Khyati Hospitalના કૌંભાડીઓએ પતિ સાથે કેમ્પમાં ગયેલ પત્નીની સર્જરી કરતા નિપજયું મોત

ખ્યાતિ હોસ્પિટલના કૌંભાંડીઓના વધુ એક કાંડ સામે આવ્યું છે,જેમાં ચોસર ગામમાં ખ્યાતિના કૌભાંડીઓએ કેમ્પ કર્યો હતો જેમાં પતિ સાથે કેમ્પમાં ગયેલી પત્નીની સર્જરી કરી નાખી હતી,પતિ સાથે ગયેલી પત્નીને કોઈ તકલીફ ન હોવા છતાં સર્જરી કરી નાખતા પત્નીનું મોત થયુ હતુ,વટવાના દંપતીની સર્જરી બાદ પત્ની હીરાબાનું થયું મૃત્યુ તો પતિ ઘનશ્યામસિંહ વાઘેલાને સર્જરી બાદ હજુ પણ તકલીફ હોવાની વાત સામે આવી છે.પરિવારને જાણ કર્યા વગર કરી સર્જરી આ સમગ્ર ઘટનાને લઈ પરિવારને જાણ કર્યા વિના સર્જરી કરી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પરિવારજનોનું કહેવું છે કે,તબીબ સામે આવે તો માર મારીએ એવો ગુસ્સો ભરાયો છે,વર્ષ 2022માં ચોસર ગામે કર્યું હતું કેમ્પનું આયોજન તો,સર્જરી બાદ 2 લોકોના 5 જ દિવસમાં થયા હતા મૃત્યુ,તો હજી પણ ઘણા એવા દર્દીઓ છે કે જેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી,જો મીડિયા સમક્ષ આવે અને પોલીસ વધારે ઉંડાણપૂર્વક તપાસ કરીને ગુનો નોંધે તો ડોકટરો કાયમ માટે જેલ ભોગવે તેવી સ્થિતિ સર્જાય એમ છે. જાણો કેટલા રૂપિયા લીધા 01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા 02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા 03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા 04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા 05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા 06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા 07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી 08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા હજી ત્રણ આરોપીઓ ફરાર ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે 5 ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ - અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઝડપાયો છે. CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર 5 મોટા માથાઓને ઝડપી પાડ્યા છે.જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે  

Khyati Hospitalના કૌંભાડીઓએ પતિ સાથે કેમ્પમાં ગયેલ પત્નીની સર્જરી કરતા નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખ્યાતિ હોસ્પિટલના કૌંભાંડીઓના વધુ એક કાંડ સામે આવ્યું છે,જેમાં ચોસર ગામમાં ખ્યાતિના કૌભાંડીઓએ કેમ્પ કર્યો હતો જેમાં પતિ સાથે કેમ્પમાં ગયેલી પત્નીની સર્જરી કરી નાખી હતી,પતિ સાથે ગયેલી પત્નીને કોઈ તકલીફ ન હોવા છતાં સર્જરી કરી નાખતા પત્નીનું મોત થયુ હતુ,વટવાના દંપતીની સર્જરી બાદ પત્ની હીરાબાનું થયું મૃત્યુ તો પતિ ઘનશ્યામસિંહ વાઘેલાને સર્જરી બાદ હજુ પણ તકલીફ હોવાની વાત સામે આવી છે.

પરિવારને જાણ કર્યા વગર કરી સર્જરી

આ સમગ્ર ઘટનાને લઈ પરિવારને જાણ કર્યા વિના સર્જરી કરી નાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પરિવારજનોનું કહેવું છે કે,તબીબ સામે આવે તો માર મારીએ એવો ગુસ્સો ભરાયો છે,વર્ષ 2022માં ચોસર ગામે કર્યું હતું કેમ્પનું આયોજન તો,સર્જરી બાદ 2 લોકોના 5 જ દિવસમાં થયા હતા મૃત્યુ,તો હજી પણ ઘણા એવા દર્દીઓ છે કે જેઓ મીડિયા સમક્ષ આવ્યા નથી,જો મીડિયા સમક્ષ આવે અને પોલીસ વધારે ઉંડાણપૂર્વક તપાસ કરીને ગુનો નોંધે તો ડોકટરો કાયમ માટે જેલ ભોગવે તેવી સ્થિતિ સર્જાય એમ છે.

જાણો કેટલા રૂપિયા લીધા

01-કાર્ડિયાક, કેન્સર અને ઓર્થો સર્જરીના 14.43 કરોડ લીધા

02-4 લાખથી વધારે ખર્ચની 2 સર્જરી પેટે 9.06 લાખ લીધા

03-3 થી 4 લાખના ખર્ચની 6 સર્જરી પેટે 19.59 લાખ લીધા

04-2 થી 3 લાખના ખર્ચની 24 સર્જરી પેટે 61 લાખ લીધા

05-1.50થી 2 લાખથી ખર્ચની 226 સર્જરી પેટે 3.85 કરોડ લીધા

06-1 થી 1.50 લાખની ખર્ચની 886 સર્જરી પેટે 10.59 કરોડ લીધા

07-1 લાખથી ઓછા ખર્ચની 12,779 સર્જરીઓ કરી

08-12,779 સર્જરીઓના ખર્ચ પેટે 11.15 કરોડ રૂપિયા પડાવ્યા

હજી ત્રણ આરોપીઓ ફરાર

ખ્યાતિકાંડ મુદ્દે પોલીસે 5 ફરાર આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખ્યાતિકાંડને લઇ પોલીસે અલગ - અલગ ટીમો બનાવીને ઓપરેશન પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત ઝડપાયો છે. CEO રાહુલ જૈન, મિલિન્દ પટેલ, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ સહિત કુલ 5ની ધરપકડ કરવામાં આવી છે. આણંદ આસપાસ ફાર્મ હાઉસમાં હોવાની માહિતી મળતા પોલીસે આ તમામ ફરાર 5 મોટા માથાઓને ઝડપી પાડ્યા છે.જો કે, ખ્યાતિ હોસ્પિટલના સર્જન ડૉ.સંજય પટોળિયા હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ડૉ.સંજય પટોળિયા આગોતરા જામીન માટે અરજી કરી ચૂક્યો છે. એટલું જ નહીં પરંતુ ડૉ. સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ખ્યાતિકાંડના બે મોટા માથા હજુ પણ પોલીસ પકડથી બહાર છે