Surendranagar: ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ મેળા રદ, સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ મેળા રદ કરવામાં આવ્યાસુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં મેળાની મંજૂરી રદ કરવામાં આવી રાઈડ સંચાલકોએ ભાડાના નાણાં પરત કરવા કરી માગ સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં તમામ મેળાની પરમિશન રદ કરવામાં આવી છે અને તમામ મેળા રદ કરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા, વઢવાણ અને સુરેન્દ્રનગર સહીતના તમામ મેળાઓ બંધ કરાવવામાં આવ્યા છે. સ્ટોલ ધારકો અને રાઈડ માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો ત્યારે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા સ્ટોલ ધારકો અને રાઈડ માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાલિકાએ મેદાન ભાડે આપીને કરોડો રૂપિયા લીધા છે. મેળાના આયોજકોએ રૂપિયા સ્ટોલ ધારકો અને રાઈડ ધારકો પાસેથી લીધા છે. ત્યારે મેળાના ઉદ્ધાટન બાદ મેળો વરસાદ ના કારણે ધોવાયો અને ચાલુ જ થયો નથી ત્યારે મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. રાઈડ સંચાલકોએ ભાડાના નાણાં પરત કરવા કરી માગ હાલમાં પાલિકા દ્વારા લીધેલા રૂપિયા પરત આપવાની માગણી આયોજકો દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે મેળો રદ કરવામાં આવતા અનેક લોકોએ રોજગારી ગુમાવી છે, નાના માણસો મેળા થકી આવક મેળવતા હોય છે. ત્યારે બીજી તરફ અનેક ફૂડ સ્ટોલ ધારકોનો લાખો રૂપિયાનો માલ પણ પડી રહ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. લીંબડી અને ચુડા પંથકને મેઘરાજાએ ઘમરોળ્યું છે અને લીંબડી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. એસટી ડેપો રોડ, પારસનગર, મફતીયાપરા, ભોગવા નદી કિનાર વિસ્તારમાં પાણી ભરાયા છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે બીજી તરફ લખતર તાલુકાનું તલસાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. શહેરના કેશરીયા, સદાદ, લીલાપુર ગામોના કોઝવે પર પાણી વહી રહ્યા છે અને તલસાણા ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. કોઝવે ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે ગ્રામજનોએ માગ કરી છે.

Surendranagar: ભારે વરસાદને પગલે જિલ્લાના તમામ મેળા રદ, સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ મેળા રદ કરવામાં આવ્યા
  • સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં મેળાની મંજૂરી રદ કરવામાં આવી
  • રાઈડ સંચાલકોએ ભાડાના નાણાં પરત કરવા કરી માગ

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે જિલ્લામાં તમામ મેળાની પરમિશન રદ કરવામાં આવી છે અને તમામ મેળા રદ કરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રા, વઢવાણ અને સુરેન્દ્રનગર સહીતના તમામ મેળાઓ બંધ કરાવવામાં આવ્યા છે.

સ્ટોલ ધારકો અને રાઈડ માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો

ત્યારે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવતા સ્ટોલ ધારકો અને રાઈડ માલિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાલિકાએ મેદાન ભાડે આપીને કરોડો રૂપિયા લીધા છે. મેળાના આયોજકોએ રૂપિયા સ્ટોલ ધારકો અને રાઈડ ધારકો પાસેથી લીધા છે. ત્યારે મેળાના ઉદ્ધાટન બાદ મેળો વરસાદ ના કારણે ધોવાયો અને ચાલુ જ થયો નથી ત્યારે મોટુ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


રાઈડ સંચાલકોએ ભાડાના નાણાં પરત કરવા કરી માગ

હાલમાં પાલિકા દ્વારા લીધેલા રૂપિયા પરત આપવાની માગણી આયોજકો દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે મેળો રદ કરવામાં આવતા અનેક લોકોએ રોજગારી ગુમાવી છે, નાના માણસો મેળા થકી આવક મેળવતા હોય છે. ત્યારે બીજી તરફ અનેક ફૂડ સ્ટોલ ધારકોનો લાખો રૂપિયાનો માલ પણ પડી રહ્યો છે.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે. લીંબડી અને ચુડા પંથકને મેઘરાજાએ ઘમરોળ્યું છે અને લીંબડી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. એસટી ડેપો રોડ, પારસનગર, મફતીયાપરા, ભોગવા નદી કિનાર વિસ્તારમાં પાણી ભરાયા છે અને લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે બીજી તરફ લખતર તાલુકાનું તલસાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. શહેરના કેશરીયા, સદાદ, લીલાપુર ગામોના કોઝવે પર પાણી વહી રહ્યા છે અને તલસાણા ગામ સંપર્ક વિહોણું બનતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. કોઝવે ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે ગ્રામજનોએ માગ કરી છે.