Banaskanthaના વાવમાં યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો જ્ઞાતિ સમીકરણ મુજબ વોટની થીયરી
મહારાષ્ટ્ર અને ઝારખંડ સાથે ગુજરાતમાં પણ વાવ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલની સ્થિતિ મુજબ મૂળ ભાજપ ગોળના અપક્ષ માવજી પટેલ કોંગ્રેસ ભાજપ બંનેને હંફાવી રહ્યા છે.આ જિલ્લામાં કોઈપણ સીટમાં ચૂંટણી યોજાઈ હંમેશા જ્ઞાતિગત સમીકરણો જ હાવી રહ્યા છે.તે દ્રષ્ટિ એ જોઈએ તો માવજી પટેલ કાઠું કાઢે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે. કાંટાની ટક્કર બનાસકાંઠામાં યોજાનાર વાવ બેઠકની પેટા ચૂંટણી દિવસે દિવસે વધુ રસપ્રદ બનતી જઈ રહી છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે અને જીત માટે તમામ રાજકીય પક્ષ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ પ્રદેશ કક્ષાના નેતાઓ તો ભાજપના મંત્રીઓએ વાવમાં ધામા નાખ્યા છે ત્યારે મૂળ ભાજપ ગોળના માવજી પટેલ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને બંને મુખ્ય રાજકીય પક્ષને ટક્કર આપી રહ્યા છે.. અને બને રાજકીય પક્ષોને ઘેરી રહ્યા છે..પરંતુ હાલમાં જે રીતે માહોલ બની રહ્યો છે તેને જોતા એક વાત ચોક્કસ કહી શકાય કે ટક્કર કાંટાની થશે. આખી ચૂંટણી જ્ઞાતિગત ફેક્ટર મુજબ જોઈએ તો 01-ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સમાજ માંથી આવી રહ્યા છે 02-તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજ માંથી આવે છે 03-જયારે અપક્ષ માવજી પટેલ ચૌધરી સમાજ માંથી આવી રહ્યા છે જ્ઞાતિ મુજબ વોટ જોઈએ તો 01-ઠાકોર સમાજના આશરે 95 હજાર જેટલા વોટ છે 02-ચૌધરી સમાજના 50 હજાર જેટલા વોટ છે 03-ત્રીજો મોટો સમાજ છે દલિત સમાજ તેના 40 હજાર વોટ છે 04-બ્રાહ્મણ ના 25 હજાર વોટ છે 05-રબારી સમાજના 15 હજાર વોટ છે 06-પાલવી દરબારના 10 હજાર વોટ છે 07-40 હજાર જેટલા લઘુમતી વોટ આ સીટ પર આવેલા છે રસાકસીનો જંગ આ ચૂંટણી એટલે કે ભાજપ માટે એ નાક બચાવવાનો સવાલ છે તો કોંગ્રેસને સીટ બચાવવાનો સવાલ તો આ તરફ માવજી પટેલને પોતાનું રાજકારણ બચાવવાનો અને ટિકિટ ભાજપ માંથી નહિ મળતા બદલો લેવાનો સવાલ છે ત્યારે જીત કોની થશે મતદારો નક્કી કરશે...તો આ તરફ ભાજપની સામે બનાસના બેન ગેની બેન પણ મેદાનમાં છે અને તે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે...ભાજપને ગત ચૂંટણીમાં મ્હાત આપી હતી પરંતુ ગત લોકસભામાં વાવ બેઠક આમ તો 1650 વોટથી કોંગ્રેસ માઇનસ હતું પરંતુ વિધાનસભા પરિણામ મુજબ જોઈએ તો ગેની બેનને મળેલા વોટ અને લોકસભામાં મળેલા વોટ એટલે કુલ 17 હજાર વોટથી પાછળ હતા ત્યારે આખરે એવા ક્યાં કારણો છે કે કોંગ્રેસ કહી રહ્યું છે કે કોંગ્રેસ જીત મેળવશે. માવજી પટેલ હંફાવી રહ્યાં છે એક તરફ ભાજપ જીતના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની જીત નિશ્ચિત હોવાની વાતો કરી રહ્યું છે પરંતુ અપક્ષ માવજી પટેલ બન્ને પક્ષને હંફાવી રહ્યા છે એ હકીકત છે ત્યારે હવે ભાજપ પોતાના કોંગ્રેસના વોટ તોડી પરત લાવી શકે છે કોંગ્રેસ પોતાના વોટ સાચવી શકે છે કે પછી માવજી પટેલ બંનેના વોટમાં ભાગલા પાડી જીત મેળવે છે એ જોવું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહારાષ્ટ્ર અને ઝારખંડ સાથે ગુજરાતમાં પણ વાવ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે તમામ પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલની સ્થિતિ મુજબ મૂળ ભાજપ ગોળના અપક્ષ માવજી પટેલ કોંગ્રેસ ભાજપ બંનેને હંફાવી રહ્યા છે.આ જિલ્લામાં કોઈપણ સીટમાં ચૂંટણી યોજાઈ હંમેશા જ્ઞાતિગત સમીકરણો જ હાવી રહ્યા છે.તે દ્રષ્ટિ એ જોઈએ તો માવજી પટેલ કાઠું કાઢે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે.
