Happy Birthday: PM મોદી રસોઈયાને સાથે રાખે છે, જાતે બનાવે છે ખીચડી
આવતીકાલે 17 સપ્ટેમ્બર, 2024ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મ દિવસ છે. તો નરેન્દ્ર મોદીના આ જન્મ દિવસે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરનાર તેમના રસોઈયા વિશે જાણીશું. પીએમ મોદીને શું ભાવે છે અને શું જમવાનો આગ્રહ રાખે છે તે તમામ વિશે જાણીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દરેક દિવસ અત્યંત વ્યસ્ત હોય છે. સવારથી સાંજ સુધી તેમનું શિડ્યુલ હોવા છતા મોદી પોતાના સ્વાસ્થ્ય અને ભોજન પ્રત્યે પણ એટલા જ જાગૃત રહે છે. મોદી તેમના રસોઈયા બદ્રીને પણ સાથે રાખે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન, RSSના કાર્યકર હતા ત્યારથી જ પોતાના સ્વાસ્થ્ય અને ભોજનને લઈને હંમેશા જાગ્રત રહે છે. નરેન્દ્ર મોદી વિશે સમયાંતરે બહાર આવતી વિગતોમાં તેમના ભોજન કે સ્વાસ્થ્ય સંબંધિત વિગતોનો પણ સમાવેશ થયો હોય છે. હાલના સમયમાં લોકોને ભરપુર મરી-મસાલા અને તીખી તમતમતી ચીજ વસ્તુઓ ખાવાનો વધુ શોખ હોય છે, પણ આપણા વડાપ્રધાન આમાથી તદ્દન જુદા તરી આવે છે. વડાપ્રધાન મોદીને શુદ્ધ સાત્વીક ગુજરાતી ભોજનનો લ્હાવો લેવો વધુ પસંદ છે. ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે મોદી તેમના રસોઈયા બદ્રીને પણ સાથે લઈ ગયા છે. તે પરથી અંદાજ લગાવી શકાય કે મોદીને પણ ગુજરાતી ભોજનનો સ્વાદ તો પસંદ જ છે. કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ટીફીન પાર્ટી લોકપ્રિય હતી નાનપણથી સંઘની પ્રવૃતિમા કાર્યરત રહેલા મોદી આરએસએસના પ્રચારક તરીકે હતા ત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ટીફીન પાર્ટી લોકપ્રિય હતી. નરેન્દ્ર મોદીની નજીક રહેલા અને તેને સારી જાણતા લોકોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીને મનપસંદ ડીસમાં થેપલા અને ખીચડી પ્રથમ ક્રમે આવે છે. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી પ્રચાર કે પ્રવાસ સમયે ખીચડી ખાવાનુ પસંદ કરે છે. મોદી અજાણ્યા સ્થળોએ લગભગ જમવાનુ ટાળે છે. મોટાભાગે તે પોતાના જ રસોઈયા દ્વારા બનાવાયેલા ગુજરાતી ફૂડ પસંદ કરે છે. નરેન્દ્ર મોદી જ્યારે RSSમાં પ્રચારક જીવન જીવતા હતા ત્યારે દર શનિવારે બધા જ ઉપવાસીઓ માટે તેઓ ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવતા. કહેવાય છે કે સાબુદાણાની ખીચડી બધી સ્ત્રીઓને પણ નથી આવડતી, ત્યાં મોદીના હાથની ખીચડીનો સ્વાદ જેણે-જેણે ચાખ્યો છે તેમને યાદ રહી ગયો છે. આદુ-ફૂદીનાવાળી ચા ફેવરિટ નરેન્દ્ર મોદી દરરોજ સવારે 5.30 કલાકે અને સાંજે 6.30 કલાકે નરેન્દ્ર મોદી ચા પીવે છે. ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદી રાજભવનમાં રોકાયા હતા ત્યારે પણ તેમણે ફૂદીનાવાળી ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજભવનના કીચનમાં ફૂદીનો નહીં હોવાથી સર્કીટ હાઉસમાંથી ફૂદીનો લવાયો હતો. સૌ કોઈ જાણે છે કે પીએમ મોદી ગુજરાતી છે અને જમીનથી જોડાયેલા સાદુ જીવન જીવનારા વ્યક્તિ છે. તે ઈચ્છે તો પોતાના એક ઈશારે એ તમામ વાનગીઓ બનાવડાવી શકે છે જે ફાઈવ સ્ટાર હોટલમાં મોંઘી દાટ મળતી હોય છે. પરંતુ તેમ છતાં પીએમ મોદી આજે પણ એક સાદુ જીવન જીવે છે. પોતાની નિયમિત દિનચર્યા અને સંતુલિત આહારથી પીએમ મોદી ખુદને એકદમ ફિટ રાખે છે. સવારનો નાસ્તોમીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે. પીએમ મોદી સવારે યોગ કર્યાં પછી સાદો ગુજરાતી નાસ્તો પસંદ કરે છે. નાસ્તામાં પૌવાં તેમને ખુબ ભાવે છે. આ સિવાય ખીચડી કઢી, ઉપમા, ખાખરા સહિતનો ગુજરાતી નાસ્તો તેમને ભાવે છે. પીએમ મોદી સવારે નાસ્તામાં આદુ અને ફૂદીના વાળી ચા અચૂક પીવે છે. બપોરનું ભોજનબપોરે પીએમ મોદી બપોરે મસાલા વગરનું સાદુ અને સંતુલિત ભોજન પસંદ કરે છે. પીએમ મોદી બપોરેના જમવામાં ભાખરી, શાક, દાળ, ભાત અને દહીં લે છે. સંસદીય કાર્યવાહી દરમિયાન બપોરે કેન્ટિનમાં માત્ર ફ્રૂટ સલાડ ખાય છે. રાત્રિ ભોજનપીએમ મોદી રાત્રે હળવું ભોજન જ પસંદ કરે છે. ગુજરાતી ખીચડી સિવાય ભાખરી, દાળ તેમજ મસાલા વગરના વ્યંજન ખાવાનું તે પસંદ કરે છે. એટલું જ નહીં નવરાત્રિના ઉપવાસ સમયે પીએમ મોદી માત્ર લીંબુ પાણી પીને નવ દિવસ ઉપવાસ રાખે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આવતીકાલે 17 સપ્ટેમ્બર, 2024ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મ દિવસ છે. તો નરેન્દ્ર મોદીના આ જન્મ દિવસે તેમના સ્વાસ્થ્યની ચિંતા કરનાર તેમના રસોઈયા વિશે જાણીશું. પીએમ મોદીને શું ભાવે છે અને શું જમવાનો આગ્રહ રાખે છે તે તમામ વિશે જાણીશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દરેક દિવસ અત્યંત વ્યસ્ત હોય છે. સવારથી સાંજ સુધી તેમનું શિડ્યુલ હોવા છતા મોદી પોતાના સ્વાસ્થ્ય અને ભોજન પ્રત્યે પણ એટલા જ જાગૃત રહે છે.
મોદી તેમના રસોઈયા બદ્રીને પણ સાથે રાખે છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન, RSSના કાર્યકર હતા ત્યારથી જ પોતાના સ્વાસ્થ્ય અને ભોજનને લઈને હંમેશા જાગ્રત રહે છે. નરેન્દ્ર મોદી વિશે સમયાંતરે બહાર આવતી વિગતોમાં તેમના ભોજન કે સ્વાસ્થ્ય સંબંધિત વિગતોનો પણ સમાવેશ થયો હોય છે. હાલના સમયમાં લોકોને ભરપુર મરી-મસાલા અને તીખી તમતમતી ચીજ વસ્તુઓ ખાવાનો વધુ શોખ હોય છે, પણ આપણા વડાપ્રધાન આમાથી તદ્દન જુદા તરી આવે છે. વડાપ્રધાન મોદીને શુદ્ધ સાત્વીક ગુજરાતી ભોજનનો લ્હાવો લેવો વધુ પસંદ છે. ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે મોદી તેમના રસોઈયા બદ્રીને પણ સાથે લઈ ગયા છે. તે પરથી અંદાજ લગાવી શકાય કે મોદીને પણ ગુજરાતી ભોજનનો સ્વાદ તો પસંદ જ છે.
કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ટીફીન પાર્ટી લોકપ્રિય હતી
નાનપણથી સંઘની પ્રવૃતિમા કાર્યરત રહેલા મોદી આરએસએસના પ્રચારક તરીકે હતા ત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠકમાં ટીફીન પાર્ટી લોકપ્રિય હતી. નરેન્દ્ર મોદીની નજીક રહેલા અને તેને સારી જાણતા લોકોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીને મનપસંદ ડીસમાં થેપલા અને ખીચડી પ્રથમ ક્રમે આવે છે. એક અહેવાલ પ્રમાણે વડાપ્રધાન મોદી પ્રચાર કે પ્રવાસ સમયે ખીચડી ખાવાનુ પસંદ કરે છે. મોદી અજાણ્યા સ્થળોએ લગભગ જમવાનુ ટાળે છે. મોટાભાગે તે પોતાના જ રસોઈયા દ્વારા બનાવાયેલા ગુજરાતી ફૂડ પસંદ કરે છે. નરેન્દ્ર મોદી જ્યારે RSSમાં પ્રચારક જીવન જીવતા હતા ત્યારે દર શનિવારે બધા જ ઉપવાસીઓ માટે તેઓ ટેસ્ટી સાબુદાણાની ખીચડી બનાવતા. કહેવાય છે કે સાબુદાણાની ખીચડી બધી સ્ત્રીઓને પણ નથી આવડતી, ત્યાં મોદીના હાથની ખીચડીનો સ્વાદ જેણે-જેણે ચાખ્યો છે તેમને યાદ રહી ગયો છે.
આદુ-ફૂદીનાવાળી ચા ફેવરિટ
નરેન્દ્ર મોદી દરરોજ સવારે 5.30 કલાકે અને સાંજે 6.30 કલાકે નરેન્દ્ર મોદી ચા પીવે છે. ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદી રાજભવનમાં રોકાયા હતા ત્યારે પણ તેમણે ફૂદીનાવાળી ચા પીવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજભવનના કીચનમાં ફૂદીનો નહીં હોવાથી સર્કીટ હાઉસમાંથી ફૂદીનો લવાયો હતો.
સૌ કોઈ જાણે છે કે પીએમ મોદી ગુજરાતી છે અને જમીનથી જોડાયેલા સાદુ જીવન જીવનારા વ્યક્તિ છે. તે ઈચ્છે તો પોતાના એક ઈશારે એ તમામ વાનગીઓ બનાવડાવી શકે છે જે ફાઈવ સ્ટાર હોટલમાં મોંઘી દાટ મળતી હોય છે. પરંતુ તેમ છતાં પીએમ મોદી આજે પણ એક સાદુ જીવન જીવે છે. પોતાની નિયમિત દિનચર્યા અને સંતુલિત આહારથી પીએમ મોદી ખુદને એકદમ ફિટ રાખે છે.
સવારનો નાસ્તો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે. પીએમ મોદી સવારે યોગ કર્યાં પછી સાદો ગુજરાતી નાસ્તો પસંદ કરે છે. નાસ્તામાં પૌવાં તેમને ખુબ ભાવે છે. આ સિવાય ખીચડી કઢી, ઉપમા, ખાખરા સહિતનો ગુજરાતી નાસ્તો તેમને ભાવે છે. પીએમ મોદી સવારે નાસ્તામાં આદુ અને ફૂદીના વાળી ચા અચૂક પીવે છે.
બપોરનું ભોજન
બપોરે પીએમ મોદી બપોરે મસાલા વગરનું સાદુ અને સંતુલિત ભોજન પસંદ કરે છે. પીએમ મોદી બપોરેના જમવામાં ભાખરી, શાક, દાળ, ભાત અને દહીં લે છે. સંસદીય કાર્યવાહી દરમિયાન બપોરે કેન્ટિનમાં માત્ર ફ્રૂટ સલાડ ખાય છે.
રાત્રિ ભોજન
પીએમ મોદી રાત્રે હળવું ભોજન જ પસંદ કરે છે. ગુજરાતી ખીચડી સિવાય ભાખરી, દાળ તેમજ મસાલા વગરના વ્યંજન ખાવાનું તે પસંદ કરે છે. એટલું જ નહીં નવરાત્રિના ઉપવાસ સમયે પીએમ મોદી માત્ર લીંબુ પાણી પીને નવ દિવસ ઉપવાસ રાખે છે.