Porbandarમાં બળેજ ગામે દર્શનાર્થે જતા 8 લોકોને નડયો અકસ્માત, એકનું થયું મોત
પોરબંદરમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો,બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું હતુ,સાથે સાથે કારનું ટાયર ફાટતા બે કાર સામ સામે અથડાઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી હતી. પોરબંદરમાં બની ઘટના પોરબંદરના રાતીય નેસ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારનું ટાયર ફાટતા બે કારો સામસામે અથડાઈ હતી,દર્શન કરવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ઈકો કારનું ટાયર ફાટતા બન્ને કાર ટોટલી લોસ થઈ ગઈ હતી,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા,આ દુર્ઘટના સર્જાતા પોરબંદરના ગ્રામીણ વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના લોકોના નિવેદન નોંધ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો,સાથે સાથે પોલીસે સીસીટીવી પણ તપાસ માટે મેળવ્યા છે,મૃતદેહને પીએમ કર્યા બાદ પરિવારને સોંપવામાં આવશે,જે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમા એક થી બે લોકોની હાલત ગંભીર જણાય છે,જરૂર પડશે તો તેમને સારવાર હેઠળ જામનગર પણ ખસેડી શકાય છે. ગઈકાલે પણ સર્જાયો અકસ્માત કુતિયાણાના વડોત્રા રોડ ઉપર બાઇક આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર ભડ ગામે રહેતા એક વૃદ્ધને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નેશનલ હાઇવે ઉપર રઝડતા ઢોરને લઈને અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઉપરાંત ગ્રામ્ય પંથકના માર્ગો ઉપર પણ રઝડતા ઢોરને લીધે અકસ્માતના બનાવ સામે આવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો,બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું હતુ,સાથે સાથે કારનું ટાયર ફાટતા બે કાર સામ સામે અથડાઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી હતી.
પોરબંદરમાં બની ઘટના
પોરબંદરના રાતીય નેસ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારનું ટાયર ફાટતા બે કારો સામસામે અથડાઈ હતી,દર્શન કરવા જતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.ઈકો કારનું ટાયર ફાટતા બન્ને કાર ટોટલી લોસ થઈ ગઈ હતી,ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા,આ દુર્ઘટના સર્જાતા પોરબંદરના ગ્રામીણ વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો
પોલીસે ઘટના સ્થળે પહોંચીને આસપાસના લોકોના નિવેદન નોંધ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો,સાથે સાથે પોલીસે સીસીટીવી પણ તપાસ માટે મેળવ્યા છે,મૃતદેહને પીએમ કર્યા બાદ પરિવારને સોંપવામાં આવશે,જે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમા એક થી બે લોકોની હાલત ગંભીર જણાય છે,જરૂર પડશે તો તેમને સારવાર હેઠળ જામનગર પણ ખસેડી શકાય છે.
ગઈકાલે પણ સર્જાયો અકસ્માત
કુતિયાણાના વડોત્રા રોડ ઉપર બાઇક આડે ભેંસ આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર ભડ ગામે રહેતા એક વૃદ્ધને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.નેશનલ હાઇવે ઉપર રઝડતા ઢોરને લઈને અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઉપરાંત ગ્રામ્ય પંથકના માર્ગો ઉપર પણ રઝડતા ઢોરને લીધે અકસ્માતના બનાવ સામે આવ્યો હતો.