર ઉતરેલા કર્મચારીઓનું કહેવું છે કે,અગામી સમયમાં અમારી માગ નહી પૂર્ણ થાય તો ધરણા કરવામા આવશે અને તમામ લોકો કામથી અડગા રહીશુ,હોસ્પિટલના સુપ્રિટેન્ડેટને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ અમારી માગ સંતોષવામાં આવતી નથી.હોસ્પિટલના દરેક વોર્ડમા અમારી કામગીરી રહેતી હોય છે,અને અમને અઠવાડિયે એક રજા પણ મળી રહે તો રાહત મળે.
અગાઉ પણ કર્યા હતા ધરણા
કર્મચારીઓનો આક્ષેપ છે કે,અગાઉ પણ અમે અમારી માગો લઈને અધિકારી પાસે ગયા હતા પરંતુ માગ સંતોષાઈ ન હતી જેના કારણે અગાઉ પણ વિવાદ થયો હતો,પરંતુ તંત્રનુ કે એજન્સીનું પેટનું પાણી પણ હલતુ નથી,ઓછા પગારમાં વધુ કામ લેવાનો આક્ષેપ આ કર્મચારીઓ દ્રારા કરવામાં આવ્યો છે.