Bhavnagar: મહિલા PSIએ પોલીસકર્મીની બ્લેક ફિલ્મવાળી ગાડી રોકતાં મામલો મારામારી સુધી પહોંચ્યો
છોટાઉદેપુરના પોલીસકર્મી સાથે થયું ઘર્ષણ વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બનાવ બન્યો આરોપી પોલીસકર્મીએ દંડ ન ભરતા ગુનો દાખલ ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSI ને છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે ઘર્ષણ થયું હતું. શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે ગઈ કાલ સાંજે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બનાવ બન્યો હતો. ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ સાથે જોવા મળી હતી. જે ગાડીને મહિલા PSIએ રોકતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સ્કોર્પિયો ગાડીમાં પોલીસકર્મી અને તેમનો પરિવાર હતો. મહિલા પોલીસે દંડ ભરવાનું કહેતા આરોપી પોલીસે દંડ ભરવાની ના કહી અને મેમો આપવા કહ્યું હતું. મહિલા પોલીસે પાવતી આપવાનું કહ્યું તો કોર્ટમાં જઈને દંડ ભરવાની વાત કરી હતી. આરોપી પોલીસ કર્મચારીએ તેમના ઉપરીને ફોન કરીને બોલાવ્યા આરોપી પોલીસ કર્મચારીએ આ ઘર્ષણ દરમિયાન તેમના ઉપરી પોલીસ કર્મચારીને બોલાવ્યા હતા અને પોતે પોલીસકર્મી છે એટલે તેમને જવા દેવા માટે ફરજ પાડી હતી. પરંતુ મહિલા પીએસઆઈ એ દંડ ભરવાની વાત અને ગાડી ડિટેઈન કરવાનું કહ્યું તો પોલીસકર્મી ઉગ્ર થઈ ગયા હતા અને મહિલા પોલીસ સાથે મારામારી કર્યાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. આરોપી પોલીસ કર્મચારી છોટાઉદેપુરમાં ફરજ બજાવે છે તેવું પોલીસકર્મીએ જણાવ્યું હતું. વધુમાં આરોપીએ જણાવ્યું કે, હું પરિવાર સાથે હોસ્પિટલમાં જઈ રહ્યો છું અને નંબર પ્લેટ બદલાવી દઈશ. પોલીસના શાબ્દિક ઘર્ષણનો વિડીયો હાલ વાયરલ થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- છોટાઉદેપુરના પોલીસકર્મી સાથે થયું ઘર્ષણ
- વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બનાવ બન્યો
- આરોપી પોલીસકર્મીએ દંડ ન ભરતા ગુનો દાખલ
ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન મહિલા PSI ને છોટાઉદેપુરના પોલીસ કર્મચારી સાથે ઘર્ષણ થયું હતું. શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે ગઈ કાલ સાંજે વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન બનાવ બન્યો હતો.
ભાવનગર શહેરમાં વાહન ચેકિંગ દરમિયાન એક સ્કોર્પિયો બ્લેક ફિલ્મ અને ફેન્સી નંબર પ્લેટ સાથે જોવા મળી હતી. જે ગાડીને મહિલા PSIએ રોકતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સ્કોર્પિયો ગાડીમાં પોલીસકર્મી અને તેમનો પરિવાર હતો. મહિલા પોલીસે દંડ ભરવાનું કહેતા આરોપી પોલીસે દંડ ભરવાની ના કહી અને મેમો આપવા કહ્યું હતું. મહિલા પોલીસે પાવતી આપવાનું કહ્યું તો કોર્ટમાં જઈને દંડ ભરવાની વાત કરી હતી.
આરોપી પોલીસ કર્મચારીએ તેમના ઉપરીને ફોન કરીને બોલાવ્યા
આરોપી પોલીસ કર્મચારીએ આ ઘર્ષણ દરમિયાન તેમના ઉપરી પોલીસ કર્મચારીને બોલાવ્યા હતા અને પોતે પોલીસકર્મી છે એટલે તેમને જવા દેવા માટે ફરજ પાડી હતી. પરંતુ મહિલા પીએસઆઈ એ દંડ ભરવાની વાત અને ગાડી ડિટેઈન કરવાનું કહ્યું તો પોલીસકર્મી ઉગ્ર થઈ ગયા હતા અને મહિલા પોલીસ સાથે મારામારી કર્યાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. આરોપી પોલીસ કર્મચારી છોટાઉદેપુરમાં ફરજ બજાવે છે તેવું પોલીસકર્મીએ જણાવ્યું હતું. વધુમાં આરોપીએ જણાવ્યું કે, હું પરિવાર સાથે હોસ્પિટલમાં જઈ રહ્યો છું અને નંબર પ્લેટ બદલાવી દઈશ. પોલીસના શાબ્દિક ઘર્ષણનો વિડીયો હાલ વાયરલ થયો છે.