કાંટાની ટક્કર
બનાસકાંઠામાં યોજાનાર વાવ બેઠકની પેટા ચૂંટણી દિવસે દિવસે વધુ રસપ્રદ બનતી જઈ રહી છે ભાજપ કોંગ્રેસ અને અપક્ષ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે અને જીત માટે તમામ રાજકીય પક્ષ ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.કોંગ્રેસ પ્રદેશ કક્ષાના નેતાઓ તો ભાજપના મંત્રીઓએ વાવમાં ધામા નાખ્યા છે ત્યારે મૂળ ભાજપ ગોળના માવજી પટેલ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને બંને મુખ્ય રાજકીય પક્ષને ટક્કર આપી રહ્યા છે.. અને બને રાજકીય પક્ષોને ઘેરી રહ્યા છે..પરંતુ હાલમાં જે રીતે માહોલ બની રહ્યો છે તેને જોતા એક વાત ચોક્કસ કહી શકાય કે ટક્કર કાંટાની થશે.
આખી ચૂંટણી જ્ઞાતિગત ફેક્ટર મુજબ જોઈએ તો
01-ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સમાજ માંથી આવી રહ્યા છે
02-તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ક્ષત્રિય સમાજ માંથી આવે છે
03-જયારે અપક્ષ માવજી પટેલ ચૌધરી સમાજ માંથી આવી રહ્યા છે
જ્ઞાતિ મુજબ વોટ જોઈએ તો
01-ઠાકોર સમાજના આશરે 95 હજાર જેટલા વોટ છે
02-ચૌધરી સમાજના 50 હજાર જેટલા વોટ છે
03-ત્રીજો મોટો સમાજ છે દલિત સમાજ તેના 40 હજાર વોટ છે
04-બ્રાહ્મણ ના 25 હજાર વોટ છે
05-રબારી સમાજના 15 હજાર વોટ છે
06-પાલવી દરબારના 10 હજાર વોટ છે
07-40 હજાર જેટલા લઘુમતી વોટ આ સીટ પર આવેલા છે
રસાકસીનો જંગ
આ ચૂંટણી એટલે કે ભાજપ માટે એ નાક બચાવવાનો સવાલ છે તો કોંગ્રેસને સીટ બચાવવાનો સવાલ તો આ તરફ માવજી પટેલને પોતાનું રાજકારણ બચાવવાનો અને ટિકિટ ભાજપ માંથી નહિ મળતા બદલો લેવાનો સવાલ છે ત્યારે જીત કોની થશે મતદારો નક્કી કરશે...તો આ તરફ ભાજપની સામે બનાસના બેન ગેની બેન પણ મેદાનમાં છે અને તે ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે...ભાજપને ગત ચૂંટણીમાં મ્હાત આપી હતી પરંતુ ગત લોકસભામાં વાવ બેઠક આમ તો 1650 વોટથી કોંગ્રેસ માઇનસ હતું પરંતુ વિધાનસભા પરિણામ મુજબ જોઈએ તો ગેની બેનને મળેલા વોટ અને લોકસભામાં મળેલા વોટ એટલે કુલ 17 હજાર વોટથી પાછળ હતા ત્યારે આખરે એવા ક્યાં કારણો છે કે કોંગ્રેસ કહી રહ્યું છે કે કોંગ્રેસ જીત મેળવશે.
માવજી પટેલ હંફાવી રહ્યાં છે
એક તરફ ભાજપ જીતના દાવા કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની જીત નિશ્ચિત હોવાની વાતો કરી રહ્યું છે પરંતુ અપક્ષ માવજી પટેલ બન્ને પક્ષને હંફાવી રહ્યા છે એ હકીકત છે ત્યારે હવે ભાજપ પોતાના કોંગ્રેસના વોટ તોડી પરત લાવી શકે છે કોંગ્રેસ પોતાના વોટ સાચવી શકે છે કે પછી માવજી પટેલ બંનેના વોટમાં ભાગલા પાડી જીત મેળવે છે એ જોવું રહ્યું.